TRUE RELIGION
પ્રભુની પ્રતિકૃતિની પૂજા છે મારો પ્રભુ પરનો વિશ્વાસ, ધીમે -ધીમે વિશ્વાસ બન્યો મારો ધર્મ, ધર્માંધ કૃતિનું આચરણ છે ખોટો મારો દંભ, માનવસેવા એ જ પ્રભુસેવા એ સાચો મારો ધર્મ, નિભાવું ફરજ ને કરું મારું કર્મ તે સાચો મારો ધર્મ. ભારત એક વિવિધતા ધરાવતો દેશ છે. આ વિવિધતાના દેશમાં જે એક અને અટલ તત્વ છે તેના પણ પોતપોતાના વિશ્વાસ પ્રમાણે વિવિધ નામો અપાયા છે. એટલે કે લોકો પોતાના વિશ્વાસ પ્રમાણે અલગ -અલગ ધર્મદેવતાની પૂજા કરે છે. આ એક ઈશ્વરરૂપ તત્વની લોકો પોતાના વિશ્વાસ મુજબ જુદા -જુદા પ્રભુના નામે પ્રતિકૃતિની પૂજા -અર્ચના કરે છે. પછી ધીમે -ધીમે આ ગાઢ વિશ્વાસ ધર્મના નામે ઓળખાય છે. ધર્મના નામે ધર્માંધ કૃતિનું આચરણ કરી આપણે ખોટા દંભી પણ બની જઈએ છીએ. જેમકે, શંકરદાદાના શિવલિંગ પર આપણે દૂધ ચઢાવીએ એ આપણી તેમના પરની શ્રદ્ધા છે. તેમના પર દૂધનો અભિષેક શાસ્ત્ર પૂરતું કરી બાકીના દૂધને કોઈ ગરીબ બાળકને શા માટે ના આપી શકીએ?, બાકીનું દૂધ જો તે ગરીબ બાળકને આપીશું તો કદાચ તે જીવમાં બેસેલ શિવ પણ રાજી થશે.અમુક મંદિરોમાં ભગવાનના વિ. આઈ. પી દર્શનનું આયોજન રાખવામાં આવે છે અને આપણે હોં...