Posts

The Fruit of Karma

Image
 રોપ્યા છે ઈશ્વરે સારાપાણાનાં બીજ માનવીમાં, છતાં માનવી ના બનાવી શક્યો સતકર્મોનું વટવૃક્ષ. સ્વભાવ છે માનવીનો સ્વતંત્ર, છતાં રોકી ના શક્યો પોતાનો બદલો લેવાની ભાવના. જાણે છે બધા કર્મનાં નિયમને, છતાં રોકી ના શક્યા પોતાના નિરર્થક અભિમાનનું વળગણ.               મનુષ્યમાં પ્રકૃતિદત્ત સારા અને ખરાબ ગુણો ભગવાને ઉમેર્યા છે.કોઈમાં વધારે તો કોઈમાં ઓછા પણ આ બંનેનું સંયોજન તો બધામાં છે. કોઈ સંપૂર્ણપણે ખરાબ નથી કે કોઈ સંપૂર્ણપણે સારા નથી. તે વ્યક્તિના મન પર રહે છે કે પોતાના સ્વભાવને ઓળખી ખરાબ ગુણો કે જેનાથી બીજાનું અને સાથે -સાથે પોતાનું નુકસાન થાય છે તેના પર કાબુ કઈ રીતે મેળવવો.મનના ઊંડાણમાં ભગવાને રોપેલા આ બીજથી માણસ અજાણ જ રહે છે. કયા બીજનું વટવૃક્ષ થવા દેવું અને કયા બીજનો નાશ કરવો તે મનુષ્ય પર છે.પોતાના સ્વભાવને પારખી અંદર રહેલા વેર, ઝેર, ઈર્ષાના અગ્નિને ઓલાવી નાંખીએ તો એક -એક સારૂ બીજ ખીલી ઉઠશે.આ ખીલી ઉઠેલા સારા ગુણના બીજથી સત્કર્મોનું વૃક્ષ રોપાય છે જે વટવૃક્ષ બની પોતાની સાથે સંસારનો ઉદ્ધાર કરે છે.            દરેક મનુષ્યનો સ્વભ...

The great man who is rich from huminity not wealth.

Image
છે જે ધનથી અમીર ને, નથી નિભાવી માનવતા, કહેવાય તે મોટા માણસ. છે જે ધનથી ગરીબ ને, નિભાવ્યો માનવધર્મ, કહેવાય તે નાના માણસ. માણસની માણસાઈ મોટી નથી અહીંયા, છે મોટી નામના માણસાઈથી ગરીબ ધનિકોની.               ઘણી વખત એવું સાંભળવા મળે છે કે આ બહુ મોટા માણસો છે ને તે તો બહુ નાના માણસો છે. લોકો ક્યા અર્થમાં મોટા અને નાના માણસોનો ભેદ કરે છે તે સમજાતું નથી. મોટાભાગે લોકો ધન અને વૈભવની દ્રષ્ટિએ મોટા અને નાના માણસોનો ભેદ કરે છે, તેમાં જીવી રહેલી માણસાઈના આધારે નહીં.               તેને એક વાત પરથી યોગ્ય રીતે સમજી શકાશે.એક વૃદ્ધ દંપતી રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું. અચાનક વૃદ્ધ પુરુષને છાતીમાં દુખાવો થવા લાગ્યો. વૃદ્ધ સ્ત્રીએ થોડે આગળ એક વૃક્ષ નીચે પોતાના પતિને બેસાડી પસાર થતા વાહનોને રોકી મદદ માંગવા નીકળી. રસ્તા પરથી પસાર થતી મોટી ગાડીઓમાં બેઠેલા લોકો વૃદ્વ દંપતીની લાચારી જોઈ ના જોઈ કરી આગળ નીકળી ગયા, કોઈ તેમને જોઈને ઉભા રહ્યા પણ મદદ માટે તૈયાર ના થયા. વૃદ્ધની તકલીફ વધતી જતી હતી ને લાચાર બનીને તેની પત્ની રસ્તાની વચ્ચે ઉભી રહી મદદની ...

