Posts

Purpose of life and efforts to achieve it

Image
  સપનાઓ હોય છે ઘણા બધા, પ ણ, બંધ આંખોથી સપનાનો ભાર જ વધે છે. જાગતી આંખની આશને, મક્કમ મનના પ્રયાસો હૈયે હામ આપે છે. જાગ્યા ત્યાંથી સવાર માંડીને, જીવ રેડી દો જીવનને સાર્થક કરવામાં. રોજ ઉગતી નવી સવારે, શોધો અર્થ સાર્થકતાનો. ચાલો, દોડો, પડો ને ઉઠો, વેરાયેલા સપનાને વીણો ને ફરી દોડો. જગતને બદલે જાતને બતાવો, દરેક કદમે નવું શીખી અંદરથી વૃદ્ધિ પામો. અંદરથી વધતું જાતને કંઈક આપે છે, વિદાય વેળાએ તે જ આપે છે હાશકારો.          સપનું એટલે શું? અત્યારે જે જીવન ચાલી રહ્યું છે, તે આગળ વધે ત્યારે કંઈક મેળવવાની, કંઈક આપવાની, કંઈક બનવાની કે કંઈક સિદ્ધ કરવાની ઈચ્છા. દરેક મનુષ્યને પોતાનું એક સપનું હોય છે. સપનાવિહોણો મનુષ્ય હોતો જ નથી. દરેકને પોતાના માટે કે બીજા માટે કંઈક ને કંઈક સિદ્ધ કરવાની ઈચ્છા હોય જ છે. પણ, મોટા ભાગના મનુષ્યો સપનાના જગતને હકીકતના જગતમાં પરિણામી નથી શકતા. સપનાને પામવા પ્રયત્નનો પ્રવાસ ના કરીએ તો સપનાઓ ઘણા વજનદાર બની જાય છે. આ વજનનો ભાર મનને અતૃપ્ત કરી દે છે.           સેવેલા સપનાને સિદ્ધ કરવા નવા ઉગતા સૂર્યોદયે જીવનનો ધ્યે...

Mahatma Gandhiji's Birthday

Image
જે મારામાં છે, તે તારામાં પણ છે. કેમકે, સૌનો સર્જનહાર એક જ છે. આ ભાવે જીવનાર, સત્યના પથે ચાલનાર, સ્વયં કષ્ટ વેઠનાર, સામા પક્ષનું પણ ભલું ઈચ્છનાર, માનવ મૂલ્યોને જીવનાર, સાદગીને જ સંપૂર્ણ માનનાર, ભારતના આત્માને નોખી રીતથી જાગ્રત કરનાર, મહામાનવ, મહાત્મા પણ એક જ છે. આજના સમયમાં જયારે માણસાઈ મરી રહી છે, ત્યારે મહામાનવે જીવેલા મૂલ્યોના અમુક અંશો પણ આપણા જીવનમાં ઉતારીએ તો, આપણે બીજું કાંઈ સિદ્ધ ના કરી શકીએ તો કાંઈ નહીં પણ, પોતાની જાત સાથે પ્રામાણિક બનવાનો ગર્વ જરૂર અનુભવી શકીશું. બાકી, આજે દુનિયાને છેતરતો માનવી પોતાની જાતને પણ નથી છોડતો. સત્ય અને અહિંસા જેવા ગુણો જે રીતે ગાંધીજીએ પોતાના જીવનમાં વણી લીધેલા એ હદ સુધી તો આપણું ગજું નથી. પણ, આપણાથી કોઈનું અહિત ના થાય અને બીજાએ આપણી સાથે કરેલા અન્યાયનો પ્રત્યુત્તર પણ નુકસાનકારક ન હોવો જોઈએ. એટલું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીએ. એટલે કે, અન્યાયનો વિરોધ વિનમ્રતા સાથે હોવો જોઈએ. આપણા વર્તન કે વાણીથી સામા પક્ષને તકલીફ ના થાય અને આપણી વાત તેમના ગળે ઉતારી શકીએ એટલી ધીરજ અને સહન શક્તિ આપણામાં હોવી જોઈએ. અત્યારના સમયનો માનવી પોતાના જ સ્વજનની અણગમતી વાતનો વિ...

