Posts

Don't be a complainer, be a witness of life

Image
મળ્યું તેને માણ્યું કદી ના, રહી ફરિયાદો જે મળ્યું ના, શોધાય છે દશેય દિશામાંથી ભૂલો, પણ, એક દિશા રહે છે કોરીકટ. છે આ જ માનવ સ્વભાવ, જે છે તે ના જોવું ને, જે નથી તેને ઝંખવું. જીવનમાં જે મળ્યું છે તેને જો માણતા આવડે તો જીવન જીવવા જેવું લાગે, બાકી આજ-કાલ લોકો સતત નિરાશ અને ઉદાસ બની ફરિયાદો કરતા જ જોવા મળે છે. કેમકે, તે લોકો બીજા પાસે શું છે, તે જોવામાં જ એટલા વ્યસ્ત હોય છે. જે તેની પાસે છે તેને માણ્યા વગર, શું નથી તેની સતત ફરિયાદો કર્યા કરે છે.  તેમને પોતાની જાત સિવાય જગત આખાથી પરેશાની હોય છે. હકીકતમાં તે માણસ અંદરથી જ નાખુશ હોય છે. જે પોતે જ પોતાનાથી પ્રસન્ન નથી, સ્વાભાવિક છે તેને દરેક પરિસ્થિતિથી ફરિયાદ રહેવાની જ છે. આખો દિવસ કોઈને પણ મળ્યા વગર જો પોતાની જાત સાથે જ વિતાવાનો થાય, તો તેઓ બેચેન બની જાય છે. જેઓ પોતાની જાતને જ સહી નથી શકતા, તેમને બહારથી કોઈ પરિસ્થિતિ પ્રસન્નતા નથી આપી શકતી.  જેઓ પોતાની જાતને એકાંતમાં પણ માણી શકતા હોય, વિસ્તરી શકતા હોય, પોતાની જાતને જાણીને માણતા અને ઉજવતા હોય, તે દુઃખની સ્થિતિમાં પણ જાતને સંભાળી લેતા હોય છે. જે પોતાની ભૂલોને સ્વીકારી શકે છે, સુધ...

Medicine called forgiveness and weapon called bravery can defeat grief

Image
મનની પીડા વધારે ને વધારે ઘેરાતી ગઈ, પ્રયાસો છતાં ના મળી દર્દની કોઈ દવા, થાકી-હારીને મને કર્યુ કંઈક નક્કી, જાતથી કે બીજાથી મળેલા દુઃખને ભૂલી જવુ. મળી ક્ષમા નામની અમૂલ્ય ઔષધિ, જેને લેનાર કરતા આપનારને આપી વધારે શાતા. દર્દનું કારણ જાત હોય કે અન્ય, જાતને કે અન્યને ક્ષમા આપવાથી, પીડા મૂળથી દૂર થાય, જે મનને દુઃખમાંથી ખુબ શાતા આપે છે. જીવનમાં જયારે અચાનક જ અંધારુ થઈ જાય, ત્યારે અંધારામાં ગમે તેમ કરીને જાતને સંભાળી લેવી અને મનમાં મજબૂત આશ પણ બાંધવી કે આજે અંધારું છે, પણ, આવતીકાલે અજવાળું જરૂર થશે ને એ અજવાળાથી ચમકીશું પણ ખરા. જીવનનું અંધારું એટલે જીવનમાં દુઃખની સ્થિતિ. એ દુઃખ કદાચ આપણે જાતે ઉભું કરેલું હોય, કદાચ કોઈ અન્યથી થયું હોય, કદાચ આપણે કે કોઈ અન્ય સિવાય સ્થિતિ જ જવાબદાર હોય. દુઃખના સમયમાં સૌથી અઘરું છે જાતને સંભાળવાનું. કોઈ પણ પરિસ્થિતિને આપણે સહજભાવે સ્વીકારી લઈએ તો, મનની સમસ્યાઓ ઓછી થઈ જાય છે. દુઃખને સ્વીકારી લઈએ, તો મન ઓછું પીડાશે. પણ, આપણે દુઃખને સ્વીકારવાને બદલે સામે ફરિયાદ કરીએ કે મારી સાથે આવું શા માટે થયું? જેટલી ફરિયાદો વધારે, એટલી જ તકલીફ વધારે.સ્વીકારવાથી દુઃખ જતું ર...