The battle of life in the will of the mind and heart

Image
 હૃદય સહી રહ્યું હતું દુઃખ અપાર, પડી રહી હતી જયારે સંબંધમાં અદ્રશ્ય તિરાડ. હૃદય સહી ના શક્યું વધારે પીડાનો બોજ, ભાવશૂન્ય બનેલા હૃદયોથી સંબંધોમાં સર્જાઈ મોટી ખાઈ  હૃદય જંખતું રહ્યું લાગણી અને સ્નેહ, મગજ ઇચ્છતું રહ્યું પ્રસિદ્ધિ, પૈસા ને ભૌતિક સુખ. હૃદય અને મગજની ચાહમાં જિંદગી લડતી રહી લડાઈ, પૂરી થઈ મગજની ખ્વાહિશ ને હારી ગઈ જિંદગી.           યંત્રવત બનેલા માનવીમાં એક નાનકડું હૃદય જ સતત લાગણીનો સંચાર કરતુ રહે છે. હૃદયના ઉંડાણમાંથી જન્મતી લાગણી જ માણસને એક યંત્ર બનતા રોકે છે. બાકી આજના માણસ અને યંત્રમાં શું ભેદ રહ્યો છે? નાનકડું હૃદય જ બધી લાગણીઓનુ જન્મસ્થાન છે. સુખ, દુઃખ, ખુશી, નિરાશા, ઉત્સાહ, પ્રેમ, કરુણા, દયા બધી જ સંવેદનાઓ હૃદયમાંથી ઉદ્દભવે છે.             દૈનિક અખબારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે વાંચીએ કે રસ્તાઓ પર ભણવાની ઉંમરે નાના બાળકોને ભીખ માંગતા જોઈએ કે રેસ્ટોરન્ટમાં આપણી ડીશમાં કોઈ છોટુને પીરસતા જોવું એ આપણા માટે સામાન્ય બની ગયું છે. ખરેખર આ બધી ઘટનાઓ વિશે દિલથી વિચારીએ તો થાય કે આપણી સંવેદનાઓ ઓછી થઈ ગઈ છે કાં તો મરી...

The Difference between Ego and Self-esteem.

Image
 સળગી રહ્યું છે મારી અંદર કંઈક, જે બાળે છે પોતાની સાથે જગતને. પ્રજવલ્લિત થઈ રહ્યું છે મારી અંદર કંઈક, જે પ્રદીપ્ત કરે છે જાતની સાથે જગતને. સળગું છું હું મારા અહંકારથી, પ્રજવલ્લિત થાઉં છું હું મારા સ્વાભિમાનથી. હું જ એક શ્રેષ્ઠ તે મારો અહંકાર, હું પણ શ્રેષ્ઠ તે મારો આત્મવિશ્વાસ.              ઈશ્વરે દરેક મનુષ્યનું સર્જન કમી -ખૂબીના સંયોજનથી કરેલું છે. ઈશ્વrદત્ત ખૂબીને જો તે અહંકારની દ્રષ્ટિએ જોશે તો, તે ખૂબી વધારે સમય ટકતી નથી. અહંકારી માણસ અંદરથી ખોખલો થઈ જાય છે. તે હંમેશા સ્વકેન્દ્રી વિચારોમા જ ખોવાયેલો રહે છે. તેની નજર બીજાની શ્રેષ્ઠતા જોઈ શકતી નથી.બીજાને પોતાના કરતા આગળ જતા જોઈને તેને નીચે પાડવાના વિચારોમા રહેવા લાગે છે. તે ઈશ્વરદત્ત આવડતનો ઉપયોગ કરીને તેને વધારવાને બદલે બીજા શા માટે તેનાથી આગળ નીકળી ગયા તેના વિચારોમા રહીને જાતને તો બાળે છે, સાથે -સાથે પોતાના કરતા શ્રેષ્ઠને નીચે પાડવાના પ્રયત્નોથી બીજાને નુકસાન પણ પહોંચાડે છે.                    જયારે વ્યક્તિને પોતાના કાર્યની કદર ના થઈ હોય કે અપે...

I can do it

Image
 પાંખો આપી પણ મને  ઉડવા ના દીધી, ફેલાવી પાંખો વિસ્તાર્યું મારું આકાશ. કોશિશ ઘણી કરી મને બાંધવાની, મુક્ત બની વિહરવું રહ્યું મારું ધ્યેય. ખોટી માન્યતાઓએ અબળા મને કીધી, ઈશ્વરદત્ત કળાને નિખારી શાને ના કરું મારું કર્મ?      આજના સમયમાં દીકરો -દિકરી સમાનની વાતો ઘણી થાય છે. પરંતુ, આ સમાનતા હજુ ઘણા ક્ષેત્રે સ્પર્શી પણ નથી.કહેવાતા સમાનતાના યુગમાં પણ હજુય ઘણા ક્ષેત્રે એવી માન્યતા પ્રવર્તે છે કે, "આ કામ સ્ત્રીઓથી ના થઈ શકે, અમુક નિર્ણયો સ્ત્રી ના લઈ શકે ". એ જ કામ માટે સ્ત્રી ધીમે -ધીમે દરેક માન્યતાઓને ખોટી પાડી આકાશની ઉંચાઈને આંબતી જાય છે. પુરુષપ્રધાન કામમાં પોતાની આવડત સાબિત કરવાનો સંઘર્ષ, સ્ત્રી તરીકે કૌટુંબિક જવાબદારી નિભાવાની ફરજ અને પોતાના કાર્ય પ્રત્યેનું સમર્પણ એમ વિવિધ સ્તરને એક તાંતણે બાંધવાનું કૌશલ્ય દાખવતી જાય છે. જો સ્ત્રી કોઈ ઉચ્ચ હોદ્દા પર હોય તો તેનો આદેશ અનુસરવામાં અમુક પુરુષો નાનપ અનુભવે છે.                જેટલી સ્વતંત્રતા દીકરાને પોતાની જાતને સાબિત કરવા મળે છે તેટલા જ બંધનો દિકરી પર લદાયેલા હોય છે.પોતાના મનમાં પ્રજ...