Auspicious death of a festive life

Image
છે નિશ્ચિત મૃત્યુ, તો  ડર શાનો છે? તૂટતી હોય નાડીઓ, ત્યારે પસ્તાવો શાનો છે? નથી શરીરનો કોઈ પણ ભાગ, છતાં, રાજ કરે છે જીવન પર. જી હા, અદ્રશ્ય મન માલિક છે પળોનો. જો બીજાને દુભાવ્યા, તો નક્કી મન પણ વ્યથિત થશે. નિભાવ્યો ધર્મ પવિત્ર કર્મનો, પ્રકૃતિ પણ, નિભાવશે તેનો ધર્મ. મને ઉજવ્યો હોય જીવનનો ઉત્સવ, તો, મૃત્યુ પણ બને છે ઉત્સવ. ઈશ્વરનું અદ્ભૂત સર્જન એટલે તેને બનાવેલ મનુષ્ય. શરીરના અવયવો સંકલન સાધી સતત મશીનની જેમ કાર્યરત રહે છે. હૃદયમાં ભરેલી લાગણીઓ આ હાલતા-ચાલતા મશીનને માણસ બનાવે છે.ઈશ્વરે તેમાં પુરેલું એવું અમર તત્વ કે જે જીવંતતા આપે તે એટલે આત્મા. શરીરના કોઈ પણ ભાગમાં નથી આવ્યું છતાં શરીર પર અને જીવન પર રાજ કરે તે એટલે મન. કોઈના દુ:ખે દુઃખી થાય, પરાઈ પીડા દૂર કરવાનો નાનો અમથો પણ પ્રયાસ કરે, અને પોતાના કાર્યોથી પ્રકૃતિ કે જગતને હાની ના પહોંચાડે તો માણસાઈ જીવતી છે તેમ કહેવાય. બાકી, આસપાસ થતા દુ:વ્યવહારમાં આપણે શું કહી ચાલી નીકળીએ તો આપણે હાલતા-ચાલતા મશીન જ કહેવાઈએ. એ દુ:વ્યવહાર ક્યારે આપણા સુધી પહોંચી જશે તેની આપણને પણ ખબર નહીં રહે. કોઈની મહેનતને બિરદાવીએ, કોઈને પ્રોત્સાહન આપીએ,...

Chandrayaan -3 India's Pride.

Image
  છેલ્લા દસ-અગ્યાર વર્ષોના અથાગ પરિશ્રમની સફળતા હાથવેંત જ દૂર હોય અને છેલ્લી ઘડી નિષ્ફળતામાં પલટે, ત્યારે કુદરત આપણી સાથે રમત કરતી હોય એવું લાગે. છ સપ્ટેમ્બર 2019ની મધ્ય રાત્રીએ મિશન ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ ચાંદામામાને જાણે હાથતાલી આપીને ક્યાંક ગાયબ થઈ ગયું. જો અંતિમ ડગલામાં કોઈ વિઘ્ન ના આવ્યું હોત, તો, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ભારત વિશ્વમાં પ્રથમ દેશ કહેવાત. ઈશરો ઓછા ખર્ચે અવકાશમાં સંશોધન પ્રવૃત્તિઓ માટે દુનિયાના શક્તિશાળી દેશોને ટક્કર આપી શકે, તેટલી પ્રગતિ સાધી છે.તેમની મહેનતને સલામ છે.ચંદ્રયાન 2નું લેન્ડર વિક્રમ ભલે ચંદ્રની સપાટી પર લેન્ડ ના થઈ શક્યું, પણ,ઓર્બીટર ચંદ્રની ફરતે ચક્કર લગાવી ચંદ્ર વિશે માહિતી પહોંચાડતું રહ્યું.વિજ્ઞાન તો પ્રયોગો અને અવલોકનો પર આધાર રાખે છે, દરેક પ્રયોગમાંથી કંઈક નવું શીખી શકાય છે. અવલોકનનું પરિણામ નિષ્ફળ રહ્યું આપણે તેમ ના કહી શકીએ, સમર્પણ પૂર્વક કરેલા પ્રયત્નનું પરિણામ સફળતા જ હોય છે. પણ, તે પ્રયોગોની જુદી-જુદી રીત કરવાથી સાચી રીત સુધી પહોંચી શકીએ છીએ. ચંદ્રયાન 2 નિષ્ફળ રહ્યું તેમ ના કહેવાય, પણ, ત્યાં સુધી પહોંચવાની એક રીત મ...

Be Independent to do own work

Image
જીવ રેડી દે મહેનતમાં, છતાં, નથી અંબાતો નિર્વાહનો છેડો, ને ખુદ્દાર બની કરે પોતાનું કર્મ, તેની મદદ એ  મહેનતનું છે પ્રોત્સાહન. છે સંપૂર્ણ સક્ષમતા, છતાં, બહાનાઓ બતાવી, નથી કરવી મહેનત, ને નિર્વાહ કાજ અવલંબે અન્ય પર, તેની મદદ એ આળસ વૃત્તિનું છે પ્રોત્સાહન. જેમને  ખરેખર જીવનમાં કંઈ મેળવવું છે, કાંઈ કરવું છે તે ક્યારેય બહાનાઓ નહીં બતાવે. તે કર્મનું ફળ મળે કે ના મળે, અવિરત કર્મની સાતત્યતા જાળવી રાખશે. સમય, સંજોગો, વ્યક્તિઓ કે પરિસ્થિતિને દોષ આપવાના બદલે શક્ય તેટલી મહેનતમાં જીવ રેડશે. ઘણી વખત લોકો કહેતા હોય છે કે, મારા જીવનમાં આ ઘટનાઓ બની કે, આ વ્યક્તિએ મને સાથ ના આપ્યો, કે મારા જીવનમાં અનેક બંધનો હતા. આવા બધા બહાનાઓ રજૂ કરી જાતને છાંવરતા કહે છે કે, આ બઘી સમસ્યાઓ હોવાથી હું કંઈ કરી ના શક્યો કે કરી ના શકી. પણ,જીવનમાં જે લોકોએ કાંઈ મેળવ્યું છે, આગળ વધ્યા છે,તે સીધી રીતે તેના હાથમાં આવી ગયું હશે? બિલકુલ નહીં, તેમના જીવનમાં પણ વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના કે સંજોગોના રૂપમાં અસંખ્ય અવરોધો આવ્યા હશે. પણ, તેઓએ તેમના કામ માટેનો માર્ગ કાઢી લીધેલો.એ અવરોધોના બહાનાઓ બતાવાને બદલે ધ્યેયને સમર્પિત...

Celebrate yourself

Image
 રિબાતી જાતને બચાવવાં, કર્યા અનેક મરણીયા પ્રયાસ. બધું જ હોય જીવનમાં, છતાં, અંદરથી કંઈક કોરી ખાઈ. ઉપચાર ઘણો કર્યો, પણ, દરેક રીત ખોટી નીવડી. અનેક પ્રયાસોને અંતે, ઉપચારની સાચી ઔષઘી મળી. સ્વનું સતત મૂલ્યાંકન કરવું, અન્યનું મૂલ્યાંકન બંધ કરવું. સ્વ-મૂલ્યાંકનથી સ્વદોષ દેખાશે, ને જાતની વધારે નજીક જવાશે. જે જીતે જાતને, તે જીતે જગને. પોતાની જાતથી નાખુશ માણસ બીજાને ક્યારેય ખુશી નથી આપી શકતો.ઉલટું, સ્વભાવ અને આદતોથી ઘવાયેલો માણસ સૌથી પહેલા પોતાની જાતને ઇજા પહોંચાડે છે. આ ઇજા પર રૂઝ લાવવાના પ્રયત્નોને બદલે ઘા ને વધારે ખોતરીને ઘાયલ થતો રહે છે. એટલે કે, ખોટી આદતોથી થતા નુકશાનને સુધારવાને બદલે ધીમે-ધીમે આદતને વશ થતો જાય છે. અને આ રીતે પોતાની અંદર એક નાખુશ માણસને જન્મ આપે છે. આ આદતો એટલે સપનાઓ જોવા પણ, મહેનત માટે થોડું પણ સમર્પણ ભાવ નહીં, જીવનમાં કંઈક મેળવવાની અપેક્ષા અંદર ને અંદર વધતી જાય,પણ,સમર્પણ ભાવના અભાવે કાંઈ પરિણામે નહીં.મેળવી ન શક્યાંનું દુઃખ વધારે પીડા આપે અને પીડાનું કારણ પોતાની જાતને ના માનતા સમય, સંજોગો અને પરિસ્થિતિને માને.એટલે બીજા પર દો્ષારોપણ કરીને જાતને અબળા માની વધારે દુઃખ પેદા ...

A Prayer to God on Birthday

Image
 અપેક્ષાઓ પણ ઓછી પડે, એટલું મળ્યું મને જીવનમાં, મળેલું સાર્થક કરી શકું એવી પ્રાર્થના. તમે આપેલા જીવનની ગતિની સાથે, કર્મનાં સાતત્યનો દીપ પ્રગટાવી, જીવનને અજવાળી શકું એવી પ્રાર્થના. બીજાની ભૂલોને ક્ષમા આપીને, મારી ભૂલોને સુધારી-માફી માંગીને, સંબંધોને મહેકાવી શકું એવી પ્રાર્થના. ક્યારેય કોઈનુંય અહિત ન કરીને, મન-વચન-કર્મથી થોડું પણ બીજાનું હિત કરીને, શુદ્ધ આચારણને જીવનમાં ઉતારી શકું એવી પ્રાર્થના. ગર્વ છે મને મારા ગુજરાતી-ભારતીયતાનો, પરિવાર-સમાજ અને દેશ માટે કંઈક કરીને, શાંતિ-સંતોષ સાથે જીવનને ગતિ આપી શકું એવી પ્રાર્થના. સત્યના માર્ગે ચાલીને, સંઘર્ષો સામે લડીને, જીવનને સુંદર બનાવી શકું એવી પ્રાર્થના. સારૂ સ્વાસ્થ્ય જાળવીને, જરૂરિયાતમંદની સેવા કરીને, જનેતાના ઋણને ચૂકવવાનો પ્રયાસ કરી શકું એવી પ્રાર્થના. ધારા મનિષ ગડારા "ગતિ". ENGLISH TRANSLATION Where Expectations also less,  I got so much in life,  A prayer that I can make what I have received worthwhile.  With the pace of life you give,  Lighting the lamp of continuity of karma,  A prayer that can light up life...