Human nature always understands value only after having a bad experience.
જીવનમાં જયારે વસ્તુ, વ્યક્તિ કે ઘટનાનો ખરાબ અનુભવ થાય પછી જ સારી વસ્તુ, વ્યક્તિ કે સુખદ ઘટનાનું મૂલ્ય સમજાતું હોય છે.
જીવનમાં જે સરળતાથી મળી જતું હોય, તેનું મૂલ્ય માનવ સ્વભાવને ત્યારે જ સમજાઈ, જયારે તે હયાત ના હોય અથવા તેના બદલે સરખી જ પરિસ્થિતિ માટે કોઈ ખરાબ અનુભવ મળ્યો હોય, પછી ભલે તે વસ્તુ હોય, વ્યક્તિ હોય કે ઘટના હોય.
રોજબરોજના જીવનમાં આપણને એટલી અઢળક સુવિધાઓ મળી છે, એ સુવિધાઓ ભોગવતા હોય, ત્યારે તેનો વેડફાટ બેફિકર કરીએ છીએ, જયારે તે જ વસ્તુ થોડા સમય માટે ના મળે, તો સતત તેની ઉણપ જ વર્તાયા કરે. જેમ કે ઘરમાં પાણી આવતું હોય, તો તેનો બગાડ કરવામાં આપણે પાછું વળીને જોતા નથી, પણ, જયારે કોઈ કારણસર પાણી ના મળે અથવા પાણી મળવાનો સ્ત્રોત થોડા દિવસ પૂરતો કોઈ બીજો હોય, તો આપણે ઘાંઘા બની જઈએ છીએ. એવી જ રીતે ઇલેક્ટ્રિસીટી હોય, ત્યારે બિનજરૂરી બગાડ કરીએ અને જયારે થોડા કલાકો ના હોય અથવા ઇન્વર્ટર પર રહેવાનું થાય, ત્યારે આપણને તેની કિંમત સમજાઈ.
જીવનમાં આપણને એવું બીજું ઘણું બધું મળ્યું હોય છે, જેની આપણને કદર નથી, જયારે ઘણા લોકો તે જ મેળવવા ઝંખતા હોય છે. ઘણી મહેનત કરવા છતાં તેઓ ત્યાં આંબી નથી શકતા જેમની અમુક લોકોને મળ્યું હોય એટલે કદર નથી હોતી.
એવી જ રીતે કોઈ વ્યક્તિ પાસેથી તમામ પ્રકારની અપેક્ષાઓ રાખીએ અને તે વ્યક્તિ તેને ગમે કે ના ગમે, પોતાના અંગત સપનાઓ મારીને બધી અપેક્ષાઓ હસતા મોઢે પોતાની જવાબદારી સમજી પુરી કરતી હોય, ત્યારે તેની કદર ના થાય અથવા સતત વધારે ને વધારે અપેક્ષાઓ તેના પર થોપવામાં આવે. પણ, જયારે તે વ્યક્તિની ગેરહાજરી હોય અથવા તેના જ સ્થાને બીજી વ્યક્તિ તરફથી અપેક્ષાઓ પુરી થવાની વાત તો દૂર રહી, પણ, તે વ્યક્તિ સામે વારંવાર કોઈ કારણ વગર નમવું પડે, ત્યારે ખરા અર્થમાં જીવનમાં મળેલી પેલી વ્યક્તિએ આપેલા ભોગ, સમર્પણનું મૂલ્ય સમજાતું હોય છે.
આપણા રોજબરોજના જીવનમાં એવી કેટલીય સુખદ ઘટનાઓ બને છે, જેને આપણે નિહાળી નથી શકતા. સૌ પ્રથમ તો આપણુ તંદુરસ્ત શરીરનું મૂલ્ય જ્યારે આપણે બીમાર થઈએ અથવા કોઈ અસાધ્ય બીમારી આવી પડે, ત્યારે થતી હોય છે. આપણને ભૂખ લાગે ત્યારે જે ભોજન આપણે મોઢું બગાડીને લઈએ, તે ખાવા માટે ઘણાય લોકો તડપે છે અને જીવનમાં આપણી પાસે એવું ઘણું બધું છે જેનું મૂલ્ય નથી સમજાતું.
ઈશ્વરનો આભાર કે મને આવું સરસ મનુષ્ય દેહ મળ્યો, તમામ પ્રકારની ભૌતિક સુખસગવડતાઓ મળી, સારા સંબંધો મળ્યા, સારી સમજણ શક્તિ અને કર્મ શક્તિ મળી. જે નથી તેની ફરિયાદ નહીં, પણ જે છે તેના પ્રત્યે કૃતજ્ઞ બનીએ તો જીવતર ખરેખર મહેકી ઉઠે છે.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
When we have a bad experience with a thing, person or event in life, we understand the value of a good thing, person or pleasant event only after we have experienced it bad.
Human nature understands the value of what is easily available in life only when it is no longer available or instead we have had a bad experience for the same situation, whether it is a thing, person or event.
In our daily life, we have received so many facilities, when we enjoy those facilities, we waste them without worrying about it, when we do not get the same thing for a while, we constantly feel its deficiency. Just like if there is water, we do not look back at wasting it, but when for some reason we do not get water or the source of water is some other for a few days, then we can not suffer it. Similarly, when there is electricity, we waste it unnecessarily and when it is not available for a few hours or we have to live on inverter, then we understand its value.
We have received many other things in life, which we do not appreciate, while many people yearn to get the same. Despite working hard, they are not able to reach the place where some people have received, so they are not appreciated.
Similarly, if we have all kinds of expectations from a person and whether that person likes it or not, fulfills all the expectations with a smile on his face, at the cost of personal dreams and considering it owns responsibility, then one is not appreciated or more and more expectations are constantly imposed. But, when that person is absent or in place, far from fulfilling the expectations from another person, but, we have to bow down to that another person repeatedly without any reason, then we truly understand the value of the sacrifice and dedication given by that person in life.
There are many such pleasant events that happen in our daily life, which we cannot see. First of all, the value of our healthy body is when we fall ill or suffer from an incurable disease. Many people crave for the food that we spoil and there are many things in life that we do not understand the value of.
Thank God that I got such a beautiful human body, got all kinds of material comforts, got good relationships, got good understanding power and karma power. If we do not complain about what we do not have, but become grateful for what we have, then life will truly be full of joy.
Dhara Manish Gadara "Gati".


Comments
Post a Comment