Posts

Store Always Good thing

Image
 મગજની રચના પણ છે કેવી નિરાળી! ખરાબ સાચવી રાખે ને સારૂ ભૂલી જાય. સચવાયેલું  ભારણ થાય છે મગજ પર હાવી, વર્ષો જૂનો સડેલો બોજ બને છે સંબંધનો દુશ્મન. સબંધનો શત્રુ જીતી બનાવે છે સબંધોને વાસી, વાસી સંબંધ તોડે છે અંતે હૃદયના જોડાણ.                    લોકકહેવત એકદમ સાચી છે કે, "તમે ગમે તેટલું સારૂ કરશો તો તે વધારે સમય યાદ નહીં રહે, પણ, તમારાથી ભૂલે ચુકે ખરાબ થઈ ગયું તો તે છેલ્લે સુધી યાદ રહેશે."ભગવાને મનુષ્યના મગજની રચના એવી કરી છે કે તે સ્વભાવગત લક્ષણ છે તે ખ્યાલ નથી પણ, આ વાત સાચી જરૂર છે. અને એ વાત પણ સાચી છે કે સારૂ કર્યું હોય તેનું ફળ પણ સારૂ જ મળે, આજે નહીં તો કાલે, મળે જરૂર.              લોકો મારા કાર્યના વખાણ કરે એટલે મારે સારૂ કરવું અને જો લોકો મારા કાર્યની કદર ના કરે તો મારે તે છોડી દેવું એવું વલણ અપનાવવું યોગ્ય નથી. લોકોની આપણા કાર્ય કે આપણા પ્રત્યે જે દ્રષ્ટિ હોય તે આપણે આપણી ફરજ ચૂકવી ના જોઈએ. વ્યક્તિનું માનસ એવું છે કે તેની સાથે અણગમતું કાંઈ થયું હોય તો તે ભૂલી શકતો નથી. તેના મગજમાં તે ઘટ...

The youth of life

Image
 શક્તિ એ જ જીવન છે, દુર્બળતા તો મૃત્યુ છે. આત્મશ્રદ્ધાથી આગળ વધતા રહેવું જ જીવન છે, અહંકાર કેળવી હુંને પોષતા રહેવું તો મૃત્યુ છે. કર્મ અને ફરજ નિભાવવા એ જ જીવન છે, તેના તરફ બેધ્યાન બની બેસી રેહવું તો મૃત્યુ છે.                      તારીખ બાર જાન્યુઆરી શ્રી સ્વામી વિવેકાનંદજીનો  જન્મદિવસ, રાષ્ટ્રીય યુવા દિવસ છે. યુવા એટલે ઉંમરથી નહીં પણ,મનથી યુવાન, વિચારોથી યુવાન,કર્મથી યુવાન.પોતાનામાં રહેલી અખૂટ શક્તિને પારખી તેને સાચી દિશામાં આગળ વધારવી એ જ તો જીવનની સજાગતા છે.સંઘર્ષ, દુઃખ એ તો જીવનનું સત્ય છે, એ તો જીવનમાં રહેવાનું જ. સતત એવી નિર્બળતાના રોદળા રડ્યા કરવા એ તો મૃત્યુ સમાન જ છે.          પોતાની જાત પ્રત્યે શ્રદ્ધા હોય તેને કોઈ મુશ્કેલી નથી નડતી. આત્મવિશ્વાસ એક પ્રેરકબળ છે. મને વિશ્વાસ છે કે ભગવાને મને આ કાર્ય કરવાની શક્તિ આપેલી છે તે હું કરી શકીશ, તે એક આત્મશ્રદ્ધા છે જે જીવનના શ્વાસોને  જીવંત બનાવે છે, જયારે, આ કાર્ય ફક્ત હું જ કરી શકીશ. મારા સિવાય આ કાર્ય થવું અશક્ય છે, હું છું તો જ બધું છે એ...

