Navratri :Auspicious Occasion

 હે! જગત જનની માઁ જગદંબા, 

આત્માની અશુદ્ધિ દુર કરી, શુદ્ધિ આપો. 

સંઘર્ષો સામે લડવાની શક્તિ આપો. 

કર્મોની જાગ્રતતા ને તેની પૂર્તિની શક્તિ આપો. 

રક્ષા કરો, સદબુદ્ધિ આપો ને સાચો માર્ગ સુજાડો. 

હે માઁ !આપ્યું છે તે ઘણુંય તેને સાચવવાની શક્તિ આપો. 



            પુરા જગતની માતાનાં રૂડા અવસરનું આગમન થયું છે. આમતો, બધા દિવસે માંની કૃપા તેમના સંતાનો પર વરસતી જ રહે છે. પણ, આ દિવસોનું મહત્વ એટલા માટે છે કે જયારે ભગવાન શિવ અને વિષ્ણુ પણ જે કામ ના કરી શક્યા તે દેવી દુર્ગાથી શક્ય બન્યું. આસુરી શક્તિ સામે દૈવી શક્તિની લડાઈ અને દૂર્ગુણો સામે સદગુણોની જીત, શક્તિની જીત સંભવ બની. 

            સ્ત્રી એક શક્તિ સ્વરૂપ છે. તેનો ક્યારેય અનાદર ના કરવો જોઈએ. તે ઘરથી માંડી દરેક ક્ષેત્રે સમાન માન, સન્માનની અધિકારી છે. 

               આજના પાવન અવસર પર માતાજીને પ્રાર્થના કે આત્મ શુદ્ધિની શક્તિ આપે, જેવી રીતે આસુરી શક્તિ સામે દૈવી શક્તિ વિજયી બની તેવી જ રીતે અમે અમારી અંદર રહેલા દૂર્ગુણો સામે સદગુણોને વિજયી બનાવી શકીએ. મનને મજબૂત બનાવી કર્મસિદ્ધિ મેળવી શકીએ. માં ક્યારેય પોતાના સંતાનોથી નારાજ ના રહે કે ક્યારેય તેને કષ્ટ આપે નહીં. માનવીને કષ્ટ તો પોતાના કર્મોનું જ મળતું હોય છે.માં તો એ કર્મોના કષ્ટમાંથી ઉગારે છે. 

           માતા પ્રત્યે ભાવ હોય એ જરૂરી છે તેની પૂજા, અર્ચના ની રીતમાં ક્ષતિથી માં ક્યારેય નારાજ ના થઈ શકે. પણ, મનુષ્યના વર્તન, વ્યવહારમાં ક્ષતિથી કે ખરાબ કર્મોથી જરૂર નારાજ રહી શકે. અમારાથી થયેલી અગણિત ભૂલોની સાચા હૃદયથી માફી સ્વીકારી ક્ષમા આપજો. 

             માતાજીની કૃપાથી આ મનુષ્યદેહ મળ્યો, સારા વિચારોને ગ્રહણ કરનારું મન મળ્યું,લાગણીઓ જન્મી શકે તેવું હૃદય મળ્યું અને બીજું ઘણું બધું...... બસ, આ બધાથી એક જીવનરૂપી પુષ્પને ખિલવી મહેકાવી શકીએ એવી માઁ શક્તિને પ્રાર્થના.... 

ધારા મનિષ ગડારા "ગતિ". 

ENGLISH TRANSLATION 

Hey  Jagadamba in Jagat Janani,


 Remove the impurity of the soul, purify it.


 Give strength to fight conflicts.


 Give the awareness of karma the power of its fulfillment.


 Protect, give common sense and pave the right way.


 Give me the strength to save as much as she has given.



 The auspicious occasion of the mother of the whole world has arrived.  All day long, mother's grace continues to shower on her children.  Also, these days are important because the work that even Lord Shiva and Vishnu could not do was made possible by Goddess Durga.  The battle of the divine power against the demonic power and the victory of the virtues against the vices, the victory of the power became possible.


 Woman is a form of power.  It should never be disrespected.  He deserves equal respect in every field from home.


 Give the power of prayer or self-purification to Mataji on this auspicious occasion, just as the divine power is victorious over the demonic power, so we can make the virtues victorious against the vices within us.  We can achieve karma by strengthening the mind.  Mother will never be angry with herchildren or give them any trouble.  Human beings get hardship only from their own deeds. In fact, she  saves them from the hardships of deeds.


 It is necessary to have respect for the mother. The goddess cannot be offended by the defect in worship. But, human behavior can be offended by imperfections or bad deeds.  Forgive us with a sincere heart for the innumerable mistakes we have made.


 With the grace of Mataji, I got this human body, I got a mind that embraces good thoughts, I got a heart that can give birth to emotions and many more ......Just pray to the power that can make a flower of life blossom with all this ....

 Dhara Manish Gadara "GATI".



Comments

Popular posts from this blog

Independent nature :don't depend on other's words and actions

Birthday of Krishnavi

Walking on the path of duty intuitively without the burden of duty