Posts

Don't depend on others for your work

Image
 જે છે પુરી રીતે કાર્યક્ષમ, છતાં, અવલંબે છે અન્ય પર. પોતાના જ નિર્વાહ કાજ, આધારિત છે અન્ય પર. જો કરીએ કરુણા ભાવથી તેની મદદ, તો મદદ બને છે મોટુ નુકસાન.         આપણે ત્યાં કહેવત છે ને કે માથે પડે એટલે બધું આવડી જાય,તે ખરેખર સાચી વાત છે.સગવડતાભર્યા દિવસોમાં માનવી પોતાની જાતને પુરી રીતે કામે લગાડી શકતો નથી.પોતાના પર જયારે આવે, મુશ્કેલી જયારે સર્જાય ત્યારે ક્યારેય ના કરેલું હોય તેવું કાર્ય સંપૂર્ણ રીતે સફળતાથી પાર પડતું હોય છે. તો પછી સગવડતાના સંજોગોમાં કાર્યક્ષમતા હતી છતાં કેમ અધૂરપ રહી? કેમકે, તે કાર્યક્ષમતા સુષુપ્ત અવસ્થામાં હતી. તેને ક્યારેય જગાડવાનો પ્રયત્ન જ ના કર્યો. માથે મુશ્કેલી આવે ત્યારે જ પોતાની સાચી શક્તિનો માનવીને પરિચય થતો હોય છે. તેને ક્યારેય પોતાની જાતને આરામદાયક સ્થિતિમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન જ ના કર્યો હોય. પોતાની જાતને ઢંઢોળીએ નહીં તો તેમાંથી કશું જ બહાર નીકળી નથી શકતું. જેટલું પોતાની જાત પાસેથી કાર્ય લેશું તેટલી જ વધારે કાર્યક્ષમતા વિકસે છે.          માનવીનો મોટામાં મોટો શત્રુ તેની પોતાની આળસ જ છે.અમુક અપવાદ બાદ કરતા પો...

At the end of life there should be contentment, not repentance

Image
 વિતિ ગયું આયખું આળસમાં ને, રહી ગયા અધૂરા અરમાન. કાલ પર કાર્ય મુલતવી રાખ્યું ને, આવી નહિં કાલ ક્યારેય. ભૂતકાળના ભાર તળે રહ્યો દબાયેલો ને, ગુમાવી રોજ નવા સૂર્યોદયની અનેક તક. આપી તાલિમ કર મનને જાગ્રત ને, ઉદાર જીવનદાતાના દાનને ઉજાળ. કહેવાય છે ને કે જે છે તે અત્યારે જ છે, તમારી અંદર જ છે. બીજે ક્યાંય નથી. માણસને કોઈ કાર્ય કરવું હોય અને જો તે ખરા હૃદયથી તે કરવા ઈચ્છતો હોય તો તે થઈને જ રહે છે. પણ, મોટા ભાગના લોકો કાર્યના ફક્ત વિચારો કરે છે, સપનાઓ જોવે છે અને અત્યારનું કાર્ય ભવિષ્ય પર મુલતવી રાખે છે. એટલે કાર્ય કરવાની ઈચ્છાઓનું પાત્ર ભરાતું જાય છે અને આળસ ને આળસમાં  ઈચ્છીત કાર્યનું અમલીકરણ આજ ને આવતીકાલના વાયદાઓમાં હિલોળે ચડીને અંતે અશક્ય બની જાય છે.         સૂર્યદેવ રોજ પોતાની સાથે તાજી સોનેરી અઢળક ક્ષણો લાવે છે. તાજગીનો અહેસાસ પોતાના શ્વાસ અને શરીરમાં ભરીને ધારેલા કાર્યને પૂરું કરવાની અનેક તકોને માણસ આવતીકાલના ખ્યાલી દુનિયાના વ્હેમને કારણે ગુમાવતો જાય છે અને એ ભ્રમની દુનિયા ક્યારેય અસ્તિત્વ પામતી જ નથી. આવી રીતે ઈશ્વરે આપેલ અનેક તકોનો લાભ પોતાની આળસ અને બેદરકારી...

