Which way ?: A little happiness or true happiness

 નથી રહેતું સત્ય છુપુ, 

કરે કોશિશ હજાર. 

સત્યની સાબિતી માટે શાને પૂછવું? 

અસત્યની આંખો કહી દેશે સમગ્ર ચિતાર. 



             જેવી રીતે સૂરજના તેજને ઢાંકી શકાતું નથી તેવી જ રીતે સત્યને પણ છુપાવી શકાતું નથી.સત્યનો માર્ગ કાંટાળો હોય શકે, તકલીફો વેઠવી પડે.પણ, અંતે સત્યની જ જીત થાય છે. તમે આજે તેને છુપાવી શકો, પણ એક દિવસ તો તે બહાર આવશે જ એ નક્કી છે. પછી, હંમેશને માટે માર્ગ કાંટાળો જ રહે છે. કેમકે, આપણે બીજાનો વિશ્વાસ, ભરોસો ખોઈ બેસીએ છીએ. એક વખત વિશ્વાસને ગુમાવીએ તો ફરીથી તેને મેળવવા ઘણી કસોટીમાંથી પસાર થવું પડે છે. તેના કરતા બહેતર છે થોડા સમયની  ખુશી માટે અસત્યનો સહારો ના લેવો. સત્યના સહારાથી શરૂઆતમાં કષ્ટો આવશે પણ, તે સહારો અંત સુધી સાથ નિભાવશે.સામે ચાલીને ગમે તેવા કડવા સત્યનો સ્વીકાર કરીશું તો અન્યને આપણા પર મજબૂત વિશ્વાસ બંધાય જશે. સામેથી કડવા સત્યના સ્વીકાર માટે હિંમત પણ જરૂરી છે. હિંમત કરીને સામેથી કડવા સત્યનો સ્વીકાર કરીશું તો અંતે જીત આપણી જ છે.અને જો છુપાવશું હજારો પ્રયત્નો પણ નિરર્થક જશે. કેમકે, સૂરજના તેજને વાદળનું આવરણ ઢાંકી શકતું નથી. 

            સત્યની સાબિતી માટે પૂછવાનું ના હોય, સત્ય દર્શાવનાર વ્યક્તિની આંખો જ તેની સાબિતી છે. તેના ચહેરા પર એક અલગ જ આભા ઉભરતી હોય છે. જ્યારે, અસત્ય દર્શાવનાર ગભરાશે, તેની વાતો વારે -વારે ફેરવશે, તેની આંખો અને તેનું વ્યક્તિત્વ આડકતરી રીતે સમગ્ર ચિતારનો અંદેશો આપી દે છે.

             એક વાત મનમાં રાખવી કે, સત્ય એક પ્રતિબિંબ જેવું છે. તે આજે નહીં તો કાલે આપણા સાચા ચહેરા, આપણા વ્યક્તિત્વનું દર્શન કરાવશે જ.... 

 ધારા મનિષ ગડારા "ગતિ". 


ENGLISH TRANSLATION 


The truth is not hidden,


 Does try a thousand.


 What to ask for proof of truth?


 The eyes of untruth will tell the whole matter.

Just as the brightness of the sun cannot be obscured, so the truth cannot be concealed. The path of truth can be thorny, one has to endure hardships.  You can hide it today, but one day it will come out.  After all, the road is always thorny.  Because we lose the trust of others.  Once we lose faith, we have to go through many trials to regain it.  It is better not to resort to lies for a short time.  With the help of truth, there will be difficulties in the beginning, but that support will last till the end. If we walk in front and accept any bitter truth, others will have strong faith in us.  It takes courage to accept the bitter truth.  If we dare to accept the bitter truth, then in the end the victory is ours. And if we hide it, even thousands of attempts will be in vain.  Because the brightness of the sun cannot cover the cloud.


 There is no need to ask for proof of truth, the eyes of the person who shows the truth are the proof.  A different aura is emerging on his face.  While, the liar will be frightened, his words will turn over and over again, his eyes and his personality indirectly give the impression of the whole matter.


One thing to keep in mind is that truth is like a reflection.  He will show our true face, our personality tomorrow if not today ....


 Dhara Manish Gadara "GATI".



 

Comments

Popular posts from this blog

Independent nature :don't depend on other's words and actions

Birthday of Krishnavi

Walking on the path of duty intuitively without the burden of duty