Posts

Different colors of emotions born in Heart

Image
ક્યારેક દિલ ખૂબ દુઃખ અનુભવે છે, તો ઘણી વાર મન અદ્ભૂત શાંતિ અનુભવે છે. ક્યારેક એવું લાગે જીવનમાં સંઘર્ષ સિવાય કાંઈ જ નથી, તો ઘણી વાર સ્વપ્ને પણ ના નિહાળેલું અપાર સુખ મળે છે. ક્યારેક ફરિયાદોના બોજ તળે વગર અગ્નિએ જીવ બળે છે, તો ઘણી વાર સંતોષનો મધુર ઓડકાર તૃપ્તતા બક્ષે છે. ક્યારેક હતાશાથી જીવનનો દરેક માર્ગ ધુંધળો બની જાય છે, તો ઘણી વાર આત્મનો પ્રકાશ નવો માર્ગ ઉજાળી જાય છે.  સર્જનહારે સર્વમાં પૂર્યા છે લાગણીનાં મિશ્રિત રંગો, તો શાં માટે ખિલવતા રંગોથી જીવનને ના સજાવું?            સર્જનહારે માનવીના હૃદયનું અદ્ભૂત સર્જન કર્યું છે. હૃદયમાંથી લાગણીનાં વિવિધ રૂપો જન્મે છે. ક્યારેક અતિશય દુઃખ તો ક્યારેક ખૂબ જ ખુશી. સ્થિતિ મુજબ લાગણીઓને જન્મ આપતા હૃદયમાં કેટલાય પ્રકારના ભાવો સમાયેલા છે. હૃદયમાંથી ઉત્પન્ન થતા વિવિધ ભાવો વચ્ચે પોતાના મનની સ્થિરતા જે જાળવી શકે તે જ પોતાના જીવનરૂપી બાગને ખિલવી શકે છે.જીવનની કોઈ પણ પરિરસ્થિતમાં જે ધૈર્ય નામના ગુણને ગ્રહણ કરી શકે તે હૃદયના કોઈ પણ ભાવોમાં પણ સ્થિરતા જાળવી શકે છે. ક્યારેક સહન ના થઈ શકે એવું દુઃખ અચાનક આવી પડે ત્યારે મન સતત...

The human mind knows but does not do

Image
 શા માટે પોતાના જીવને દુઃખી કરે છે? જાણે છે કે જતું કરવું એ જ જીવન છે. શા માટે દુઃખ આપતી વાતોને ભરીને મનને ભારે બનાવે છે? જાણે છે કે ક્ષમા આપવી જ મનની શાંતિ છે. શા માટે બીજા માટે કરેલા કાર્યોને ઉપકારભાવથી જોવે છે? જાણે છે કે ફરજ નિભાવવી એ તો કર્તવ્ય છે. શા માટે સરખામણી કરીને પોતાનાપણું ગુમાવે છે? જાણે છે કે તારું અસ્તિત્વ જ નોખું છે.              જેમ જીવન છે તો સાથે સંઘર્ષ પણ છે તેવી રીતે સંબંધો છે તો સાથે સમસ્યા પણ હોવાની જ. તે જગતનો કોઈ પણ સંબંધ કેમ ના હોય નાની કે મોટી સમસ્યા તો સર્જાય જ છે.સમસ્યાનું સમાધાન કરવું કે તેને વિકરાળ રૂપ આપવું તે મનુષ્યના મન પર નિર્ભર કરે છે.જે ઘટના કે વાતને કારણે સંબંધમાં સમસ્યા સર્જાય હોય ત્યારે કોઈ પણ એક પક્ષ તરફથી તેને છોડી દેવામાં આવે, ભૂલી જવામાં આવે એટલે કે જતું કરવામાં આવે તો સમસ્યા પર ત્યારે જ પૂર્ણવિરામ મુકાય જતું હોય છે.તે સંબંધના છેડે ઉભેલી બંને વ્યક્તિ જાણે જ છે પણ પહેલ કોણ કરે તેની રાહ હોય છે. જતું કરવામાં વચ્ચે અહં આડો આવતો હોય છે. સાથે-સાથે જતું ના કરીને દુઃખી પણ થતા જ હોય છે. જાણે દુઃખી થવામાં વધારે મ...

The pace of life with nature

Image
 રફ્તાર જોઈએ છે જીવનમાં સૂર્યનારાયણના અશ્વો જેવી, પણ કર્મો છે ગોકળગાયની ગતિ જેવા. જયારે આવકારે છે પ્રકૃતિ સૂર્યનારાયણની સવારીને, ત્યારે નથી ગમતી આપવી વિદાય નિંદરની રાણીને. ગુરૂ બનાવવા સૂર્યદેવને કરી હતી હનુમાનજીએ તપસ્યા, ત્યારે મનુષ્યની તો શી વિસાત? નથી મેળવવો તાલ જીવનની ગતિનો સૂર્યની ગતિ સાથે, ને નિંદ્રાદેવીની સંગાથે સપનાઓ આવે છે આભને આંબતા.          પોતાના જીવનની પ્રગતિ થાય, પ્રસિદ્ધિ મળે એવું કોણ ના ઈચ્છે? પોતાનું ઈચ્છીત ધ્યેય મેળવવા ઘણા લોકો આકરી કસોટીમાંથી પસાર થતા હોય છે,ઘણું બધું ત્યાગીને લક્ષ્ય મેળવવા મથતા હોય છે. બસ, એ જુસ્સાની, એ વલણની જ આવશ્યકતા છે. સમર્પણ  કર્યું છે એટલે મળશે એ નક્કી છે. પણ, ક્યારે એ કહી ના શકાય. અથાગ પરિશ્રમ છતાં ધાર્યું ના મળે ત્યારે માણસ થાકી -હારી જાય છે.જીવનમાં ધ્યેય નક્કી કરો ત્યારે આ વાત ચોક્કસ ધ્યાનમાં લેવી જોઈએ. મારી આવડત અને ક્ષમતા છે આ કાર્ય કરવામાં. જ્યાં સુધી પરિણામ મળે નહીં ત્યાં સુધી હકારાત્મકતા સાથે આત્મવિશ્વાસ કે ધૈર્ય ગુમાવીશ નહીં. હોય શકે ભગવાન તમારી ધીરજની કસોટી કરતા હોય. આમ પણ, પોતાના સમય પહેલા ક્યારેય ...

The Fruit of Karma

Image
 રોપ્યા છે ઈશ્વરે સારાપાણાનાં બીજ માનવીમાં, છતાં માનવી ના બનાવી શક્યો સતકર્મોનું વટવૃક્ષ. સ્વભાવ છે માનવીનો સ્વતંત્ર, છતાં રોકી ના શક્યો પોતાનો બદલો લેવાની ભાવના. જાણે છે બધા કર્મનાં નિયમને, છતાં રોકી ના શક્યા પોતાના નિરર્થક અભિમાનનું વળગણ.               મનુષ્યમાં પ્રકૃતિદત્ત સારા અને ખરાબ ગુણો ભગવાને ઉમેર્યા છે.કોઈમાં વધારે તો કોઈમાં ઓછા પણ આ બંનેનું સંયોજન તો બધામાં છે. કોઈ સંપૂર્ણપણે ખરાબ નથી કે કોઈ સંપૂર્ણપણે સારા નથી. તે વ્યક્તિના મન પર રહે છે કે પોતાના સ્વભાવને ઓળખી ખરાબ ગુણો કે જેનાથી બીજાનું અને સાથે -સાથે પોતાનું નુકસાન થાય છે તેના પર કાબુ કઈ રીતે મેળવવો.મનના ઊંડાણમાં ભગવાને રોપેલા આ બીજથી માણસ અજાણ જ રહે છે. કયા બીજનું વટવૃક્ષ થવા દેવું અને કયા બીજનો નાશ કરવો તે મનુષ્ય પર છે.પોતાના સ્વભાવને પારખી અંદર રહેલા વેર, ઝેર, ઈર્ષાના અગ્નિને ઓલાવી નાંખીએ તો એક -એક સારૂ બીજ ખીલી ઉઠશે.આ ખીલી ઉઠેલા સારા ગુણના બીજથી સત્કર્મોનું વૃક્ષ રોપાય છે જે વટવૃક્ષ બની પોતાની સાથે સંસારનો ઉદ્ધાર કરે છે.            દરેક મનુષ્યનો સ્વભ...

The great man who is rich from huminity not wealth.

Image
છે જે ધનથી અમીર ને, નથી નિભાવી માનવતા, કહેવાય તે મોટા માણસ. છે જે ધનથી ગરીબ ને, નિભાવ્યો માનવધર્મ, કહેવાય તે નાના માણસ. માણસની માણસાઈ મોટી નથી અહીંયા, છે મોટી નામના માણસાઈથી ગરીબ ધનિકોની.               ઘણી વખત એવું સાંભળવા મળે છે કે આ બહુ મોટા માણસો છે ને તે તો બહુ નાના માણસો છે. લોકો ક્યા અર્થમાં મોટા અને નાના માણસોનો ભેદ કરે છે તે સમજાતું નથી. મોટાભાગે લોકો ધન અને વૈભવની દ્રષ્ટિએ મોટા અને નાના માણસોનો ભેદ કરે છે, તેમાં જીવી રહેલી માણસાઈના આધારે નહીં.               તેને એક વાત પરથી યોગ્ય રીતે સમજી શકાશે.એક વૃદ્ધ દંપતી રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું. અચાનક વૃદ્ધ પુરુષને છાતીમાં દુખાવો થવા લાગ્યો. વૃદ્ધ સ્ત્રીએ થોડે આગળ એક વૃક્ષ નીચે પોતાના પતિને બેસાડી પસાર થતા વાહનોને રોકી મદદ માંગવા નીકળી. રસ્તા પરથી પસાર થતી મોટી ગાડીઓમાં બેઠેલા લોકો વૃદ્વ દંપતીની લાચારી જોઈ ના જોઈ કરી આગળ નીકળી ગયા, કોઈ તેમને જોઈને ઉભા રહ્યા પણ મદદ માટે તૈયાર ના થયા. વૃદ્ધની તકલીફ વધતી જતી હતી ને લાચાર બનીને તેની પત્ની રસ્તાની વચ્ચે ઉભી રહી મદદની ...

The battle of life in the will of the mind and heart

Image
 હૃદય સહી રહ્યું હતું દુઃખ અપાર, પડી રહી હતી જયારે સંબંધમાં અદ્રશ્ય તિરાડ. હૃદય સહી ના શક્યું વધારે પીડાનો બોજ, ભાવશૂન્ય બનેલા હૃદયોથી સંબંધોમાં સર્જાઈ મોટી ખાઈ  હૃદય જંખતું રહ્યું લાગણી અને સ્નેહ, મગજ ઇચ્છતું રહ્યું પ્રસિદ્ધિ, પૈસા ને ભૌતિક સુખ. હૃદય અને મગજની ચાહમાં જિંદગી લડતી રહી લડાઈ, પૂરી થઈ મગજની ખ્વાહિશ ને હારી ગઈ જિંદગી.           યંત્રવત બનેલા માનવીમાં એક નાનકડું હૃદય જ સતત લાગણીનો સંચાર કરતુ રહે છે. હૃદયના ઉંડાણમાંથી જન્મતી લાગણી જ માણસને એક યંત્ર બનતા રોકે છે. બાકી આજના માણસ અને યંત્રમાં શું ભેદ રહ્યો છે? નાનકડું હૃદય જ બધી લાગણીઓનુ જન્મસ્થાન છે. સુખ, દુઃખ, ખુશી, નિરાશા, ઉત્સાહ, પ્રેમ, કરુણા, દયા બધી જ સંવેદનાઓ હૃદયમાંથી ઉદ્દભવે છે.             દૈનિક અખબારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે વાંચીએ કે રસ્તાઓ પર ભણવાની ઉંમરે નાના બાળકોને ભીખ માંગતા જોઈએ કે રેસ્ટોરન્ટમાં આપણી ડીશમાં કોઈ છોટુને પીરસતા જોવું એ આપણા માટે સામાન્ય બની ગયું છે. ખરેખર આ બધી ઘટનાઓ વિશે દિલથી વિચારીએ તો થાય કે આપણી સંવેદનાઓ ઓછી થઈ ગઈ છે કાં તો મરી...

The Difference between Ego and Self-esteem.

Image
 સળગી રહ્યું છે મારી અંદર કંઈક, જે બાળે છે પોતાની સાથે જગતને. પ્રજવલ્લિત થઈ રહ્યું છે મારી અંદર કંઈક, જે પ્રદીપ્ત કરે છે જાતની સાથે જગતને. સળગું છું હું મારા અહંકારથી, પ્રજવલ્લિત થાઉં છું હું મારા સ્વાભિમાનથી. હું જ એક શ્રેષ્ઠ તે મારો અહંકાર, હું પણ શ્રેષ્ઠ તે મારો આત્મવિશ્વાસ.              ઈશ્વરે દરેક મનુષ્યનું સર્જન કમી -ખૂબીના સંયોજનથી કરેલું છે. ઈશ્વrદત્ત ખૂબીને જો તે અહંકારની દ્રષ્ટિએ જોશે તો, તે ખૂબી વધારે સમય ટકતી નથી. અહંકારી માણસ અંદરથી ખોખલો થઈ જાય છે. તે હંમેશા સ્વકેન્દ્રી વિચારોમા જ ખોવાયેલો રહે છે. તેની નજર બીજાની શ્રેષ્ઠતા જોઈ શકતી નથી.બીજાને પોતાના કરતા આગળ જતા જોઈને તેને નીચે પાડવાના વિચારોમા રહેવા લાગે છે. તે ઈશ્વરદત્ત આવડતનો ઉપયોગ કરીને તેને વધારવાને બદલે બીજા શા માટે તેનાથી આગળ નીકળી ગયા તેના વિચારોમા રહીને જાતને તો બાળે છે, સાથે -સાથે પોતાના કરતા શ્રેષ્ઠને નીચે પાડવાના પ્રયત્નોથી બીજાને નુકસાન પણ પહોંચાડે છે.                    જયારે વ્યક્તિને પોતાના કાર્યની કદર ના થઈ હોય કે અપે...