Store Always Good thing

Image
 મગજની રચના પણ છે કેવી નિરાળી! ખરાબ સાચવી રાખે ને સારૂ ભૂલી જાય. સચવાયેલું  ભારણ થાય છે મગજ પર હાવી, વર્ષો જૂનો સડેલો બોજ બને છે સંબંધનો દુશ્મન. સબંધનો શત્રુ જીતી બનાવે છે સબંધોને વાસી, વાસી સંબંધ તોડે છે અંતે હૃદયના જોડાણ.                    લોકકહેવત એકદમ સાચી છે કે, "તમે ગમે તેટલું સારૂ કરશો તો તે વધારે સમય યાદ નહીં રહે, પણ, તમારાથી ભૂલે ચુકે ખરાબ થઈ ગયું તો તે છેલ્લે સુધી યાદ રહેશે."ભગવાને મનુષ્યના મગજની રચના એવી કરી છે કે તે સ્વભાવગત લક્ષણ છે તે ખ્યાલ નથી પણ, આ વાત સાચી જરૂર છે. અને એ વાત પણ સાચી છે કે સારૂ કર્યું હોય તેનું ફળ પણ સારૂ જ મળે, આજે નહીં તો કાલે, મળે જરૂર.              લોકો મારા કાર્યના વખાણ કરે એટલે મારે સારૂ કરવું અને જો લોકો મારા કાર્યની કદર ના કરે તો મારે તે છોડી દેવું એવું વલણ અપનાવવું યોગ્ય નથી. લોકોની આપણા કાર્ય કે આપણા પ્રત્યે જે દ્રષ્ટિ હોય તે આપણે આપણી ફરજ ચૂકવી ના જોઈએ. વ્યક્તિનું માનસ એવું છે કે તેની સાથે અણગમતું કાંઈ થયું હોય તો તે ભૂલી શકતો નથી. તેના મગજમાં તે ઘટ...

The youth of life

Image
 શક્તિ એ જ જીવન છે, દુર્બળતા તો મૃત્યુ છે. આત્મશ્રદ્ધાથી આગળ વધતા રહેવું જ જીવન છે, અહંકાર કેળવી હુંને પોષતા રહેવું તો મૃત્યુ છે. કર્મ અને ફરજ નિભાવવા એ જ જીવન છે, તેના તરફ બેધ્યાન બની બેસી રેહવું તો મૃત્યુ છે.                      તારીખ બાર જાન્યુઆરી શ્રી સ્વામી વિવેકાનંદજીનો  જન્મદિવસ, રાષ્ટ્રીય યુવા દિવસ છે. યુવા એટલે ઉંમરથી નહીં પણ,મનથી યુવાન, વિચારોથી યુવાન,કર્મથી યુવાન.પોતાનામાં રહેલી અખૂટ શક્તિને પારખી તેને સાચી દિશામાં આગળ વધારવી એ જ તો જીવનની સજાગતા છે.સંઘર્ષ, દુઃખ એ તો જીવનનું સત્ય છે, એ તો જીવનમાં રહેવાનું જ. સતત એવી નિર્બળતાના રોદળા રડ્યા કરવા એ તો મૃત્યુ સમાન જ છે.          પોતાની જાત પ્રત્યે શ્રદ્ધા હોય તેને કોઈ મુશ્કેલી નથી નડતી. આત્મવિશ્વાસ એક પ્રેરકબળ છે. મને વિશ્વાસ છે કે ભગવાને મને આ કાર્ય કરવાની શક્તિ આપેલી છે તે હું કરી શકીશ, તે એક આત્મશ્રદ્ધા છે જે જીવનના શ્વાસોને  જીવંત બનાવે છે, જયારે, આ કાર્ય ફક્ત હું જ કરી શકીશ. મારા સિવાય આ કાર્ય થવું અશક્ય છે, હું છું તો જ બધું છે એ...