Good deed from heart are real capital of life.
સ્વની સાથે જયારે સર્વનો વિચાર કરીએ ત્યારે આપોઆપ મન આનંદ અનુભવે છે.
જયારે ફક્ત સ્વના સુખનો જ વિચાર કરનારના
મનને સતત ફરિયાદો જ હોય છે,
કંઈક ને કંઈક ઘટતું જ હોય છે.
સ્વ સુખ માટે અન્યને નુકશાન કરનારનું
મન સતત અજંપા અને ડરમાં જ રહે છે.
બધુ મેળવીને ડરમાં-અજંપામાં રેહનાર કરતા
બધુ આપીને, આનંદમાં રેહનાર વધારે સુખી છે.
જેમને જીવનમાં બધું જ મળેલું હોય, છતાં ફરિયાદો જ હોય, તેઓ ક્યારેય ખુશ નથી રહી શકતા. કેમકે, તેઓ બીજાની સરખામણી કરીને જે નથી મળ્યું એનું દુઃખ વાગોળ્યા કરે છે. તમે જો બીજાની સરખામણીથી જીવનને જોતા હોય તો, બીજાને શું નથી મળ્યું જીવનમાં એ પણ જોવું જોઈએ. કેમકે, બધાને બધુ નથી મળતું. પણ, દુઃખી માણસ સર્વસ્વ હોવા છતાં, ત્રુટિઓ જે હકીકતમાં હોતી નથી, એ વિચારીને દુઃખી થયા કરે.
આપણી પાસે રહેલા સ્ત્રોતો કે શક્તિમાંથી સાચી રીતે બીજાને ઉપયોગી થઈએ ત્યારે મળતી ખુશી અલગ જ હોય છે. એમાં સ્વની સાથે સર્વના સુખનો ખ્યાલ સમાયેલો છે. ઘણા લોકોને ફરિયાદ કરતા સાંભળીએ કે, "આજના વ્યસ્ત અને મોંઘવારીના સમયમાં અમે અમારું નથી કરી શકતા, એમાં બીજાનું કઈ રીતે કરવું." એમની વાત પણ સાચી છે. પણ, અહીં બીજાના સુખ માટે ફક્ત આર્થિક મદદની જ વાત નથી. આપણા ઘરે કચરો લેવા આવે છે, સફાઈનું કામ કરે છે, એમને આપણે મોટા ભાગે વધેલું ખાવાનું આપીએ છીએ. ક્યારેક રસોઈ બનાવતી વખતે તેમની પણ સાથે બનાવીને આપીએ, ક્યારેક વોચમેનને અભિવાદન સ્મિત આપીએ, હોટેલમાં વેઈટરને સન્માનપૂર્વક બોલાવીએ, આપણા કામદારોને કારણ વગર કે કાંઈ ખોટી રીતે ના સંભળાવીએ, એ પણ એક પ્રકારનું સુખ જ આપ્યું કહેવાય. કેમકે, માણસને સ્મિત, સન્માન વધારે પસંદ હોય છે.
માણસ પોતાના સુખ માટે પ્રયત્ન કરે એમાં કંઈ ખોટું નથી, પણ, અન્યને નુકશાન કરી સુખ મેળવે તો તે સુખ ટકતું પણ નથી. બીજાને દુઃખી કરી મેળવેલી સુવિધા પણ ના ટકી શકે. બીજાનું નુકસાન ફક્ત આર્થિક રીતે જ નથી હોતું. આપણી સક્ષમતા છતાં, બીજા પર નિર્ભર રહીને તેની શક્તિ અને સમય બગાડવો, કામદારો કે આપણા પર નભનારા લોકોને ખોટી રીતે રુઆબ બતાવવો, કે કોઈ વેઇટર કે નાના માણસનું અપમાન કરી નાખવું એ પણ નુકશાન જ છે. અંતે પ્રકૃતિ આપણુ કરેલું આપણને બીજી કોઈ પણ રીતે પરત આપે જ છે. બીજાનું જાણી-જોઈને ખરાબ કરનાર ખુલા દિલથી જીવી પણ નથી શકતા, તેને કોઈ ડર, અજંપો કોરી ખાતો હોય છે.
પોતાની પાસે થોડું હોય, પણ જો એ આપવાનું જીગર દાખવે, તો તેનું ક્યારેય કંઈ ખૂટતું નથી હોતુ.મુશ્કેલીના સંજોગો હોય, તો પણ, તેનું બધું સમુ સુતરું પાર પડી જતુ હોય છે. બે હાથથી આપીએ, ત્યારે હજાર હાથવાળાનું રક્ષણ સદા મળતું રહે છે. આપણે મુશ્કેલીના માર્ગે ચાલતા હોઈએ ને કોઈ આપણી મદદ માંગે જે તેના માટે અંત્યંત જરૂરી હોય, ત્યારે દર્શાવેલા વલણની ઈશ્વર નોંધ લે છે. જો આપણે ત્યારે હું પોતે પણ સંઘર્ષમાં છું એમ કહી આગળ વધી જઈએ, તો એ સંઘર્ષ ક્યારેય નહીં છૂટે, પણ, જો ત્યારે આપણા સંઘર્ષના સામનાની સાથે મદદ માંગનાર માટે ફક્ત હાથ લંબાવીએ, તો આપણો સંઘર્ષ ક્યારે સમાપ્ત થઈ જાય, એનો આપણને ખ્યાલ પણ નથી રહેતો. ક્યારેક કોઈની કરેલી મદદ ક્યા રૂપે, ક્યા સંજોગોમાં આપણા માટે મદદરૂપ સાબિત થાય, તે કોઈ નથી જાણતું.
સમય ક્યારેય એક સરખો નથી રહેતો, ગમે તે સમય હોય, સારો કે ખરાબ સ્થિરતા જાળવનારને કોઈ ડગાવી નથી શકતું.સાચી નીતિ જ આપણી નિયતિ નક્કી કરતી હોય છે.
ધારા મનિષ ગડારા "ગતિ".
ENGLISH TRANSLATION
When we think of others happiness along with ourselves, the mind automatically feels happy.
When the mind of one who thinks only of one's own happiness
is constantly complaining,
Feel that something is always missing.
The mind of one who harms others for one's own happiness
is constantly in a state of anxiety and fear.
The one who lives in joy by giving everything is happier than the one who lives in fear and anxiety after getting everything.
Those who have everything in life, yet have complaints, can never be happy. Because, they compare themselves to others and complain about what they have not got. If you are looking at life by comparing yourself to others, then you should also see what others have not got in life. Because, not everyone gets everything. But, a sad person, despite having everything, becomes sad thinking about the flaws that do not exist in reality.
The happiness we get when we truly use the resources or power we have to help others is different. It includes the idea of happiness for everyone along with ourselves. We hear many people complaining that, "In today's busy and expensive times, we cannot do our own thing, how can we do it for others." Their words are also true. But, here, the happiness of others is not only about financial help. Those who come to our house to take out the garbage, do the cleaning work, we mostly give them leftover food. Sometimes we cook with them while cooking and give them, sometimes we greet the watchman with a smile, call the waiter in the hotel respectfully, and do not speak badly of our workers without reason, that too is considered to have given a kind of happiness. Because, people like smiles and respect more.
There is nothing wrong in a person trying for his own happiness, but if he gets happiness at the expense of others, that happiness does not last. The convenience obtained by making others sad cannot last either. The loss of others is not only financial. Despite our capabilities, wasting energy and time by depending on others, scolded to workers or people who depend on us, without any or value less reason, insulting a waiter or a financially weak person is also a loss. In the end, nature will return what we have done to us in some other way. A person who deliberately harms others cannot even live with an open heart, unknowingly fear or anxiety constantly punish that person.
Even if soneone has little, if shows the courage to give, never lacks anything. Even if there are difficult circumstances, ones entire life is saved. When we give with two hands, we always get the protection of a thousand-handed protector. When we are walking on the path of difficulty and someone asks for our help, which is extremely necessary for him, God takes note of the attitude shown. If we go ahead and say that we are also in a struggle, then that struggle will never end, but if we just extend our hand to the one who is facing struggle and asking for help, then we do not even realize when our struggle will end. Sometimes, no one knows in what way, under what circumstances, the help given by someone will prove to be helpful for us.
Time never remains the same, no matter what the time is, good or bad, no one can beat the one who maintains stability. Only the right policy nd good deeds from heart determines our destiny.
Dhara Manish Gadara "Gati".



સરસ 👌🏻👌🏻👌😊
ReplyDelete