STRENGTH OF WORDS

 શસ્ત્રનો  ઘા રૂઝાય જાય છે પણ, 

શબ્દના ઘાની પીડા ઓસરાતી નથી. 

મન બને છે બેકાબુ ને, 

સર્જાય છે ક્રોધનું વાવાજોડું. 

પરિસ્થિતિ શમ્યા પછી, 

થાય છે પસ્તાવો. 

વાવાજોડાનું વંટોળ ભલે ને થંભી જાય, 

પણ, તેને રચેલા તોફાનના પગલાં થોડા મિટાવી શકે? 




       વ્યક્તિના શબ્દોમાં ઘણી તાકાત હોય છે. શબ્દો કોઈને પ્રેરણા પણ આપી શકે ને કોઈને દુઃખી પણ કરી શકે.માનવીના સ્વભાવમાં અનેક રંગો ભગવાને ઉમેર્યા છે. કરુણા, પ્રેમ સમજદારી, સાંત્વના, મોહ,ખુશી, ઉદાસી, લોભ,ક્રોધ અને જેવી પરિસ્થિતિ તેવું વર્તન જેવા અનેકવિધ તત્વો સ્વભાવમાં રહેલા છે. આપણા સ્વભાવ પર આપણો સંયમ હોવો જોઈએ.ગુસ્સામાં માણસ મન પરનો કાબુ ગુમાવીને સામી  વ્યક્તિને દુઃખ થાય એવું બોલી લે અને થોડા સમય પછી તેને અસહ્ય પસ્તાવો થાય તો તે શું કામનું? ત્યાં સુધીમાં બીજી વ્યક્તિના હૃદયમાં તેની પીડા અસહ્ય થઈ ગઈ હોય છે. સમયના વહેણ સાથે પણ આ પીડા ઓસરાતી નથી.તેના મનમાં સતત ક્રોધી શબ્દો ખૂંપ્યા જ કરતા હોય છે. પવિત્ર હૃદયે માંગેલી ક્ષમા કદાચ આ પીડાનો ઈલાજ કરી શકે.પણ, પોતાની જ ભૂલને સાચા હૃદયે  પસ્તાવો થવા છતાં પણ બીજી વ્યક્તિ સમક્ષ અમુક જ માનવી સ્વીકારી શકતા હોય છે. હિમતવાન લોકો ખરા દિલથી માફી માંગી શકે અને મજબૂત મન ધરાવનાર માફી આપી શકે. 

              જો માનવી પોતાના સ્વભાવને પોતાના અંકુશમાં રાખે તો આ પરિસ્થિતિ ના સર્જાય. પોતાના અંકુશમાં સ્વભાવ રહે એ માટે મનને કેળવવું પડે, ધીરજ રાખવી પડે અને સમજી વિચારીને બોલવું જોઈએ. 

            ભગવાનના દરેક સર્જનમાં મનુષ્ય એક જ શબ્દો દ્વારા પોતાની લાગણીઓ પ્રગટ કરી શકે છે તો શા માટે આ ભેટને નકારાત્મક રીતે ઉપયોગ કરવી જોઈએ? શબ્દોની તાકાતને સકારાત્મક રસ્તે વાળવી જોઈએ. 

ધારા મનિષ ગડારા "ગતિ".


ENGLISH TRANSLATION 


Even if the wound of the weapon heals,


 The healing pain of the word does not subside.


 The mind becomes uncontrollable,


 A storm of anger is created.


 Once the situation subsides,


 Repentance happens.


 Even if the hurricane stops,


 But, can the storm measures that formed it erase?




 A person's words have a lot of strength.  Words can inspire someone or make someone sad. God has added many colors to human nature.  There are various elements in nature such as compassion, love, understanding, consolation, infatuation, happiness, sadness, greed, anger and such behavior.  We should have restraint on our nature. What is the use of an angry man losing control of his mind and saying that he hurts a other person and after a while he has unbearable remorse?  By then the pain in the other person's heart has become unbearable.  Even with the passage of time, this pain does not subside. He is constantly uttering angry words in his mind.  Forgiveness from a pure heart may cure this pain. However, even if one sincerely repents of one's own mistake, only a few people can admit it to another person.  Courageous people can sincerely apologize, and strong-minded people can forgive.


 This situation will not arise if human beings keep their nature under control.  In order to be in control of one's nature, one must cultivate the mind, be patient, and speak with understanding.


 In every creation of God man can express his feelings through the same words so why should this gift be used in a negative way?  The power of words should be turned in a positive way.


 Dhara Manish Gadara "GATI".






 





Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow