True Success of Life
નથી નકામું ઈશ્વરનું કોઇ પણ સર્જન, સભર છે છુપાયેલા રત્નથી એક-એક સર્જન. સ્વમાં ડોકિયું કરી પામી લે આ રત્નને, કર સાકાર ઈશ્વરના આ અમૂલ્ય સર્જનને . દરેક મનુષ્યમાં કોઇને કોઇ શક્તિ છુપાયેલી હોય છે, કોઇ પાસે કલા હોય, કોઇ પાસે આવડત હોય, કોઇ પાસે બુદ્ધિ હોય. ટૂંકમાં કહું તો કુદરતના ઘડેલા માનવીમાં કાંઈક તો શક્તિરૂપી ખજાનો છુપાયેલો જ હોય છે. પણ, મોટા ભાગના માનવી એ નથી જાણતા કે તેની અંદર કયું ખજાનારૂપી રત્ન છુપાયેલું છે.બધા પાસે એક જ પ્રકારની શક્તિની અપેક્ષા ના રાખી શકાય. કુદરતે બધામાં અલગ-અલગ પ્રકારની શક્તિનું સર્જન કર્યું છે, જેથી બધાને એકબીજાનો લાભ મળે. કોઇ કામ નાનું નથી હોતું.એક માળી પાસે ફૂલો યોગ્ય રીતે ખીલી શકે એ માટે બિનજરૂરી પાનની કાપણી કરવાની આવડત હોય છે, તેની આ આવડતથી જ ફૂલોનો બગીચો સુંદર બને છે. બધા કામને પોત-પોતાનું મહત્વ હોય છે.પણ, મનુષ્યને ગાડરિયા પ્રવાહમાં ચાલવું વધારે પસંદ છે. પહેલેથી નક્કી કરેલા ક્ષેત્રોમાં દોડતા માનવીમાંથી જે આગળ નીકળે તે જ સફળ ગણાય છે.એ નક્કી કરેલી બાઉન્ડરીની બહ...