Posts

Father :The Pillar of Life

Image
 જેની છત્રાછાયામાં જીવનના થાકનો વિસામો મળે, જેની પાસે બાળપણ ફરીથી જીવતું થાય, જેના ખમતીધર ખભાએ જવાબદારીનો બોજ ઉંચકયો, જેમને ક્યારેક કડક થઈને સાચી શિક્ષા આપી હોય, જેમને સારૂ ઘડતર કરી સુંદર જીવન, અસ્તિત્વ આપ્યું હોય,  તે  એટલે પિતા.....                    બાળકને તેની સાથે તેના પિતાની ઉપસ્થિતથી એક હૂંફ, સલામતીનો અનુભવ થાય છે. બાળક માટે તેના પિતા એટલે તેની દરેક જરૂરિયાત પુરી કરનાર વ્યક્તિ.એક પિતા સંતાનના સારા ભવિષ્ય માટે પોતાની આજની જિંદગી,અરમાનો અને ઘણું બધું ત્યાગી દઈને,પુરા પરિવારની જવાબદારી પોતાના ખમતીધર ખભા પર લઈ લે છે.પરિવારના તમામ સદસ્યોની બધી જરૂરિયાત પુરી કરી જીવનને સરળ તેમજ સગવડભર્યું બનાવાનો પ્રયાસ જ તેના જીવનનો  ધ્યેય હોય છે.ગમે તેટલા મોટા થઈ જઈએ પણ માતા-પિતાની છત્રછાયામાં જે હૂંફ,સલામતી મળે તે જગતમાં ક્યાંય ના મળે,તેની પાસે બાળપણ ફરીથી જીવતું થાય છે.           બાળકના જીવનના ઘડતર માટે ક્યારેક કડક બની શિક્ષા આપે છે,તો ક્યારેક મિત્ર બની સમજાવે પણ છે.દરેક પિતાની એ જ ઈચ્છા હોય છે કે ત...

The jewel of India's Crown :Leh-Ladakh

Image
 છે અખૂટ સૌંદર્ય પણ, આબોહવાની અત્યંત વિષમતા છે. છે ભારતના તાજનું રત્ન પણ, દુશ્મનોના પ્રહારોથી સતત ઘેરાયેલું રહે છે. છે અહીંના લોકો હૃદયથી પવિત્ર પણ, રોજીરોટી માટે ઘણી મુશ્કેલી વેઠે છે. કુદરત એટલે સુંદરતા, પવિત્રતા, શાંતિ. કુદરતી સૌંદર્ય જેને અખૂટ પ્રાપ્ત થયું છે તેવું સ્થળ એટલે લેહ-લદાખ. શું સુંદરતાની બક્ષિસ ભારતના તાજમાં છવાયેલી છે!ભારતના તાજનું રત્ન એટલે લેહ-લદાખ. આંખોમાં ભરતા આંખ થાકે જ નહીં. તાજગી અને અપ્રીતમ સૌંદર્ય મન ભરીને બસ માણ્યા જ કરીએ. આપણા અસ્તિત્વ સાથે સુંદરતાની પળોને પ્રતિબિંબમાં કંડારતા મન ધરાઈ જ નહીં. અહીંના લોકોના ચહેરા તેમની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અલગ છે. પણ, તેમના હૃદય અત્યંત પવિત્ર. કુદરતના ખોળામાં જિંદગી જીવતા લોકો કુદરતની નજીક હોવાથી તેમનામાં માણસાઈ પણ જીવતી છે. બાકી અત્યારે કોણ કોનું છે? પરંતુ, અહીંના લોકો સ્વભાવે શાંત, ભોળા, હૃદયથી પવિત્ર, ઈમાનદાર અને મદદગાર છે.પણ, તેઓ રોજીરોટી માટે ઘણી મુશ્કેલી વેઠે છે. ભારતના અન્ય પ્રદેશો જયારે ગરમીથી ત્રાહિમામ હોય ત્યારે ત્યાં ઠંડી હોય છે અને ભારતના બાકીના પ્રદેશોમાં જયારે ઠંડી હોય ત્યારે ત્યાંના લોકો અત્યંત ઠંડીમાં દ...

Mother's Day:Respect for motherhood forever, not just for one day

Image
 જીવનથી થાકી જવાય ત્યારે વિસામાનું સ્થળ એટલે માં  બાળપણ જેની પાસે ફરી જીવતું થઈ શકે તે એટલે માં વાંક હોય છતાં રિસાઈ જાય ને વારંવાર મનાવે એટલે માં પોતે કષ્ટ વેઠી સંતાનનું જીવન સુધારવા મથતી એટલે માં સ્વાર્થના સૌ સંબંધમાં નિસ્વાર્થ વ્હાલ વરસાવે એટલે માં આખરે,જેના થકી શ્વાસો,આ અસ્તિત્વ મળ્યું તે એટલે માં            માઁ શબ્દમાં જ પ્રેમ અને પોતાનાપણું છુપાયેલું છે.એક માતાની માટી જ ભગવાને નોખી બનાવેલી છે. પોતાના પર ગમે તેટલા દુઃખનો પહાડ હોય, પણ, તેનો બોજ પોતાના પર લઈ સતત સંતાનના સુખનો જ વિચાર કરનારી માંના હૃદયની તોલે કંઈ જ ના આવી શકે.             નાનકડા બાળક માટે તેની માતા જ સર્વસ્વ, તેની દુનિયા છે. રડતું બાળક ફક્ત માતાના અવાજ કે સ્પર્શથી ચૂપ થઈ જાય છે. બાળકને માતા પાસે જ સલામતી અને હૂંફ મળે છે. આ બાળક જેમ -જેમ મોટુ થતું જાય તેમ તેની જરૂરિયાત, ભાવવિશ્વ કદાચ બદલાય જતા હોય છે. પણ, માતાના અંતિમ શ્વાસ સુધી પોતાના સંતાન માટે કરુણા, વ્હાલની અમી વરસતી રહે છે.          જગતના બધા સંબંધોમાં ત્યાગ,સમર્પણ ને જતુ...

Don't depend on others for your work

Image
 જે છે પુરી રીતે કાર્યક્ષમ, છતાં, અવલંબે છે અન્ય પર. પોતાના જ નિર્વાહ કાજ, આધારિત છે અન્ય પર. જો કરીએ કરુણા ભાવથી તેની મદદ, તો મદદ બને છે મોટુ નુકસાન.         આપણે ત્યાં કહેવત છે ને કે માથે પડે એટલે બધું આવડી જાય,તે ખરેખર સાચી વાત છે.સગવડતાભર્યા દિવસોમાં માનવી પોતાની જાતને પુરી રીતે કામે લગાડી શકતો નથી.પોતાના પર જયારે આવે, મુશ્કેલી જયારે સર્જાય ત્યારે ક્યારેય ના કરેલું હોય તેવું કાર્ય સંપૂર્ણ રીતે સફળતાથી પાર પડતું હોય છે. તો પછી સગવડતાના સંજોગોમાં કાર્યક્ષમતા હતી છતાં કેમ અધૂરપ રહી? કેમકે, તે કાર્યક્ષમતા સુષુપ્ત અવસ્થામાં હતી. તેને ક્યારેય જગાડવાનો પ્રયત્ન જ ના કર્યો. માથે મુશ્કેલી આવે ત્યારે જ પોતાની સાચી શક્તિનો માનવીને પરિચય થતો હોય છે. તેને ક્યારેય પોતાની જાતને આરામદાયક સ્થિતિમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન જ ના કર્યો હોય. પોતાની જાતને ઢંઢોળીએ નહીં તો તેમાંથી કશું જ બહાર નીકળી નથી શકતું. જેટલું પોતાની જાત પાસેથી કાર્ય લેશું તેટલી જ વધારે કાર્યક્ષમતા વિકસે છે.          માનવીનો મોટામાં મોટો શત્રુ તેની પોતાની આળસ જ છે.અમુક અપવાદ બાદ કરતા પો...

At the end of life there should be contentment, not repentance

Image
 વિતિ ગયું આયખું આળસમાં ને, રહી ગયા અધૂરા અરમાન. કાલ પર કાર્ય મુલતવી રાખ્યું ને, આવી નહિં કાલ ક્યારેય. ભૂતકાળના ભાર તળે રહ્યો દબાયેલો ને, ગુમાવી રોજ નવા સૂર્યોદયની અનેક તક. આપી તાલિમ કર મનને જાગ્રત ને, ઉદાર જીવનદાતાના દાનને ઉજાળ. કહેવાય છે ને કે જે છે તે અત્યારે જ છે, તમારી અંદર જ છે. બીજે ક્યાંય નથી. માણસને કોઈ કાર્ય કરવું હોય અને જો તે ખરા હૃદયથી તે કરવા ઈચ્છતો હોય તો તે થઈને જ રહે છે. પણ, મોટા ભાગના લોકો કાર્યના ફક્ત વિચારો કરે છે, સપનાઓ જોવે છે અને અત્યારનું કાર્ય ભવિષ્ય પર મુલતવી રાખે છે. એટલે કાર્ય કરવાની ઈચ્છાઓનું પાત્ર ભરાતું જાય છે અને આળસ ને આળસમાં  ઈચ્છીત કાર્યનું અમલીકરણ આજ ને આવતીકાલના વાયદાઓમાં હિલોળે ચડીને અંતે અશક્ય બની જાય છે.         સૂર્યદેવ રોજ પોતાની સાથે તાજી સોનેરી અઢળક ક્ષણો લાવે છે. તાજગીનો અહેસાસ પોતાના શ્વાસ અને શરીરમાં ભરીને ધારેલા કાર્યને પૂરું કરવાની અનેક તકોને માણસ આવતીકાલના ખ્યાલી દુનિયાના વ્હેમને કારણે ગુમાવતો જાય છે અને એ ભ્રમની દુનિયા ક્યારેય અસ્તિત્વ પામતી જ નથી. આવી રીતે ઈશ્વરે આપેલ અનેક તકોનો લાભ પોતાની આળસ અને બેદરકારી...

Raise your inner voice

Image
 નિડર બનું હું, અંતરમનનો અવાજ ઉઠાવવા. સક્ષમ બનું હું, વિનમ્રતાથી વિરોધોનો સામનો કરવા.                   માનવી પોતાના અંતઃકરણના અવાજને જાગ્રત કરે અને તેને અનુસરે તો કોઈ પણ પરિસ્થિતિમાં તે સ્થિર અને શાંત રહી શકે છે. પણ, આ અવાજને ઉઠાવવો સરળ નથી. બધા લોકો પહેલેથી જે કરતા આવ્યા છે તેના કરતા અલગ અને નવો માર્ગ તમારું મન ચિંધતું હોય તો, તે માર્ગે ચાલવા સાહસ અને ધૈર્ય જરૂરી છે. તેના માટે લોકો મૂર્ખ સમજે કે કોઈ પણ નામનું લેબલ લગાવે તેમનાથી ડર્યા વગર હિંમતથી એક -એક ડગલું આગળ વધી અંતરઆત્માના અવાજને બુલંદ બનાવવા પ્રયાસોરૂપી ઝરણાંને સતત વહેવા દો.           તમારી દ્રષ્ટિએ જે સત્ય હોય તે બીજાની દ્રષ્ટિએ કદાચ ના પણ હોય. તમને જે સત્ય લાગે છે અને વાસ્તવમાં તે યોગ્ય હોય તો તેને રજૂ કરતા અચકાવું ના જોઈએ. બીજાના મનને ઠેસ પહોંચાડ્યા વગર પોતાના વિચારો રજૂ કરવાની આવડત કેળવવી જોઈએ. તેમ કરવા જતા અનેક જાતના વિરોધો પણ ઉદભવે. આ વિરોધનો પણ વિરોધ કરવાની આવડત જેનામાં હોય તે પોતાની વાત બીજા સુધી યોગ્ય રીતે પહોંચાડી શકે છે. એટલેકે, જે વ્યક્તિ વિરો...

State of mind in good and bad times

Image
 કાળદેવતાનું ચક્ર ફરતું રહે છે અવિરત, વહેતું રહે છે સાથમાં જીવનનું સુખ-દુઃખ. હોય જયારે જીવનમાં સુખનો વરસાદ, અસત્યરૂપી પટ્ટીથી દ્રષ્ટિ બની જાય છે અંધ. અંધ દ્રષ્ટિ નથી નિહાળી શકતી અન્યની પીડ, સ્વાર્થી બની સ્વત્વને પરમતત્વથી કરી દે છે દુર. હોય જયારે જીવનમાં દુઃખના ફક્ત છાંટણા જ, ખુદ પર વિતતા અસત્યના બંધનોથી દ્રષ્ટિ બને છે મુક્ત. મુક્ત દ્રષ્ટિ સમજે છે વસ્તુ-વ્યક્તિનું મુળ સત્ય, સત્ય દ્રષ્ટિ લઈ જાય છે સ્વત્વને પરમતત્વની સમીપ.           બ્રહ્માંડમાં કાળદેવતાનું ચક્ર સતત ફરતું રહે છે. ચક્રની ગતિની સાથે મનુષ્ય જીવનમાં સુખ-દુઃખ વહેતું રહે છે. જીવનમાં એકસરખા દિવસો કોઈ પણ માનવીને ક્યારેય નથી મળ્યા. ક્યારેક સંઘર્ષ,તો ક્યારેક સફળતા. ક્યારેક નિરાશા, તો ક્યારેક વિશ્વાસ. સમયની સાથે જીવન પણ બદલાતું રહે છે. બદલતા સમય અને જીવનની સાથે માનવીનો અભિગમ પણ બદલાતો રહે છે.           પોતાના જીવનમાં સુખના દિવસો દરમ્યાન બીજાના અવગુણો શોધવા ને તેને જાહેર કરવામાં, ઈર્ષ્યા કે નિંદા કરવામાં, પોતાની જાતને જ જબરદસ્તી શ્રેષ્ઠ સાબિત કરવા મથતો રહે છે. બીજાના દુઃખ -દર્દને...