Problem or Solution : Choice is ours
જેવું વાવીએ તેવું જ લણીએ, કાંટા વાવ્યા હોય ત્યાં બાવળ જ ઉગે. આજનો સમય જ્યાં વપરાયો હોય, તે જ વળતર આવતીકાલે મળે. પ્રેમ, મદદ, સહકાર આપ્યો હોય, તો નિઃશંકપણે એ જ મળશે. ઉપેક્ષા, અપમાન કે અન્યાય કર્યો હોય, તો સ્નેહના ફૂલોની અપેક્ષા રાખવી વ્યર્થ છે. ક્યારેક આથમતા સૂર્યનું દર્શન નિહાળશો તો ખ્યાલ આવશે કે સમય કેટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે. એ ઝડપથી પસાર થતા સમયમાં આપણે જે કરીએ છીએ એ જ આપણું આજનું અને ભવિષ્યનું જીવન છે. વીતતા સમય અને શ્વાસો સાથે શું આપણે અર્થસભર જીવન જીવીએ છીએ? અર્થસભર અર્થ ફક્ત એટલો જ કે, કશા પણ બોજ વગર, હળવા મને સમય સાથે ચાલવું. આજનો સમય એવો છે કે, ઈચ્છવા ના છતાં માણસ માર્ગથી ભટકી જાય છે. કેમકે, ડગલે ને પગલે ડિજિટલની દુનિયાના કાંટામાં સમય કેવી રીતે પસાર થઈ જાય એ જ ખ્યાલ નથી રહેતો. ડિજિટલની દુનિયાના ફૂલો વીણીને સુગંધ માણતા આવડે, તો સવાયું, પણ, મોટાભાગનો સમય કાંટામાં જ ખૂપેલો રહે છે. તેના કારણે સ્વવિકાસ, પરિવાર અને બાળકો સાથેનો સમય બધું અધૂરું રહી જાય છે. જયારે બાળકને તમારી જરૂર હોય, ત્યારે માતા-પિતા ને પરિવારના દરેક સદસ્ય મોબાઈલમાં પડ્યા હોય, ત્યારે બાળક એ જ વસ્તુ તમા...