Different colors of emotions born in Heart

ક્યારેક દિલ ખૂબ દુઃખ અનુભવે છે,

તો ઘણી વાર મન અદ્ભૂત શાંતિ અનુભવે છે.


ક્યારેક એવું લાગે જીવનમાં સંઘર્ષ સિવાય કાંઈ જ નથી,

તો ઘણી વાર સ્વપ્ને પણ ના નિહાળેલું અપાર સુખ મળે છે.


ક્યારેક ફરિયાદોના બોજ તળે વગર અગ્નિએ જીવ બળે છે,

તો ઘણી વાર સંતોષનો મધુર ઓડકાર તૃપ્તતા બક્ષે છે.


ક્યારેક હતાશાથી જીવનનો દરેક માર્ગ ધુંધળો બની જાય છે,

તો ઘણી વાર આત્મનો પ્રકાશ નવો માર્ગ ઉજાળી જાય છે.


 સર્જનહારે સર્વમાં પૂર્યા છે લાગણીનાં મિશ્રિત રંગો,

તો શાં માટે ખિલવતા રંગોથી જીવનને ના સજાવું?




           સર્જનહારે માનવીના હૃદયનું અદ્ભૂત સર્જન કર્યું છે. હૃદયમાંથી લાગણીનાં વિવિધ રૂપો જન્મે છે. ક્યારેક અતિશય દુઃખ તો ક્યારેક ખૂબ જ ખુશી. સ્થિતિ મુજબ લાગણીઓને જન્મ આપતા હૃદયમાં કેટલાય પ્રકારના ભાવો સમાયેલા છે.

હૃદયમાંથી ઉત્પન્ન થતા વિવિધ ભાવો વચ્ચે પોતાના મનની સ્થિરતા જે જાળવી શકે તે જ પોતાના જીવનરૂપી બાગને ખિલવી શકે છે.જીવનની કોઈ પણ પરિરસ્થિતમાં જે ધૈર્ય નામના ગુણને ગ્રહણ કરી શકે તે હૃદયના કોઈ પણ ભાવોમાં પણ સ્થિરતા જાળવી શકે છે. ક્યારેક સહન ના થઈ શકે એવું દુઃખ અચાનક આવી પડે ત્યારે મન સતત નકારાત્મકતાના આવરણથી ઘેરાયેલું રહે છે. જો નકારાત્મકતાનો સામનો ના કરીએ તો તે વિચારોની જાળમાં ફસાતા જ જઈએ અને અંતે જીવનમાં ખોટું પગલું ભરાય જાય છે. પણ, જો જાતને સમજાવતા રહીએ કે ઈશ્વરે જે ધાર્યું તે થયું અને તેની મરજી જ આ જગત માટે સર્વશ્રેષ્ઠ છે તો કદાચ ઈશ્વર પરની શ્રદ્ધાથી મનનો ભાર હળવો થઈ જાય. તેવી જ રીતે ક્યારેક મનમાં કોઈ પણ પ્રકારના તાણ વગર શાંતિ અનુભવાય ત્યારે ઈશ્વરનો આભાર માનવાનો કે "જીવનની આ સુંદર ક્ષણ આપવા માટે તમારો આભાર."

         ઘણી વખત એક તકલીફ માંડ પૂરી થઈ હોય ત્યાં બીજી આપણી રાહ જોતી હોય એવું બને. આવા સમયે એવું વિચારવાનુ કે ભગવાન આપણી કસોટી કરી રહ્યા છે,તે જોઈ રહ્યા છે કે મારા મનની સહનશક્તિ કેટલી મજબૂત છે, તેમને પ્રાર્થના કરવાની કે હું હારી ના જાઉં અને તકલીફોમાં ટકી શકું એવી શક્તિ અર્પે.સંઘર્ષના અંધકાર સામે લડતા રહી એક સુંદર તેજોમય સવારની આશાને સદા જીવતી રાખવાની.ભગવાન ક્યારેક અધૂરી ઈચ્છાઓ,જીવનમાં કંઈક કરવાનાં સપનાઓ પૂર્ણ કરે ત્યારે સુખનો છાંયડો છવાય જાય છે. આ સુખના છાંયડામાં અભિમાનનું ગ્રહણ ના લાગે અને  સુખની ક્ષણોમાં હૃદયને  સમભાવના જન્મ માટે કેળવવું જોઈએ.