Failure is a blessing

Image
 રહી ગઈ યત્નમાં કાંઈ ખામી,  મળી મને નિષ્ફળતા.  કરી દિલોજાનથી મહેનત,  છતાં ના મળ્યું ધાર્યું પરિણામ.  હારી -થાકીને છોડ્યું લક્ષ્ય,  હિંમત ના કરી ફરી ઉભા થવાની.  સમજાવ્યું વારંવાર મનને,  છોડી લોકોના વિચાર, કર જાત પર વિશ્વાસ. નિષ્ફળતા તો એક વરદાન છે,  મળે છે તેમાંથી અનુભવ, જ્ઞાન અને શિખ.  ચુકી ગયા જો આ પગથિયું તો,  ફક્ત ઉપર જ ચડી શકાય છે.  પહોંચવા શિખરના કપરા ચઢાણ પર,  મળે છે મજબૂતાઈ આ વરદાનથી જ.                માણસના અનેક પ્રયત્નો કરવા છતાં તેને ઈચ્છેલું ધ્યેય પ્રાપ્ત ના થાય તો હતાશ થઈ જાય છે.તેની આજુબાજુની દુનિયામાં તેને કાંઈ જ સારૂ દેખાતું નથી, તેની પર સતત નિરાશાના વાદળો જ છવાયેલા રહે છે.તે વિચારે છે કે મે ધ્યેય પૂરું કરવામાં શું બાકી રાખ્યું? મારો જીવ રેડી દીધો. છતાં, હું નિષ્ફળ થયો.તેના મનમાં વૈચારિક પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે.સતત નિરાશાના નકારાત્મક વિચારોથી માણસ ઘણી વખત ગંભીર પગલું પણ ભરી બેસે છે.                માણસ મોટા ભાગે પડ્યા પછી ફરી...

Which way ?: A little happiness or true happiness

Image
 નથી રહેતું સત્ય છુપુ,  કરે કોશિશ હજાર.  સત્યની સાબિતી માટે શાને પૂછવું?  અસત્યની આંખો કહી દેશે સમગ્ર ચિતાર.               જેવી રીતે સૂરજના તેજને ઢાંકી શકાતું નથી તેવી જ રીતે સત્યને પણ છુપાવી શકાતું નથી.સત્યનો માર્ગ કાંટાળો હોય શકે, તકલીફો વેઠવી પડે.પણ, અંતે સત્યની જ જીત થાય છે. તમે આજે તેને છુપાવી શકો, પણ એક દિવસ તો તે બહાર આવશે જ એ નક્કી છે. પછી, હંમેશને માટે માર્ગ કાંટાળો જ રહે છે. કેમકે, આપણે બીજાનો વિશ્વાસ, ભરોસો ખોઈ બેસીએ છીએ. એક વખત વિશ્વાસને ગુમાવીએ તો ફરીથી તેને મેળવવા ઘણી કસોટીમાંથી પસાર થવું પડે છે. તેના કરતા બહેતર છે થોડા સમયની  ખુશી માટે અસત્યનો સહારો ના લેવો. સત્યના સહારાથી શરૂઆતમાં કષ્ટો આવશે પણ, તે સહારો અંત સુધી સાથ નિભાવશે.સામે ચાલીને ગમે તેવા કડવા સત્યનો સ્વીકાર કરીશું તો અન્યને આપણા પર મજબૂત વિશ્વાસ બંધાય જશે. સામેથી કડવા સત્યના સ્વીકાર માટે હિંમત પણ જરૂરી છે. હિંમત કરીને સામેથી કડવા સત્યનો સ્વીકાર કરીશું તો અંતે જીત આપણી જ છે.અને જો છુપાવશું હજારો પ્રયત્નો પણ નિરર્થક જશે. કેમકે, સૂરજના તેજને વાદળનું આવ...

The heart of childhood

Image
 ક્યાં ગયા એ દિવસો?  જયારે જીવન શું છે એ જાણતા ન હતા તો પણ,  જીવતા હતા હર ઘડી મોજથી.  જીવતરના ઉંબરે પહોંચ્યા ત્યારે,  વિચારવું પડે છે હર ઘડી મોજથી જીવવા. મળે જો મને એક વરદાન,  ચાહું ફરીથી જીવવા એ બેફિકર બાળપણ.                 દરેક વ્યકિતના હૃદયમાં તેના બાળપણના સંસ્મરણો હંમેશા જીવતા રહે છે. બાળપણ એટલે બેફિકર જીવન.કોઈ પણ ઉમરના વ્યક્તિને જયારે બાળપણની યાદો તાજી થાય ત્યારે તેના ચહેરા પર એવું જ નિર્દોષ સ્મિત આવી જાય છે.એ હસતું રમતું જીવન સમયની સાથે ક્યાં ખોવાય ગયું? જીવન શું છે તેની કાંઈ જ ખબર ન હતી, જીવવા માટે કાંઈ જ વિચારવું ન હતું પડતું. બસ, બિન્દાસ્ત બનીને દિલથી, મોજથી હસતા,રમતા, રડતા, લડતા, ઝગડતા અને વળી,પાછા લડીને ભેગા થઈ જતા પણ સમય ના લાગતો.                   મજાની વાત તો એ છે કે ત્યારે જીવન વિશે અજાણ હતા તો પણ મન મૂકીને જીવતા હતા અને અત્યારે જીવનની બધી એ, બી, સી, ડી જાણ્યા પછી પણ જીવવા માટે વિચારવું પડે છે, મોજને વેચાતી લેવા જવી પડે છે.      ...

STRENGTH OF WORDS

Image
 શસ્ત્રનો  ઘા રૂઝાય જાય છે પણ,  શબ્દના ઘાની પીડા ઓસરાતી નથી.  મન બને છે બેકાબુ ને,  સર્જાય છે ક્રોધનું વાવાજોડું.  પરિસ્થિતિ શમ્યા પછી,  થાય છે પસ્તાવો.  વાવાજોડાનું વંટોળ ભલે ને થંભી જાય,  પણ, તેને રચેલા તોફાનના પગલાં થોડા મિટાવી શકે?         વ્યક્તિના શબ્દોમાં ઘણી તાકાત હોય છે. શબ્દો કોઈને પ્રેરણા પણ આપી શકે ને કોઈને દુઃખી પણ કરી શકે.માનવીના સ્વભાવમાં અનેક રંગો ભગવાને ઉમેર્યા છે. કરુણા, પ્રેમ સમજદારી, સાંત્વના, મોહ,ખુશી, ઉદાસી, લોભ,ક્રોધ અને જેવી પરિસ્થિતિ તેવું વર્તન જેવા અનેકવિધ તત્વો સ્વભાવમાં રહેલા છે. આપણા સ્વભાવ પર આપણો સંયમ હોવો જોઈએ.ગુસ્સામાં માણસ મન પરનો કાબુ ગુમાવીને સામી  વ્યક્તિને દુઃખ થાય એવું બોલી લે અને થોડા સમય પછી તેને અસહ્ય પસ્તાવો થાય તો તે શું કામનું? ત્યાં સુધીમાં બીજી વ્યક્તિના હૃદયમાં તેની પીડા અસહ્ય થઈ ગઈ હોય છે. સમયના વહેણ સાથે પણ આ પીડા ઓસરાતી નથી.તેના મનમાં સતત ક્રોધી શબ્દો ખૂંપ્યા જ કરતા હોય છે. પવિત્ર હૃદયે માંગેલી ક્ષમા કદાચ આ પીડાનો ઈલાજ કરી શકે.પણ, પોતાની જ ભૂલને સાચા હૃદયે ...

Navratri :Auspicious Occasion

Image
 હે! જગત જનની માઁ જગદંબા,  આત્માની અશુદ્ધિ દુર કરી, શુદ્ધિ આપો.  સંઘર્ષો સામે લડવાની શક્તિ આપો.  કર્મોની જાગ્રતતા ને તેની પૂર્તિની શક્તિ આપો.  રક્ષા કરો, સદબુદ્ધિ આપો ને સાચો માર્ગ સુજાડો.  હે માઁ !આપ્યું છે તે ઘણુંય તેને સાચવવાની શક્તિ આપો.              પુરા જગતની માતાનાં રૂડા અવસરનું આગમન થયું છે. આમતો, બધા દિવસે માંની કૃપા તેમના સંતાનો પર વરસતી જ રહે છે. પણ, આ દિવસોનું મહત્વ એટલા માટે છે કે જયારે ભગવાન શિવ અને વિષ્ણુ પણ જે કામ ના કરી શક્યા તે દેવી દુર્ગાથી શક્ય બન્યું. આસુરી શક્તિ સામે દૈવી શક્તિની લડાઈ અને દૂર્ગુણો સામે સદગુણોની જીત, શક્તિની જીત સંભવ બની.              સ્ત્રી એક શક્તિ સ્વરૂપ છે. તેનો ક્યારેય અનાદર ના કરવો જોઈએ. તે ઘરથી માંડી દરેક ક્ષેત્રે સમાન માન, સન્માનની અધિકારી છે.                 આજના પાવન અવસર પર માતાજીને પ્રાર્થના કે આત્મ શુદ્ધિની શક્તિ આપે, જેવી રીતે આસુરી શક્તિ સામે દૈવી શક્તિ વિજયી બની તેવી જ રીતે અમે અમારી અંદર રહ...