Raise your inner voice

Image
 નિડર બનું હું, અંતરમનનો અવાજ ઉઠાવવા. સક્ષમ બનું હું, વિનમ્રતાથી વિરોધોનો સામનો કરવા.                   માનવી પોતાના અંતઃકરણના અવાજને જાગ્રત કરે અને તેને અનુસરે તો કોઈ પણ પરિસ્થિતિમાં તે સ્થિર અને શાંત રહી શકે છે. પણ, આ અવાજને ઉઠાવવો સરળ નથી. બધા લોકો પહેલેથી જે કરતા આવ્યા છે તેના કરતા અલગ અને નવો માર્ગ તમારું મન ચિંધતું હોય તો, તે માર્ગે ચાલવા સાહસ અને ધૈર્ય જરૂરી છે. તેના માટે લોકો મૂર્ખ સમજે કે કોઈ પણ નામનું લેબલ લગાવે તેમનાથી ડર્યા વગર હિંમતથી એક -એક ડગલું આગળ વધી અંતરઆત્માના અવાજને બુલંદ બનાવવા પ્રયાસોરૂપી ઝરણાંને સતત વહેવા દો.           તમારી દ્રષ્ટિએ જે સત્ય હોય તે બીજાની દ્રષ્ટિએ કદાચ ના પણ હોય. તમને જે સત્ય લાગે છે અને વાસ્તવમાં તે યોગ્ય હોય તો તેને રજૂ કરતા અચકાવું ના જોઈએ. બીજાના મનને ઠેસ પહોંચાડ્યા વગર પોતાના વિચારો રજૂ કરવાની આવડત કેળવવી જોઈએ. તેમ કરવા જતા અનેક જાતના વિરોધો પણ ઉદભવે. આ વિરોધનો પણ વિરોધ કરવાની આવડત જેનામાં હોય તે પોતાની વાત બીજા સુધી યોગ્ય રીતે પહોંચાડી શકે છે. એટલેકે, જે વ્યક્તિ વિરો...

State of mind in good and bad times

Image
 કાળદેવતાનું ચક્ર ફરતું રહે છે અવિરત, વહેતું રહે છે સાથમાં જીવનનું સુખ-દુઃખ. હોય જયારે જીવનમાં સુખનો વરસાદ, અસત્યરૂપી પટ્ટીથી દ્રષ્ટિ બની જાય છે અંધ. અંધ દ્રષ્ટિ નથી નિહાળી શકતી અન્યની પીડ, સ્વાર્થી બની સ્વત્વને પરમતત્વથી કરી દે છે દુર. હોય જયારે જીવનમાં દુઃખના ફક્ત છાંટણા જ, ખુદ પર વિતતા અસત્યના બંધનોથી દ્રષ્ટિ બને છે મુક્ત. મુક્ત દ્રષ્ટિ સમજે છે વસ્તુ-વ્યક્તિનું મુળ સત્ય, સત્ય દ્રષ્ટિ લઈ જાય છે સ્વત્વને પરમતત્વની સમીપ.           બ્રહ્માંડમાં કાળદેવતાનું ચક્ર સતત ફરતું રહે છે. ચક્રની ગતિની સાથે મનુષ્ય જીવનમાં સુખ-દુઃખ વહેતું રહે છે. જીવનમાં એકસરખા દિવસો કોઈ પણ માનવીને ક્યારેય નથી મળ્યા. ક્યારેક સંઘર્ષ,તો ક્યારેક સફળતા. ક્યારેક નિરાશા, તો ક્યારેક વિશ્વાસ. સમયની સાથે જીવન પણ બદલાતું રહે છે. બદલતા સમય અને જીવનની સાથે માનવીનો અભિગમ પણ બદલાતો રહે છે.           પોતાના જીવનમાં સુખના દિવસો દરમ્યાન બીજાના અવગુણો શોધવા ને તેને જાહેર કરવામાં, ઈર્ષ્યા કે નિંદા કરવામાં, પોતાની જાતને જ જબરદસ્તી શ્રેષ્ઠ સાબિત કરવા મથતો રહે છે. બીજાના દુઃખ -દર્દને...

Ego Destroys everything

Image
 હું જ બધું કરું છું ને મારાથી જ બધું છે, તેવા વહેમમાં શાને રહે છે એ માનવ? અહીં તો પર્ણ પણ પ્રભુની મરજીથી ફરકે છે, તો તને કઈ વાતનું ઘમંડ છે એ માનવ? ખોટા અહંમમાંથી અસંતોષ જન્મે છે, તો આયખું શાને બોજરૂપ બનાવે છે એ માનવ? અંતે અભિમાન જ સદગુણોને સમાપ્ત કરે છે, તો અશાંતિ વ્હોરી સર્વનો દુશ્મન શાને બને છે એ માનવ? કાર્યક્ષમતા,આવડત ને વૈભવ એ કુદરતની બક્ષિસ છે, તેનો લોક-કલ્યાણ અર્થે સદુપયોગ કર એ માનવ.              માનવીની નબળાઈ એ છે કે તેની વાહ-વાહ થાય, તેના બધા વખાણ કરે એવું તે ઈચ્છે છે. કોઈ તેનું નકારાત્મક પાસું બતાવે તો તરત જ તે વ્યક્તિ પ્રત્યે પોતાનો અણગમો પ્રગટ કરે છે.દરેક માનવીમાં સકારાત્મક અને નકારાત્મક વિચારોનું યુદ્ધ સતત ચાલતું જ રહે છે.જેનામાં માફ કરી દેવાની ભાવના હોય, પોતાનું નબળું પાસું સ્વીકારી લેવાની ક્ષમતા હોય તેનામાં સકારાત્મક વિચારો વિજય બને છે અને જેનામાં દ્રેષ, વેરભાવ, ઈર્ષ્યા, બદલો લેવાની અને કોઈને સંભળાવી દેવાની ભાવના હોય તેનામાં નકારાત્મક વિચારો વિજયી બને છે. જે પ્રકારના વ્યક્તિના વિચારો વિજયી બને તેવું તેનું વર્તન થાય છે. આખરે વાણી અને...

Different colors of emotions born in Heart

Image
ક્યારેક દિલ ખૂબ દુઃખ અનુભવે છે, તો ઘણી વાર મન અદ્ભૂત શાંતિ અનુભવે છે. ક્યારેક એવું લાગે જીવનમાં સંઘર્ષ સિવાય કાંઈ જ નથી, તો ઘણી વાર સ્વપ્ને પણ ના નિહાળેલું અપાર સુખ મળે છે. ક્યારેક ફરિયાદોના બોજ તળે વગર અગ્નિએ જીવ બળે છે, તો ઘણી વાર સંતોષનો મધુર ઓડકાર તૃપ્તતા બક્ષે છે. ક્યારેક હતાશાથી જીવનનો દરેક માર્ગ ધુંધળો બની જાય છે, તો ઘણી વાર આત્મનો પ્રકાશ નવો માર્ગ ઉજાળી જાય છે.  સર્જનહારે સર્વમાં પૂર્યા છે લાગણીનાં મિશ્રિત રંગો, તો શાં માટે ખિલવતા રંગોથી જીવનને ના સજાવું?            સર્જનહારે માનવીના હૃદયનું અદ્ભૂત સર્જન કર્યું છે. હૃદયમાંથી લાગણીનાં વિવિધ રૂપો જન્મે છે. ક્યારેક અતિશય દુઃખ તો ક્યારેક ખૂબ જ ખુશી. સ્થિતિ મુજબ લાગણીઓને જન્મ આપતા હૃદયમાં કેટલાય પ્રકારના ભાવો સમાયેલા છે. હૃદયમાંથી ઉત્પન્ન થતા વિવિધ ભાવો વચ્ચે પોતાના મનની સ્થિરતા જે જાળવી શકે તે જ પોતાના જીવનરૂપી બાગને ખિલવી શકે છે.જીવનની કોઈ પણ પરિરસ્થિતમાં જે ધૈર્ય નામના ગુણને ગ્રહણ કરી શકે તે હૃદયના કોઈ પણ ભાવોમાં પણ સ્થિરતા જાળવી શકે છે. ક્યારેક સહન ના થઈ શકે એવું દુઃખ અચાનક આવી પડે ત્યારે મન સતત...

The human mind knows but does not do

Image
 શા માટે પોતાના જીવને દુઃખી કરે છે? જાણે છે કે જતું કરવું એ જ જીવન છે. શા માટે દુઃખ આપતી વાતોને ભરીને મનને ભારે બનાવે છે? જાણે છે કે ક્ષમા આપવી જ મનની શાંતિ છે. શા માટે બીજા માટે કરેલા કાર્યોને ઉપકારભાવથી જોવે છે? જાણે છે કે ફરજ નિભાવવી એ તો કર્તવ્ય છે. શા માટે સરખામણી કરીને પોતાનાપણું ગુમાવે છે? જાણે છે કે તારું અસ્તિત્વ જ નોખું છે.              જેમ જીવન છે તો સાથે સંઘર્ષ પણ છે તેવી રીતે સંબંધો છે તો સાથે સમસ્યા પણ હોવાની જ. તે જગતનો કોઈ પણ સંબંધ કેમ ના હોય નાની કે મોટી સમસ્યા તો સર્જાય જ છે.સમસ્યાનું સમાધાન કરવું કે તેને વિકરાળ રૂપ આપવું તે મનુષ્યના મન પર નિર્ભર કરે છે.જે ઘટના કે વાતને કારણે સંબંધમાં સમસ્યા સર્જાય હોય ત્યારે કોઈ પણ એક પક્ષ તરફથી તેને છોડી દેવામાં આવે, ભૂલી જવામાં આવે એટલે કે જતું કરવામાં આવે તો સમસ્યા પર ત્યારે જ પૂર્ણવિરામ મુકાય જતું હોય છે.તે સંબંધના છેડે ઉભેલી બંને વ્યક્તિ જાણે જ છે પણ પહેલ કોણ કરે તેની રાહ હોય છે. જતું કરવામાં વચ્ચે અહં આડો આવતો હોય છે. સાથે-સાથે જતું ના કરીને દુઃખી પણ થતા જ હોય છે. જાણે દુઃખી થવામાં વધારે મ...