Which way ?: A little happiness or true happiness
નથી રહેતું સત્ય છુપુ, કરે કોશિશ હજાર. સત્યની સાબિતી માટે શાને પૂછવું? અસત્યની આંખો કહી દેશે સમગ્ર ચિતાર. જેવી રીતે સૂરજના તેજને ઢાંકી શકાતું નથી તેવી જ રીતે સત્યને પણ છુપાવી શકાતું નથી.સત્યનો માર્ગ કાંટાળો હોય શકે, તકલીફો વેઠવી પડે.પણ, અંતે સત્યની જ જીત થાય છે. તમે આજે તેને છુપાવી શકો, પણ એક દિવસ તો તે બહાર આવશે જ એ નક્કી છે. પછી, હંમેશને માટે માર્ગ કાંટાળો જ રહે છે. કેમકે, આપણે બીજાનો વિશ્વાસ, ભરોસો ખોઈ બેસીએ છીએ. એક વખત વિશ્વાસને ગુમાવીએ તો ફરીથી તેને મેળવવા ઘણી કસોટીમાંથી પસાર થવું પડે છે. તેના કરતા બહેતર છે થોડા સમયની ખુશી માટે અસત્યનો સહારો ના લેવો. સત્યના સહારાથી શરૂઆતમાં કષ્ટો આવશે પણ, તે સહારો અંત સુધી સાથ નિભાવશે.સામે ચાલીને ગમે તેવા કડવા સત્યનો સ્વીકાર કરીશું તો અન્યને આપણા પર મજબૂત વિશ્વાસ બંધાય જશે. સામેથી કડવા સત્યના સ્વીકાર માટે હિંમત પણ જરૂરી છે. હિંમત કરીને સામેથી કડવા સત્યનો સ્વીકાર કરીશું તો અંતે જીત આપણી જ છે.અને જો છુપાવશું હજારો પ્રયત્નો પણ નિરર્થક જશે. કેમકે, સૂરજના તેજને વાદળનું આવ...