Raise your inner voice
નિડર બનું હું,
અંતરમનનો અવાજ ઉઠાવવા.
સક્ષમ બનું હું,
વિનમ્રતાથી વિરોધોનો સામનો કરવા.
માનવી પોતાના અંતઃકરણના અવાજને જાગ્રત કરે અને તેને અનુસરે તો કોઈ પણ પરિસ્થિતિમાં તે સ્થિર અને શાંત રહી શકે છે. પણ, આ અવાજને ઉઠાવવો સરળ નથી. બધા લોકો પહેલેથી જે કરતા આવ્યા છે તેના કરતા અલગ અને નવો માર્ગ તમારું મન ચિંધતું હોય તો, તે માર્ગે ચાલવા સાહસ અને ધૈર્ય જરૂરી છે. તેના માટે લોકો મૂર્ખ સમજે કે કોઈ પણ નામનું લેબલ લગાવે તેમનાથી ડર્યા વગર હિંમતથી એક -એક ડગલું આગળ વધી અંતરઆત્માના અવાજને બુલંદ બનાવવા પ્રયાસોરૂપી ઝરણાંને સતત વહેવા દો.
તમારી દ્રષ્ટિએ જે સત્ય હોય તે બીજાની દ્રષ્ટિએ કદાચ ના પણ હોય. તમને જે સત્ય લાગે છે અને વાસ્તવમાં તે યોગ્ય હોય તો તેને રજૂ કરતા અચકાવું ના જોઈએ. બીજાના મનને ઠેસ પહોંચાડ્યા વગર પોતાના વિચારો રજૂ કરવાની આવડત કેળવવી જોઈએ. તેમ કરવા જતા અનેક જાતના વિરોધો પણ ઉદભવે. આ વિરોધનો પણ વિરોધ કરવાની આવડત જેનામાં હોય તે પોતાની વાત બીજા સુધી યોગ્ય રીતે પહોંચાડી શકે છે. એટલેકે, જે વ્યક્તિ વિરોધના વંટોળમાં ઉગ્ર બને છે તે ખુદ પોતે જ તે વંટોળમાં ખોવાય જાય છે. જયારે,વિરોધના વંટોળનો પુરેપુરી નમ્રતા અને ધૈર્યપૂર્વક સામનો કરી હિમાલય જેવી અડગતા પ્રાપ્ત કરે છે, તે સફળતાપૂર્વક પોતાનો અવાજ બુલંદ બનાવી શકે છે.
પોતાને જે સાચું લાગે છે તે નિડરતાપૂર્વક કહેવું જ જોઈએ પણ, તેને રજૂ કરવાની રીત યોગ્ય હોવી જોઈએ. સામે રહેલા માણસનું તમે અપમાન કરીને કે તેને નીચા બતાવીને તમે સાચા છો એ સાબિત ના કરી શકો. તમારી સાચી વાત બીજાનું માન જાળવીને નમ્રતાપૂર્વક રજૂ કરશો તો તે બીજા સુધી સરળ રીતે પહોંચી શકશે.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
Be fearless i
To raise the voice of inner strength.
Be able to
To face opposition with humility.
Human being can remain stable and calm in any situation if awakens and follows the voice of own conscience. Also, raising this voice is not easy. If your mind is set on a different and new path than all the people have already been doing, it takes courage and patience to walk on that path. Let the people think that it is foolish for them to label any name, you have to become fearless nd stand your side with courageous.
What is true in your eyes may not be true in the eyes of others. You should not hesitate to present what you think is the truth and if it is actually true. One should develop the ability to express one's thoughts without hurting others. In doing so, many kinds of opposition also arise. Even those who have the ability to oppose this opposition can properly convey their message to others. That is, the person who becomes violent and lose the temper whirlwind of protest loses own self.However, with the utmost politness and patience in facing the whirlwind of opposition, achieves Himalayan-like resilience, can successfully raise own voice self.
You have to say what you think is right, but the way you present it must be the right way. You cannot prove that you are right by insulting or demeaning the person in front of you. If you present your truth politely while respecting others, you will be able to reach others easily.
Dhara Manish Gadara "GATI".
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete