Posts

Weakness of society:child labour

Image
 મારે પણ જવુ છે શાળાએ, પણ, ભણવા મળ્યું જીવનની શાળામાં. હાથમાં પકડવી હતી પેન ને પેન્સિલ, પણ, જીવને તો શીખવાડી નવી જ કળા. મારે પણ જીવવું છે મારા બાળપણને, પણ, મજબૂરીએ તો સીધા મોટા જ બનાવ્યા.             જેવી રીતે ભવ્ય ઇમારત માટે પાયા મજબૂત હોવા જરૂરી છે, તેવી જ રીતે એક સારા જીવનનો આધાર નિર્દોષ અને ખેલતું-કૂદતું બાળપણ છે. એક વ્યક્તિના જીવનનો આધાર તેનું બાળપણ છે. કેમકે, તે અવસ્થામાં જોયેલું, શીખેલું, અનુભવની છાપ તેની ઉછરતી માનસિક અવસ્થામાં કાયમ માટે અંકિત થઈ જાય છે. દેખીતું જ છે કે બાળકને સારૂ વાતાવરણ મળે તો તે સારૂ જ શીખે છે અને નબળા વાતાવરણમાંથી આપણે તેની પાસે સારા બનવાની અપેક્ષા ના રાખી શકીએ.              એક જાગૃત નાગરિક તરીકે આપણા સૌની ફરજ બને છે કે કોઈ હોટેલ -રેસ્ટોરન્ટ, કારખાના કે કોઈ પણ ક્ષેત્રે નાના બાળકોને મજૂરી કરતા અટકાવીએ.બાળમજૂરીને અટકાવાના પ્રયાસો કરીએ.કોઈ છોટુ ને હાથમાં પેન કે પેન્સિલ મળી રહે તેવું કંઈક કરીએ.બાળપણથી જ બાવડાઓ પર કમાવાની જવાબદારીનો બોજ તેની માસુમિયત છીનવી લે છે ને ઉંમર કરતા બાળકો વહેલા મોટા બન...

I Live

Image
 મારી સાથે થતા અન્યાય માટે કોઈ પણ જાતના દ્રેષ -વેર વગર સ્વસ્થતાથી સામનો કરી શકું, તો માનવું કે હું જીવું છું. મારી નજર સામે બીજા સાથે થતા અન્યાય માટે હું અવાજ ઉઠાવી શકું, કે મદદ માટે હાથ લંબાવી શકું, તો માનવું કે હું જીવું છું. હું જે વિચારું છું તેને બીજાના સાથ વગર પણ નિડરતાથી અભિવ્યક્ત કરી શકું, તો માનવું કે હું જીવું છું. હું જે વિચારું, તે જ બોલું અને તે પ્રમાણે જ કોઈ પણ જાતના દંભ કે આડંબર વગર કરી શકું, તો માનવું કે હું જીવું છું. મે કરેલા ત્યાગ કે સમર્પણ માટે બીજાનું પ્રમાણપત્ર ના મળે તો પણ મારા સ્વભાવને જાળવી શકું, તો માનવું કે હું જીવું છું. અહંકાર કે સ્વાર્થથી તો ફક્ત આયખામાં આંકડાઓ ઉમેરાશે, ક્ષણે -ક્ષણે ઈમાનદારી, કરુણા, પ્રેમ અને ત્યાગના શ્વાસો લઈશું તો જીવન જીવ્યા કહેવાશે.           આ પૃથ્વી પર મોટા ભાગના મનુષ્યો માત્ર જીવન પસાર કરે છે, જીવતા નથી.જીવનનો માર્ગ ફક્ત પસાર કરવો અને આ માર્ગને પુરી મજા સાથે માણવો એ બંને બાબત અલગ છે.નાની -નાની વાતો, ઘટનાઓથી જીવન બને છે. ઘણી વખત એવું બને આનંદની ક્ષણોને મુલતવી રાખીને જે પામવા માટે મથામણ કરતા હોઈએ એ મળે ત્ય...

Make Happy nd Healthy a new year

Image
ચાલો, નવા વર્ષે નવો નિર્ધાર કરીએ, અજ્ઞાનના અંધકારને દુર કરી જ્ઞાનનો દીવો પ્રગટાવીએ, ખોળિયાના ઉજાસથી બીજાના જીવનને ઉજાળીએ. ચાલો ઈશ્વરે આપેલા પુષ્પરૂપી જીવનને મહેકાવીએ, માફી માંગતા અને ક્ષમા આપતા શીખીએ, મળેલું છે તેનો આભાર અને સ્થિતિનો સ્વીકાર શીખીએ. ચાલો, સંબંધોની ગુંથણીને મજબૂત બનાવીએ, અભિમાનને ઓગાળીને મનને હળવું બનાવીએ, અપમાનનો જવાબ વિનમ્રતાથી આપીએ, ચાલો, પરિવારમાં સૌ એકબીજાને ગમતા રહીએ, સત્સંગ અને વાંચનથી જાતને સુધારીએ, ફરજ નિભાવીને સંતોષ મેળવીએ. ચાલો, તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ, મહામાનવોના સિદ્ધાંતો જીવનમાં ઉતારીએ, વંચિતોની મદદ કરીને માનવતાની જ્યોત જગાવીએ. ચાલો, ભારતમાતાના લાડકા સંતાનો બનીએ, દેશને સાચવનારાઓ અને તેમના પરિવારનું માન જાળવીએ, સ્વદેશી ભાવના કેળવી આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવીએ. ચાલો વિશ્વબંધુત્વના વિચારને ખિલવીએ, દરેક જીવમાં રહેલી સારપને નિહાળવાની દ્રષ્ટિ મેળવીએ, પ્રકૃતિ અને સમગ્ર જગતના કલ્યાણની પ્રાર્થના કરીએ. ચાલો,સંઘર્ષોનો સામનો કરવાનું શૌર્ય દાખવીએ, નાની-નાની બાબતોમાંથી ખુશીઓ શોધીએ, પોતાની અંદર પડેલી શાંતિને જાગ્રત કરીએ. ચાલો,આત્મવિશ્વાસનો દિવો પ્રગટાવી કર્મનો ઉજાસ પાથ...

A way to conquer yourself and live Beutiful life. 😊😊

Image
 કામની પ્રામાણિકતા કે નિષ્ઠા તો ફરજ છે, શા માટે માનની આશા સેવે છે? તારી જાત જ તારી ઉદ્ધારક છે, શા માટે મદદની આશા સેવે છે? જેની દ્રષ્ટિ ના નિહાળી શકી સત્ય, એ શું સમજી શકવાના  શબ્દો? છોડી દે બધો ભાર દુનિયાના રાજા પર, શા માટે દુઃખ સેવી જાત સાથે કરે છે અન્યાય?              કામની પ્રામાણિકતા કે નિષ્ઠાનું માન મળે એ હેતુથી કામ કદાપિ ના થાય. એ તો એક ફરજ જ છે. પણ, જો એ નિભાવેલી ફરજનું માન ન જાળવી શકનાર અપમાન કે અકળામણ આપે ત્યારે સ્થિરતા જાળવવી ખુબ મુશ્કેલ બને છે. એ પળે મૌન સેવવું પણ જાત માટે મુશ્કેલ બને છે. એ પળની વ્યગ્રતાને જો શાતા આપવી હોય તો ફક્ત ને ફક્ત મનમાં સૃષ્ટિના સંચાલક પર શ્રદ્ધા દાખવવી. જો એમને તમારામાં પ્રામાણિકતા કે નિષ્ઠાની સમજ આપી છે તો એ જ તેનું માન જાળવશે.             કોઈની પણ સમક્ષ જાતને સાબિત કરવાનો વ્યર્થ પ્રયાસ ના કરવો. જેમની પક્ષપાતભરી દ્રષ્ટિ તમારા કાર્યને ના નિહાળી શકી, એ શું તમારા શબ્દો કે દલીલોને સમજી શકવાના? એ ફક્ત તમારા સમય, કર્મ કે ઉર્જાનો વેડફાટ જ છે. જાત સાથે ન્યાય કરવો હોય તો તમારું અપમાન ક...

Amrit Mohotsav of Freedom 15/08/2022

Image
         આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવતો દેશ તિરંગાના રંગે રંગાય ગયો છે. દર વર્ષે ફક્ત શાળા-કોલેજ, કાર્ય-સ્થળ કે કોઈ સંસ્થામાં ધ્વજ વંદન થતું. આ વર્ષે ઘરે-ઘરે તિરંગાને લહેરાતા જોઈને દેશના રખેવાળો પણ અંતરથી ખુશ થતા હશે.આ તિરંગાને સંપૂર્ણ સન્માન સાથે સાચવવાની જવાબદારી દરેક નાગરિકની છે. ક્યાંય આમતેમ દેશના સન્માનનું પ્રતિક રખડવું ના જોઈએ.રાષ્ટ્ર-ધ્વજને સાચવીને-સંભાળીને તેની જાળવણી કરવી એ પણ એટલો જ દેશપ્રેમ છે. ફાટેલા કે તૂટેલા ધ્વજને પુરા સન્માન સાથે દફન કરવો જોઈએ.તિરંગાને લહેરાવીને પછી પુરા સન્માન સાથે તેની જાળવણી એ આપણો રાષ્ટ્ર ધર્મ છે.            અંગ્રેજોએ આશરે બસો વર્ષ આપણા દેશ પર શાસન કરેલું.હિંસા અને અહિંસાના માર્ગે ચાલેલા વીરલાઓની સ્વતંત્ર ભારતની માંગ અંતે અંગેજોએ પુરી કરવી જ પડી. થાકેલી-હારેલી અંગ્રેજ સરકારે 14-15 ઓગષ્ટ 1947ના દિવસે ભારતને તેનો હક સુપરત કર્યો. અડધી દુનિયા પર હકુમત કરતી અંગ્રેજ સરકારનાં શાસનમાંથી આઝાદી મેળવવી સરળ ન હતી. આ આઝાદી મેળવવા સામુહિક પ્રજા અને તેમનું નેતૃત્વ કરનારે કેટલા અત્યાચારો સહન કરેલા, કેટલી કુરબાનીઓ આપ...

🇮🇳🇮🇳 Har-Ghar Tiranga🇮🇳🇮🇳

Image
 શ્વાસ આપ્યા ઈશ્વરે, જન્મ આપ્યો જનેતાએ, સંસ્કૃતિનો માર્ગ ચિંધ્યો ઋષિ-મુનિઓએ, પવિત્ર ભૂમિમાં નાગરિકતા આપી ભારતમાતાએ, આઝાદી અપાવી વીર-વીરાંગનાઓએ, જીવનનું બલિદાન આપી રક્ષા કરી સરહદવીરોએ, રાષ્ટ્રનું સન્માન જાળવ્યું-વધાર્યું રાષ્ટ્રપ્રેમીઓએ, દેશને એકતા અને ઓળખ આપી તિરંગાએ. ત્યાગ, શૌર્ય, સત્ય, શાંતિ, ગતિ, જમીન-પર્યાવરણ સાથે જોડાયેલ રહેવાના ગુણો જીવનમાં ઉતારવાનો સંદેશ આપતા અને અમારા અખંડ ભારતની ઓળખ સમા તિરંગાને સલામ. મને મારા ભારતીય હોવાનું ગર્વ છે.              હું ભારતમાતાનું સંતાન છું એવું કહી શકવાનું સૌભાગ્ય ઈશ્વરે મને આપ્યું. શ્વાસના માલિકે પવિત્ર ભૂમિમાં જીવન આપ્યું. એ ગૌરવ એટલા માટે કે આ ભૂમિની માટી નોખી છે. ઈશ્વરે મનુષ્ય અવતાર આ જમીન પર લીધેલો. અહીંના લોકોના લોહીમાં પ્રેમ, શ્રદ્ધા, પારકાને પોતાના જ ગણવા જેવા માનવીય ગુણો વહે છે. એટલે જ તો વેપાર કરવા આવેલા અંગ્રેજોને આપેલ મીઠા આવકારનો અંગ્રેજોએ ફાયદો ઉઠાવ્યો.લુચ્ચા અંગ્રેજો રાજા-રજવાડાઓને સત્તાની લાલચ આપી અંદરો-અંદર લડાવી પોતાનો માર્ગ મોકળો કરી ધીમે-ધીમે પગપેસારો કરતા ગયા.અહીંની ભોળી પ્રજાને અંગ્રે...

Father :The Pillar of Life

Image
 જેની છત્રાછાયામાં જીવનના થાકનો વિસામો મળે, જેની પાસે બાળપણ ફરીથી જીવતું થાય, જેના ખમતીધર ખભાએ જવાબદારીનો બોજ ઉંચકયો, જેમને ક્યારેક કડક થઈને સાચી શિક્ષા આપી હોય, જેમને સારૂ ઘડતર કરી સુંદર જીવન, અસ્તિત્વ આપ્યું હોય,  તે  એટલે પિતા.....                    બાળકને તેની સાથે તેના પિતાની ઉપસ્થિતથી એક હૂંફ, સલામતીનો અનુભવ થાય છે. બાળક માટે તેના પિતા એટલે તેની દરેક જરૂરિયાત પુરી કરનાર વ્યક્તિ.એક પિતા સંતાનના સારા ભવિષ્ય માટે પોતાની આજની જિંદગી,અરમાનો અને ઘણું બધું ત્યાગી દઈને,પુરા પરિવારની જવાબદારી પોતાના ખમતીધર ખભા પર લઈ લે છે.પરિવારના તમામ સદસ્યોની બધી જરૂરિયાત પુરી કરી જીવનને સરળ તેમજ સગવડભર્યું બનાવાનો પ્રયાસ જ તેના જીવનનો  ધ્યેય હોય છે.ગમે તેટલા મોટા થઈ જઈએ પણ માતા-પિતાની છત્રછાયામાં જે હૂંફ,સલામતી મળે તે જગતમાં ક્યાંય ના મળે,તેની પાસે બાળપણ ફરીથી જીવતું થાય છે.           બાળકના જીવનના ઘડતર માટે ક્યારેક કડક બની શિક્ષા આપે છે,તો ક્યારેક મિત્ર બની સમજાવે પણ છે.દરેક પિતાની એ જ ઈચ્છા હોય છે કે ત...