A memorable souvenir for every stage of life

Image
માર્ગની મજા લઈ જાણે તે ખરો પથિક, કાંટા ળો માર્ગ જોઈ ડરી જાય તે કાયર, બધા માર્ગો ફૂલોથી શણગારેલા નથી હોતા, મંઝિલ મેળવવી જ સફળતા નથી, વાગેલા ઘાને ભુલાવી, જાતને સંભાળી, મોજથી ડગલાઓ માંડતા રહેવા, એ જ ખરી સફળતા છે. જીવનમાં સત્તા, સંપત્તિ, હોદ્દો કે પદ મેળવવો જ સફળતા નથી. આ બધું મેળવી લીધું હોય છતાં જીવનમાં કોઈક અભાવ નડતો હોય છે. આ અભાવ, અતૃપ્ત મન જીવનને શાંત નથી થવા દેતું. શાંત એટલે જે શ્વાસો ભરીએ તે જીવંત અવસ્થામાં, જાગ્રત થઈને ભરીએ અને કોઈ પણ ફરિયાદ વગર સાક્ષી ભાવે જીવનના રંગોને માણીએ. માણસ સત્તા, સંપત્તિ, નામના, પદ, હોદ્દો મેળવવા સતત દોટ મુકતો જ રહે છે. અને આ બધું કદાચ મળી પણ જાય છતાં તે સંતોષથી નથી જીવી શકતો. કારણ, આ બધું મેળવવાની દોટમાં તેની પાસે જે હતું, તે છૂટતું જતું હતું. એટલે બધું મળી જાય તો છૂટી ગયેલાનો વસવસો રહે છે. જીવનમાં બધું મેળવવું જરૂરી જ છે અને મેળવવું પણ જોઈએ જ. પણ, એ મેળવવાની જે સફર છે તેનું પણ એક યાદગાર સંભારણું હોવું જોઈએ.   જો સફરનું સંભારણું સારૂ હોય તો કદાચ જીવનમાં સત્તા, સંપત્તિ, હોદ્દો આ બધું ના મળે તો પણ મન તૃપ્ત રહે છે. નિષ્ઠાભેર કાર્ય, શ્વાસમાં આ...

Life is the journey of happiness and sorrow

Image
ઘણુ ઈચ્છાએ તો ઘણુ અનિચ્છાએ ઘણુ મનભર તો ઘણુ મન મારીને, ઘણુ ફરજે તો ઘણુ લાગણીએ, ઘણું માનથી તો ઘણું સ્વાભિમાને ઘણું સરવાળો તો ઘણી બાદબાકી કરીએ તો જીવનના દરિયાને મોજથી પાર કરી શકીશું. દરિયામાં એક મોજું સુખનું તો બીજું દુઃખનું આવે, દરેક વહેણમાં જાતને સંભાળી આગળ વધતો રહે તે સાચો નાવિક.  મોટા ભાગે માનવી ભગવાન તેના દુઃખ દૂર કરે એવું જ માંગતો હોય છે, દુઃખ દૂર થાય એવું નહીં પણ દુઃખ સામે ટકી શકવાની, લડવાની અને દુઃખ સામે લડીને જીતવાની શક્તિ ભગવાન પાસે માંગવાની હોય છે. જયારે સારા દિવસો હોય ત્યારે આપણે અહંકારમાં ફરતા હોઈએ છીએ, જીવન સ્વાર્થથી જીવતા હોઈએ છીએ. જયારે, દુઃખ અચાનક આપણું સરનામું શોધી આવી પડે ત્યારે જીવન ભારે ભરખમ બની જતું હોય છે. ત્યારે માનવીને સત્યનો પણ સાક્ષાત્કાર થતો હોય છે. આપણા જ જીવનનું નિરીક્ષણ કરશો તો ખ્યાલ આવશે કે જયારે જીવનમાં દુઃખ આવી પડે, ભલે તે શારીરિક, માનસિક કે આર્થિક હોય, ત્યારે, આપણો સ્વભાવ વિનમ્ર બની જાય છે, સત્યની નજીક નિસ્વાર્થ બની જઈએ છીએ. તો આવો સ્વભાવ મેળવવા આપણે જીવનમાં દુઃખ આવવાની શા માટે રાહ જોઈએ છીએ?  જીવનની સ્થિતિ કોઈ પણ હોય, કોઈનું મન દુભાય એવા ...

Expectations on others are depressing, while self-effort builds self-confidence

Image
  બીજા પર અપેક્ષાઓ રાખીશું, તો ફક્ત નિરાશા જ મળશે. આપબળે આગળ વધશું, તો આત્મા પરનો વિશ્વાસ મળશે. એક કહેવત જૂની અને જાણીતી છે કે "પારકી આશ, સદા નિરાશ." તમારી પાસે પુરી શક્તિ અને સમય છે, છતાં જો તમે અન્ય પર અપેક્ષાઓ રાખો કે આધારિત રહેશો તો તે દુઃખના બીજ રોપવા સમાન બને છે. કેમકે, અન્ય વ્યક્તિ તેની અનુકૂળતા, પ્રાથમિકતા કે ઈરાદાપૂર્વક આપણી અપેક્ષાઓને અગ્રિમતા ના આપે અને વારંવાર આવું બને તો મનમાં રોપાયેલું દુઃખનું બીજ ક્યારે મોટુ રૂપ ધારણ કરી લે તે આપણે પણ નથી જાણતા. ઈશ્વરે સૌને અલગ-અલગ કળા અને જ્ઞાન આપ્યા છે. કોઈ એક સંપૂર્ણ ના જ હોય શકે. સૌને એકબીજાની આવડતની અનિવાર્યતા રહેવાની જ છે. પણ, આ અનિવાર્યતા અને અપેક્ષાનો ભેદ સમજાવો જોઈએ. સંબંધમાં તો અપેક્ષાઓનો અવકાશ રહેવો જ ના જોઈએ. સંબંધનો આધાર લાગણી છે, લાગણીમાં ગણતરી ના હોય. મનને શાંતિ જોઈતી હોય તો અપેક્ષાઓને શૂન્યત્તમ બનાવાનો પ્રયાસ કરો. જો બીજા પરની અપેક્ષાઓ ઘટશે, તો આપણે સૌ પ્રથમ જાત પાસેથી શક્ય તેટલું કાર્ય લેવાની કોશિશ કરશું. આપણી છુપી શક્તિ કામે લાગશે, અને આપણા આશ્ચર્ય સાથે આપણે પોતાના બળ પર આપણી અપેક્ષાઓને પુર્ણ કરી શકીશું. તેની...

A simple and intuitive life is closer to God

Image
સરળ અને સહજ સ્વભાવથી સંબંધો કે વ્યવસાયમાં સફળતા મળે છે. જેટલું તોછડૂ વર્તન, દુનિયા એટલી જ દૂર. અતિશય મીઠાપણાના બદલે પારદર્શક વ્યવહારથી લોકો આકર્ષાઈ છે. દંભને પણ દુનિયા ઓળખે છે, ને સહજતાને પણ સૌ પારખે છે. હાલમાં દુનિયાના મોટા ભાગના સંબંધો સ્વાર્થના જ હોય છે. અમુક સંબંધો જ નિસ્વાર્થભાવથી જોડાયેલા હોય છે. ઝડપી જમાનામાં સંબંધો બને છે ઝડપથી અને તૂટે પણ છે ઝડપથી. સંબંધોનું વર્તુળ હોય છે ઘણું મોટુ, પણ, હૃદયના તરંગોના વર્તુળમાં અમુક સંબંધો જ પોતાની જગ્યા બનાવતા હોય છે. એટલે કે, જયારે વ્યક્તિને ખરેખર મદદની જરૂર હોય અને વગર કહ્યે સમજી જાય તેવા સંબંધો. જો આપણા જીવનમાં આવા કોઈ સંબંધ હોય તો, આપણુ જીવન ભાગ્યશાળી કહેવાય. બાકી મીઠું-મીઠું બોલનારા જીવનમાં અણીના સમયે ખસી જતા હોય છે. તેઓની વાણી હોય છે અતિશય મીઠી પણ, જીવનમાં જરૂરિયાત આવી પડે ત્યારે તેમની પાસે બહાનાઓની યાદી તૈયાર હોય છે. એવી જ રીતે વાતે-વાતે તોછડું વર્તન કરનારા, આડું બોલનારા કે હું પદ ધરાવનારથી પણ દુનિયા દૂર થતી જાય છે. જેના માટે પ્રયત્ન કરવો પડે તે કૃત્રિમ અને જે આપમેળે થઈ જાય તે કુદરતી. સંબંધો હોય કે વ્યવસાય જ્યાં પારદર્શકતા જળવાય ત્યાં ...

Maintain consistancy in different situation.

Image
  સમયની ધારા સાથે વહેતો રહે મહેનતનો પ્રવાહ, ભ લે પ્રવાહને ના મળે તેની મંઝિલ, ગમે તેટલા તોફાનો આવે, પણ, પ્રવાહ જો સંભાળી શકે તેની ગતિ, ને નિત્ય નિરંતર બની વહેતા રહે, તો મંઝિલને રહેશે વેગને મળવાની તાલાવેલી. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે, શું સમયના પ્રવાહની સાથે આપણા જીવનની ગતિ યોગ્ય દિશામાં વહી રહી છે? આ પૃથ્વી પર મેં જેટલા શ્વાસો લીધા તેના બદલામાં મારાથી કાંઈ મૂલ્યવર્ધક પ્રયાસ થયો? જો તેનો યોગ્ય જવાબ ના મળે તો સમજી લેવું કે આપણે ફક્ત જીવનને પૂરું કરી રહ્યા છીએ, જીવી રહ્યા નથી.  મૂલ્યવર્ધક પ્રયાસ એટલે આપણી અંદર છુપાયેલા રત્નને ઓળખીને તેને ચમકાવીને, જગતને જગમગાવાનો પ્રયાસ. દરેકની અંદર ઈશ્વરે અલગ-અલગ કલાઓ રોપી છે, તેને વિકસાવીને આપણી જાતની સાથે જગતનો વિકાસ થાય એવું કંઈક કરીએ. જો આપણે સાતત્યપુર્ણ આપણું કાર્ય કરતા રહીશું, હિંમત હાર્યા વગર, પરિણામની પરવા કર્યા વગર કાર્યમાં પ્રાણ રેડી દઇશુ, તો તેનું ફળ આપણા ધાર્યા કરતા પણ વધારે મળશે. દરેકને જીવનમાં સંઘર્ષ હોય જ છે. ફરક ફક્ત વિચારોનો હોય છે. કોઈ આરામદાયક વર્તુળમાંથી પોતાની જાતને બહાર કાઢવા માંગતા જ નથી ને સતત પોતે ઉભી કરેલી ...