Problem or Solution : Choice is ours


જેવું વાવીએ તેવું જ લણીએ,

કાંટા વાવ્યા હોય ત્યાં બાવળ જ ઉગે.
આજનો સમય જ્યાં વપરાયો હોય,
તે જ વળતર આવતીકાલે મળે.
પ્રેમ, મદદ, સહકાર આપ્યો હોય,
તો નિઃશંકપણે એ જ મળશે.
ઉપેક્ષા, અપમાન કે અન્યાય કર્યો હોય,
તો સ્નેહના ફૂલોની અપેક્ષા રાખવી વ્યર્થ છે.


ક્યારેક આથમતા સૂર્યનું દર્શન નિહાળશો તો ખ્યાલ આવશે કે સમય કેટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે. એ ઝડપથી પસાર થતા સમયમાં આપણે જે કરીએ છીએ એ જ આપણું આજનું અને ભવિષ્યનું જીવન છે.

વીતતા સમય અને શ્વાસો સાથે શું આપણે અર્થસભર જીવન જીવીએ છીએ? અર્થસભર અર્થ ફક્ત એટલો જ કે, કશા પણ બોજ વગર, હળવા મને સમય સાથે ચાલવું. 

આજનો સમય એવો છે કે, ઈચ્છવા ના છતાં માણસ માર્ગથી ભટકી જાય છે. કેમકે, ડગલે ને પગલે ડિજિટલની દુનિયાના કાંટામાં સમય કેવી રીતે પસાર થઈ જાય એ જ ખ્યાલ નથી રહેતો. ડિજિટલની દુનિયાના ફૂલો વીણીને સુગંધ માણતા આવડે, તો સવાયું, પણ, મોટાભાગનો સમય કાંટામાં જ ખૂપેલો રહે છે. તેના કારણે સ્વવિકાસ, પરિવાર અને બાળકો સાથેનો સમય બધું અધૂરું રહી જાય છે.

જયારે બાળકને તમારી જરૂર હોય, ત્યારે માતા-પિતા ને પરિવારના દરેક સદસ્ય મોબાઈલમાં પડ્યા હોય, ત્યારે બાળક એ જ વસ્તુ તમારી પાસેથી શીખે છે. તમે શીખવાનું બાજુ પર રાખી મનોરંજન માટે કલાકોના કલાકો મોબાઈલ પર વ્યતીત કરતા હોય, તો તમારું બાળક એ જ શીખશે. તમે ફક્ત તમને મોજ પડે એવી જગ્યાએ જ ફરો, દુનિયાદારી જ નિભાવો અને તમારા જ બાળક માટે તમને દિવસમાં ફક્ત અડધી કલાકનો પણ સમય ના મળે, તો, તે બાળક ભવિષ્યમાં તમારી બધી વાત માને એ આશા રાખવી વ્યર્થ છે. માતા હોય તો, ઘરકામ અને બીજી બધી જવાબદારીઓ નિભાવાની સાથે બાળક પાસે થોડો સમય બેસીને વાત કરવાનો સમય કાઢવો જ જોઈએ. એટલે ભવિષ્યમાં એ બાળકને પોતાના મનની વાત બહાર નહીં પણ પોતાના જ સાથે છૂટથી કરી શકે. પિતા હોય તો ધંધા-નોકરીનું કાર્ય પુર્ણ થયા બાદ તમે ઈચ્છો તો આરામથી બાળકની પાસે બેસીને દિનચર્યા જાણી શકો છો. 

એક વખત ટેવ કેળવાઈ જાય, તો પછી તે પ્રમાણેનું વર્તન સાહજિક બની જાય છે. ડિજિટલની દુનિયાના કાંટામાં જ ખુપેલા રહેશું તો કરવાનું ઘણું બધું છૂટી જશે, ને સ્વભાવ ચીડિયો ને સ્વાર્થી બનતો જશે. સ્વાર્થી સ્વભાવ અન્યની ઉપેક્ષા, અપમાન કે અન્યાય કરતા અચકાતો નથી. 

સમયના સુયોગ્ય આયોજનથી કાર્ય કરશું અને ડિજિટલની દુનિયાના ફૂલ ચૂંટશું તો જીવન પણ મહેકી ઉઠશે. મહેકેલું જીવન આસપાસ પણ સુગંધ પ્રસરાવી અન્યને પણ મહેકાવી શકશે.

કાંટા વાવીને બાવળ ઉગાડવા કરતા, છોડ વાવીને પુષ્પને ખીલવવું આપણા હાથમાં છે. બાકી, સમય પોતાની ગતિ ચાલુ જ રાખશે, સમય સમયનું કામ અવશ્ય કરશે જ.

ધારા મનિષ ગડારા "ગતિ".


ENGLISH TRANSLATION 



As you sow, 

so shall you reap; 

Where thorns are sown,

 acacia will grow. 

Where today's time is spent, 

the same reward will be received tomorrow. 

If you have given love, help, and cooperation, 

you will undoubtedly receive the same.

 If you have neglected, insulted, or done injustice,

 it is futile to expect flowers of affection.

Sometimes, if you watch the setting sun, you will realize how quickly time is passing. What we do in that fast-passing time is our present and future life.


Do we live a meaningful life with the passing time and breaths? Meaningful means only that, without any burden, we walk lightly with time.

Today's time is such that, despite not wanting to, people go astray. Because, step by step, one does not realize how time passes in the thorns of the digital world. If one can pluck the flowers of the digital world and enjoy their fragrance, then it is good, but most of the time remains in the thorns. Due to this, self-development, time with family and children remains incomplete.


When a child needs you, when parents and every member of the family are on their mobile, the child learns the same thing from you. If you keep learning aside and spend hours on your mobile for entertainment, then your child will learn the same. If you only go to places where you have fun, maintain worldliness and do not get even half an hour of time a day for your own child, then it is futile to hope that that child will listen to everything you say in the future.  If you are a mother, you must take some time to sit with your child while doing housework and other responsibilities. This way, in the future, your child will be able to talk freely to you and not outside. If you are a father, after completing your work, you can sit with your child comfortably and learn about their daily routine.so attachment nd bonding also develop.

Once a habit is formed, then the behavior becomes natural. If we remain immersed in the thorns of the digital world, we will lost a lot to do, and our nature will become irritable and selfish. The selfish nature does not hesitate to neglect, insult or do injustice to others. 


If we work with proper planning of time and pick the flowers of the digital world, then life will also be fragrant. A fragrant life will spread its fragrance around and will be able to make others smell fragrant too. 


Instead of planting thorns and growing acacia, it is in our hands to plant plants and make flowers bloom. Otherwise, time will continue its pace, it will definitely do its work from time to time. 


Dhara Manish Gadara "Gati".








Comments

Popular posts from this blog

Birthday of Krishnavi

People judge our personality not by what we say but by what we do

Life is the journey of happiness and sorrow