       મોટા ભાગે માનવી પોતે સહન કરેલ કષ્ટ અને પોતે જતું કરેલ વસ્તુઓના દુઃખની બીજા સમક્ષ ફરિયાદ કરવાની એક પણ તક ચુકતો નથી. ઘણી વાર ભૂતકાળની ફરિયાદને વારંવાર વર્તમાનમાં વાગોળીને જાતે કરીને પોતાની સુખ-શાંતિમાં આગ લગાડે છે.માનવજાતનો સહજ સ્વભાવ છે કે પોતે સહન કરેલી તકલીફોને કોઈ સાંભળે. પણ, ભૂતકાળમાં જીવીને શું ફાયદો? પોતાની જાતને સતત ફરિયાદની આગથી બાળવાને બદલે કંઈ પણ મેળવવાની ભાવના વગર આપણે વધારે ને વધારે શું અર્પણ કરી શકીએ છીએ તે વિચારવું જોઈએ.

જીવનમાં ઘણું બધું હોય પણ જો સંતોષનો મીઠો ઓડકાર ના આવે તો બધું વ્યર્થ છે.સતત કંઈક ખૂટવાની આગ માણસને અશાંત બનાવે છે, જીવનની દરેક બાબતે પોતાની ફરજ નિભાવી, શક્તિ પ્રમાણે કર્તવ્ય નિભાવી સંતોષી રહેનાર જ સાચું સુખ ભોગવી શકે છે.

કંઈક મેળવવા માટે ખૂબ જ મહેનત કરી હોય અને ધાર્યું પરિણામ ના મળે તો આગળનો માર્ગ ધુંધળો બની જાય છે.ત્યારે ભગવાન પર શ્રદ્ધા દાખવી કર્મ કરતા રહીએ તો આત્મવિશ્વાસ નામની જ્યોત પ્રજવલ્લિત બને છે.આ જ્યોત નવા માર્ગોને જગમાગાવી જાય છે.

હૃદયમાં જન્મતી મિશ્રિત લાગણીઓમાં જીવનના ચિત્રને બગાડનાર લાગણી પર જ આપણું ધ્યાન કેન્દ્રિત શાં માટે રહે છે? શાં માટે આપણે સારી લાગણીના રંગોથી જીવનને સુંદર રીતે સંયોજી નથી શકતા?

ધારા મનિષ ગડારા "ગતિ".

ENGLISH TRANSLATION


Sometimes the heart hurts a lot,


 So often the mind feels wonderful peace.



 Sometimes it seems like life is full of struggle,


 So often not seen even in a dream you get unseen immense happiness.



 Sometimes a fire burns inside with


a burden of complaints,


 So often the sweet belch of contentment gives satisfaction.



 Sometimes frustration blurs every way of life,


 So often the light of the soul illuminates a new path.



 The Creator has perfected the mixed colors of emotion,


 So why not decorate life with blooming colors?



 The Creator has wonderfully created the human heart.  Different forms of emotion are born from the heart.  Sometimes very sad, sometimes very happy.  There are many types of values ​​in the heart that give birth to emotions according to the situation.


 Only the one who can maintain the stability of his mind amidst the various emotions arising from the heart can cultivate his life. The one who can adopt the virtue of patience in any situation of life can also maintain the stability of any emotion of the heart.  Sometimes unbearable pain comes suddenly when the mind is constantly surrounded by negativity.  If we do not face negativity then we will fall into the trap of thoughts and in the end we will take a wrong step in life.  But, if we keep explaining to ourselves that what God expected happened and His will is the best for this world, then perhaps the burden of the mind will be lightened by faith in God.  In the same way, sometimes when there is peace of mind without any kind of stress, to thank God is to say, "Thank you for giving me this beautiful moment of life."


 Sometimes when one problem is barely over, the other is waiting for us.  To think that God is testing us at such a time, to see how strong the endurance of my mind is, to pray that I do not get lost and give me strength to sustain to in adversity.Fighting the darkness of struggle to keep alive the hope of a beautiful radiant morning forever.  Sometimes when God fulfills unfulfilled desires, dreams of doing something in life, the shadow of happiness spreads.  Ego should not be felt in this shade of happiness and in happy moments the heart should be trained for the birth of equality emotions.


 Most of the time human beings do not miss a single opportunity to complain to others about the hardships they have endured and the pain of the things they have lost.  It is the instinct of mankind that one listens to the sufferings one has endured.  Also, what is the benefit of living in the past?  Instead of burning ourselves with the fire of constant complaint, we should think about what we can offer more and more without the spirit of getting anything.


 There is a lot in life but if there is no sweet belching of satisfaction then everything is in vain.The fire of constantly missing something makes a man restless, only he who is satisfied by fulfilling his duty in every matter of life, fulfilling his duty according to his power can enjoy true happiness.

 If you have worked hard to get something and do not get the expected result, then the way forward becomes dim.Then if we continue to do deeds showing faith in God, the flame called self-confidence becomes radiant. This flame ignites new paths.


 Why do we focus on the emotion that spoils the picture of life in the mixed emotions born in the heart?  Why can't we draw picture of life beautifully with the colors of good feelings?


 Dhara Manish Gadara "GATI".







 







          J

        

          


Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow