Maintain consistancy in different situation.


 સમયની ધારા સાથે વહેતો રહે મહેનતનો પ્રવાહ,

લે પ્રવાહને ના મળે તેની મંઝિલ,

ગમે તેટલા તોફાનો આવે,
પણ, પ્રવાહ જો સંભાળી શકે તેની ગતિ,
ને નિત્ય નિરંતર બની વહેતા રહે,
તો મંઝિલને રહેશે વેગને મળવાની તાલાવેલી.


આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે, શું સમયના પ્રવાહની સાથે આપણા જીવનની ગતિ યોગ્ય દિશામાં વહી રહી છે? આ પૃથ્વી પર મેં જેટલા શ્વાસો લીધા તેના બદલામાં મારાથી કાંઈ મૂલ્યવર્ધક પ્રયાસ થયો? જો તેનો યોગ્ય જવાબ ના મળે તો સમજી લેવું કે આપણે ફક્ત જીવનને પૂરું કરી રહ્યા છીએ, જીવી રહ્યા નથી.  મૂલ્યવર્ધક પ્રયાસ એટલે આપણી અંદર છુપાયેલા રત્નને ઓળખીને તેને ચમકાવીને, જગતને જગમગાવાનો પ્રયાસ. દરેકની અંદર ઈશ્વરે અલગ-અલગ કલાઓ રોપી છે, તેને વિકસાવીને આપણી જાતની સાથે જગતનો વિકાસ થાય એવું કંઈક કરીએ. જો આપણે સાતત્યપુર્ણ આપણું કાર્ય કરતા રહીશું, હિંમત હાર્યા વગર, પરિણામની પરવા કર્યા વગર કાર્યમાં પ્રાણ રેડી દઇશુ, તો તેનું ફળ આપણા ધાર્યા કરતા પણ વધારે મળશે.

દરેકને જીવનમાં સંઘર્ષ હોય જ છે. ફરક ફક્ત વિચારોનો હોય છે. કોઈ આરામદાયક વર્તુળમાંથી પોતાની જાતને બહાર કાઢવા માંગતા જ નથી ને સતત પોતે ઉભી કરેલી પરિસ્થિતિ માટે બીજી કોઈ વ્યક્તિ કે સ્થિતિને જવાબદાર ઠેરવતા હોય છે. જયારે અમુક લોકો સંઘર્ષ સામે લડતા હોય છે, પડતા હોય છે, જાતને સંભાળતા હોય છે ને ફરીથી ઉભા થવાની શક્તિ ધરાવતા હોય છે. સંઘર્ષ સામે લડીને જાતનું ઘડતર જાતે કરતા હોય છે.

પોતાના જીવનની સ્થિતિ માટે બીજાને જવાબદાર સમજનાર પોતાની જ જવાબદારીમાંથી છટકતા હોય છે. પોતે રચેલા આરામના વર્તુળની બહાર જાતને ધકેલવાની હિંમતનો અભાવ હોય છે, મહેનત કરવાની શક્તિનો અભાવ હોય છે, મજબૂત સંકલ્પ શક્તિ અને કાર્ય શક્તિનો અભાવ હોય છે. આપણા ભાગ્ય નિર્માતા આપણે જ છીએ. કોઈ બીજી સ્થિતિ કે વ્યક્તિ નહીં.

જેમને પડવાનો ડર નથી, પડે તો જાતને સંભાળવાની તાકાતની સાથે અડગ મનોબળ છે, જે પોતાની આજની સ્થિતિ માટે કોઈ બીજી વ્યક્તિ કે પરિસ્થિતિને દોષિત ના ઠેરવે અને પોતાનું ભાગ્ય લખવાની કલમનો ઉપયોગ જે જાણે તે પોતાના હસ્તાક્ષર અંકિત કરતા હોય છે.

ધારા મનિષ ગડારા "ગતિ".


ENGLISH TRANSLATION






The flow of hard work flows with the flow of time,

 Even if the flow does not find its destination,

 No matter how many storms come,
 But, if the flow can handle its consistancy,
 May flow forever and ever,
 So the destination will have to catch up the path.

We should ask ourselves, is the momentum of our life flowing in the right direction with the flow of time?  What value-adding effort have I made in exchange for the breaths I have taken on this earth?  If the right answer is not found, understand that we are only completing life, not living.  A value-adding effort is an effort to make the world shine by recognizing the jewel hidden within us and shining it.  God has planted different arts within each of us, let's develop them and do something to develop the world along with ourselves.  If we continue to do our work consistently, without losing courage, without caring about the result, we will pour life into the work, then its fruit will be more than we expected.

Everyone has struggles in life.  The difference is only in thoughts. There are two types of people. Some people don't want to get out of their comfort zone and constantly blame someone else or situation for the situation they created.  While some people fight against struggles, fall, pick themselves up and have the strength to get back up.  They build themselves by fighting against the conflict

Those who hold others responsible for the state of their lives are escaping from their own responsibility.  There is lack of courage to push oneself outside the circle of comfort  that one has created, lack of energy to work hard, lack of strong will power and work power.  We are the makers of our destiny.  No other condition or person.

Those who are not afraid of falling, have the strength to pick themselves up if they fall, who do not blame another person or situation for their current situation and use the pen to write their destiny,they are created their own signature on the path of life.


 Dhara Manish Gadara "Gati".



Comments

Post a Comment

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow