Amrit Mohotsav of Freedom 15/08/2022
આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવતો દેશ તિરંગાના રંગે રંગાય ગયો છે. દર વર્ષે ફક્ત શાળા-કોલેજ, કાર્ય-સ્થળ કે કોઈ સંસ્થામાં ધ્વજ વંદન થતું. આ વર્ષે ઘરે-ઘરે તિરંગાને લહેરાતા જોઈને દેશના રખેવાળો પણ અંતરથી ખુશ થતા હશે.આ તિરંગાને સંપૂર્ણ સન્માન સાથે સાચવવાની જવાબદારી દરેક નાગરિકની છે. ક્યાંય આમતેમ દેશના સન્માનનું પ્રતિક રખડવું ના જોઈએ.રાષ્ટ્ર-ધ્વજને સાચવીને-સંભાળીને તેની જાળવણી કરવી એ પણ એટલો જ દેશપ્રેમ છે. ફાટેલા કે તૂટેલા ધ્વજને પુરા સન્માન સાથે દફન કરવો જોઈએ.તિરંગાને લહેરાવીને પછી પુરા સન્માન સાથે તેની જાળવણી એ આપણો રાષ્ટ્ર ધર્મ છે.
અંગ્રેજોએ આશરે બસો વર્ષ આપણા દેશ પર શાસન કરેલું.હિંસા અને અહિંસાના માર્ગે ચાલેલા વીરલાઓની સ્વતંત્ર ભારતની માંગ અંતે અંગેજોએ પુરી કરવી જ પડી. થાકેલી-હારેલી અંગ્રેજ સરકારે 14-15 ઓગષ્ટ 1947ના દિવસે ભારતને તેનો હક સુપરત કર્યો. અડધી દુનિયા પર હકુમત કરતી અંગ્રેજ સરકારનાં શાસનમાંથી આઝાદી મેળવવી સરળ ન હતી. આ આઝાદી મેળવવા સામુહિક પ્રજા અને તેમનું નેતૃત્વ કરનારે કેટલા અત્યાચારો સહન કરેલા, કેટલી કુરબાનીઓ આપી, કેટલા જીવન હોમ્યા , ત્યારે આ મહામૂલી આઝાદી મળી.નિસ્વાર્થ ભાવે પોતાનું કર્મ કરનાર તમામ નામી-અનામી વીર -વીરાંગનાઓને વંદન.
અત્યારે ભારત દેશનું નેતૃત્વ મજબૂત હાથમાં છે.મારા જેવા ઘણા ભારતીયોને વિશ્વાસ છે કે આ મજબૂત હાથ ભારતને એક વિશ્વગુરુના રૂપે નિર્માણ કરશે.દરેક ભારતીયની ફરજ છે કે તે પોતાના દેશના મહાન વરસાને જાણે, જાળવે અને વધારે.લાલ કિલ્લા પર આજના દિવસે કરેલુ શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન દેશને એક નવો માર્ગ ચીંધાડે છે કે આવનારા પચીસ વર્ષોમાં દરેક ભારતીયે સંકલ્પ બળથી પોતાના દેશના વિકાસમાં ફાળો આપવો. દિકરા-દીકરીની સમાનતાની તેની વાત અને કાર્ય ખરેખર પ્રશંસનીય છે.નારીના સન્માનની વાત ફક્ત વાત જ નથી. તેમને એ દિશામાં કામ પણ કર્યા છે. અત્યાર સુધી સૈનિક શાળાઓમાં ફક્ત દીકરાઓ જ ભણી શકતા. તેમને દીકરીઓને પણ સૈનિક શાળામાં ભણી શકવાની તક આપી. ફક્ત આ એક જ નહીં પરંતુ એવા ઘણા ક્ષેત્રો છે જેમાં મહિલાના વિકાસ માટે સમાન તકના પ્રયાસ કર્યા છે.
આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે સૌ દેશબાંધવો અને શહીદોને નમન.દેશવાસીઓ દેશને વિકસિત કરવાના, તેને આત્મનિર્ભર બનાવા માટે સંકલ્પ અને પ્રયાસ કરે એવી અભ્યર્થના....
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
The country celebrating the elixir of freedom has been painted in the color of the tricolor. Every year the flag is saluted only in school-college, work-place or any institution. This year, the soldiers of the country will also be happy to see the tricolor waving from house to house. It is the responsibility of every citizen to preserve this tricolor with full respect. The symbol of the country's honor should not be scattered anywhere. Protecting the national flag by preserving it is also patriotism. Torn or broken flags should be buried with full respect. It is our national religion to hoist the tricolor and then maintain it with full respect.
The British ruled our country for about two hundred years.At last The demands of freedom fighters walked on path of violence -non violence is only independent India that had to be fulfilled by British.An exhausted-defeated British government surrendered its claim to India on 14-15 August 1947. It was not easy to gain independence from the rule of the British government that ruled over half the world. To get this freedom how commom man endure, how many sacrifices, how many lives were sacrificed, then this great freedom was achieved.Salutations to all the told and un told heroes who selflessly did their work.
Right now the leadership of India is in strong hands. Many Indians like me believe that this strong hand will make India a world leader. It is the duty of every Indian to know, maintain and enhance the great heritage of our country. Shri Narendra Modi's address at the Red Fort today marks a new path for the country that in the next twenty five years every Indian should be determined by contribution to the development of country. His talk and work of equality between sons and daughters is really commendable. The talk of respect for women is not just a talk. He has also worked in that direction. Until now, only boys could study in sainik school of India. He also gave daughters an opportunity to study in Sainik school. Not only this one but there are many areas in which efforts have been made to provide equal opportunities for the development of women.
Salutations to all the Builders of country and martyrs on the occasion of Amrit Mohotsav of Azadi. Request that the countrypeople resolve and strive to develop the country, make our country self-reliant....
Dhara Manish Gadara "Gati".
Agreed with your thoughts
ReplyDelete🙏🙏😊😊🇮🇳🇮🇳
DeleteYes, The GOOD TIME Or THE GOD or THE TRUTH wins after 1, 2, 3 100 or 1000 days or after 1, 2, 10, 100, 1000, 100000 or after infinitive years that way only THE GOOD TIME Or The BAD TIM er THE UNTIME Balance maintain in the Universes and The Universes survives.
ReplyDelete