Captain Smit Machchar :Brave Hero who keeps humanity alive
"સંકટ સે હનુમાન છૂડાવે,
મન, ક્રમ, બચન ધ્યાન જો લાવે."
જેનું મન, કર્મ અને વચન પવિત્ર છે, સંકટ સમયમાં તેને ચોક્કસ ઈશ્વરનો સાક્ષાત્કાર થાય જ છે.
"મેં જાનતા હું, કી મુજે મેરે ભગવાનને બચાયા હે."
આ શબ્દો વીર કેપ્ટન સ્મિત મચ્છરના છે. જેમને પોતાના ભગવાન પર પુરેપુરી શ્રદ્ધા છે, જે પોતે અંત્યંત પીડામાં, મૃત્યુને લગભગ નજીક જ જોઈ લીધેલું, નીચે પડેલા, લોહીથી ખરડાયેલા શરીરે પણ તેમને ઉઠવાની હિંમત કરી. આ હિંમત ફક્ત પોતાનો જીવ બચાવવા માટે નહીં, પણ બીજાના જીવો બચાવવા, મોટી દુર્ઘટના થતી રોકવા માટે કરી.
"ઉઠ સ્મિત, વરના દેર હો જાયેગી, મેં પીછલે સત્રા સાલ સે હવાઈ જહાજ ચલા રહા હું, ગ્યારહ સાલ સે કેપ્ટન હું, મુજે આંખ બંધ કરકે ભી પતા ચલતા હે કી, જહાજ મેં ક્યા હો રહા હે, જહાજ તેજી સે નીચે ગીર રહા થા, મેને કોશિશ કી કોકપીટકા નોબ ખોલનેકી, પર, વહા જા નહીં પા રહા થા, ફિર હિંમત કરકે મેરા હાથ નોબ તક પહુંચ ગયા, ઓર દરવાજા ખુલ ગયા, બાકી સબ યાત્રીઓને સંભાલ લિયા."
આ શબ્દો સપષ્ટ સૂચવે છે કે, તેમને હિંમત કરી બીજા જીવો બચાવવા માટે, બસ, આ પવિત્ર ભાવ વાળી વ્યક્તિઓના સંકટ સમયે ઈશ્વરનો સાક્ષાત્કાર થાય જ છે.
સામાન્ય દિવસ, પાછળથી અચાનક હુમલો અને સાવ નિ:સહાય, છતાં, ધૈર્ય, હિંમત અને બીજાના જીવને બચાવાની ભાવનાએ તેમને ઉભા કર્યા.
"તુમ રક્ષક, કાહુકો, ડરના."
બે હાથવાળો ગમે તેટલી ચાલાકી કરે, નિસહાયતાનો લાભ ઉઠાવે, ખરાબ ઈરાદા સાથે માનવતા વિરુદ્ધનું કૃત્ય કરે, પણ, જ્યાં હજાર હાથવાળાનું રક્ષણ હોય ત્યાં અશક્ય પણ, શક્ય બનતું હોય છે.
નિસ્વાર્થ ભાવ, સંકટ સમયે પણ બીજાનું ભલું કરવાનો ભાવ હોય, ત્યારે ભૂત-પીશાચોથી બચાવવા મહાબલી પોતે આવે છે.
સલામ છે તમને, તમારી જનની અને પરિવારને. હૃદયપૂર્વક વંદન. તમે જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ થાઓ, દીર્ધાયુ થાઓ અને ખુશ રહો એવી ઈશ્વરને પ્રાર્થના. 🙏🙏🇮🇳🇮🇳
તમે શીખ આપી છે ઈશ્વર પર શ્રદ્ધાની, ધૈર્યની, હિંમતની,વિકટ પરિસ્થિતિમાં પણ સ્વાસ્થતાની,કર્મની અને બીજા માટે મદદરૂપ થવાની. 🙏🙏🙂🙂
સાચી માનવતાને સલામ. 🇮🇳🇮🇳
ENGLISH TRANSLATION
"Hanuman protects one from adversity,
If one meditates upon Him with mind, action, and speech."
Those whose minds, actions, and words are pure inevitably experience a divine presence during times of crisis.
"I know that my God saved me."
These are the words of the brave Captain Smit Machhar. He possesses unwavering faith in God; even while in extreme pain—having stared death in the face, lying fallen with a blood-soaked body—he summoned the courage to rise. This courage was not merely to save his own life, but to save others and avert a major catastrophe.
"Get up, Smit, or it will be too late. I have been flying aircraft for seventeen years and have been a captain for eleven; I can sense what is happening in the plane even with my eyes closed. The plane was plummeting rapidly. I tried to open the cockpit knob but couldn't reach it; then, gathering my courage, I managed to reach the knob, the door opened, and then passengers managed after this."
These words clearly indicate that he summoned the courage to save other lives; indeed, it is individuals with such noble intentions who truly experience the divine presence during times of crisis.
An ordinary day turned into a moment of sudden attack and utter helplessness; yet, patience, courage, and the spirit to save others 's life empowered him to rise.
"You are the protector; why should there be any fear?"
No matter how cunningly a two-handed being acts—exploiting vulnerability or committing an act against humanity with malicious intent—where there is the protection of the Thousand-Armed One, even the impossible becomes possible.
When one possesses a selfless spirit—a desire to do good for others even in times of crisis—Mahabali himself comes to protect one from bad and evil spirits.
A salute to you, to your life's work, and to your mother and family; heartfelt salutations. 🙏🙏🇮🇳🇮🇳 I pray to God that you recover fully soon, live a long life, and remain happy. 🙏🙏🇮🇳🇮🇳
You have taught us about faith in God, patience, courage, maintaining composure even in dire situations, the importance of duty, and helping others. 🙏🙏🙂🙂
A salute to true humanity. 🇮🇳🇮🇳



It’s very well written
ReplyDelete