Posts

Expectations on others are depressing, while self-effort builds self-confidence

Image
  બીજા પર અપેક્ષાઓ રાખીશું, તો ફક્ત નિરાશા જ મળશે. આપબળે આગળ વધશું, તો આત્મા પરનો વિશ્વાસ મળશે. એક કહેવત જૂની અને જાણીતી છે કે "પારકી આશ, સદા નિરાશ." તમારી પાસે પુરી શક્તિ અને સમય છે, છતાં જો તમે અન્ય પર અપેક્ષાઓ રાખો કે આધારિત રહેશો તો તે દુઃખના બીજ રોપવા સમાન બને છે. કેમકે, અન્ય વ્યક્તિ તેની અનુકૂળતા, પ્રાથમિકતા કે ઈરાદાપૂર્વક આપણી અપેક્ષાઓને અગ્રિમતા ના આપે અને વારંવાર આવું બને તો મનમાં રોપાયેલું દુઃખનું બીજ ક્યારે મોટુ રૂપ ધારણ કરી લે તે આપણે પણ નથી જાણતા. ઈશ્વરે સૌને અલગ-અલગ કળા અને જ્ઞાન આપ્યા છે. કોઈ એક સંપૂર્ણ ના જ હોય શકે. સૌને એકબીજાની આવડતની અનિવાર્યતા રહેવાની જ છે. પણ, આ અનિવાર્યતા અને અપેક્ષાનો ભેદ સમજાવો જોઈએ. સંબંધમાં તો અપેક્ષાઓનો અવકાશ રહેવો જ ના જોઈએ. સંબંધનો આધાર લાગણી છે, લાગણીમાં ગણતરી ના હોય. મનને શાંતિ જોઈતી હોય તો અપેક્ષાઓને શૂન્યત્તમ બનાવાનો પ્રયાસ કરો. જો બીજા પરની અપેક્ષાઓ ઘટશે, તો આપણે સૌ પ્રથમ જાત પાસેથી શક્ય તેટલું કાર્ય લેવાની કોશિશ કરશું. આપણી છુપી શક્તિ કામે લાગશે, અને આપણા આશ્ચર્ય સાથે આપણે પોતાના બળ પર આપણી અપેક્ષાઓને પુર્ણ કરી શકીશું. તેની...

A simple and intuitive life is closer to God

Image
સરળ અને સહજ સ્વભાવથી સંબંધો કે વ્યવસાયમાં સફળતા મળે છે. જેટલું તોછડૂ વર્તન, દુનિયા એટલી જ દૂર. અતિશય મીઠાપણાના બદલે પારદર્શક વ્યવહારથી લોકો આકર્ષાઈ છે. દંભને પણ દુનિયા ઓળખે છે, ને સહજતાને પણ સૌ પારખે છે. હાલમાં દુનિયાના મોટા ભાગના સંબંધો સ્વાર્થના જ હોય છે. અમુક સંબંધો જ નિસ્વાર્થભાવથી જોડાયેલા હોય છે. ઝડપી જમાનામાં સંબંધો બને છે ઝડપથી અને તૂટે પણ છે ઝડપથી. સંબંધોનું વર્તુળ હોય છે ઘણું મોટુ, પણ, હૃદયના તરંગોના વર્તુળમાં અમુક સંબંધો જ પોતાની જગ્યા બનાવતા હોય છે. એટલે કે, જયારે વ્યક્તિને ખરેખર મદદની જરૂર હોય અને વગર કહ્યે સમજી જાય તેવા સંબંધો. જો આપણા જીવનમાં આવા કોઈ સંબંધ હોય તો, આપણુ જીવન ભાગ્યશાળી કહેવાય. બાકી મીઠું-મીઠું બોલનારા જીવનમાં અણીના સમયે ખસી જતા હોય છે. તેઓની વાણી હોય છે અતિશય મીઠી પણ, જીવનમાં જરૂરિયાત આવી પડે ત્યારે તેમની પાસે બહાનાઓની યાદી તૈયાર હોય છે. એવી જ રીતે વાતે-વાતે તોછડું વર્તન કરનારા, આડું બોલનારા કે હું પદ ધરાવનારથી પણ દુનિયા દૂર થતી જાય છે. જેના માટે પ્રયત્ન કરવો પડે તે કૃત્રિમ અને જે આપમેળે થઈ જાય તે કુદરતી. સંબંધો હોય કે વ્યવસાય જ્યાં પારદર્શકતા જળવાય ત્યાં ...

Maintain consistancy in different situation.

Image
  સમયની ધારા સાથે વહેતો રહે મહેનતનો પ્રવાહ, ભ લે પ્રવાહને ના મળે તેની મંઝિલ, ગમે તેટલા તોફાનો આવે, પણ, પ્રવાહ જો સંભાળી શકે તેની ગતિ, ને નિત્ય નિરંતર બની વહેતા રહે, તો મંઝિલને રહેશે વેગને મળવાની તાલાવેલી. આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે, શું સમયના પ્રવાહની સાથે આપણા જીવનની ગતિ યોગ્ય દિશામાં વહી રહી છે? આ પૃથ્વી પર મેં જેટલા શ્વાસો લીધા તેના બદલામાં મારાથી કાંઈ મૂલ્યવર્ધક પ્રયાસ થયો? જો તેનો યોગ્ય જવાબ ના મળે તો સમજી લેવું કે આપણે ફક્ત જીવનને પૂરું કરી રહ્યા છીએ, જીવી રહ્યા નથી.  મૂલ્યવર્ધક પ્રયાસ એટલે આપણી અંદર છુપાયેલા રત્નને ઓળખીને તેને ચમકાવીને, જગતને જગમગાવાનો પ્રયાસ. દરેકની અંદર ઈશ્વરે અલગ-અલગ કલાઓ રોપી છે, તેને વિકસાવીને આપણી જાતની સાથે જગતનો વિકાસ થાય એવું કંઈક કરીએ. જો આપણે સાતત્યપુર્ણ આપણું કાર્ય કરતા રહીશું, હિંમત હાર્યા વગર, પરિણામની પરવા કર્યા વગર કાર્યમાં પ્રાણ રેડી દઇશુ, તો તેનું ફળ આપણા ધાર્યા કરતા પણ વધારે મળશે. દરેકને જીવનમાં સંઘર્ષ હોય જ છે. ફરક ફક્ત વિચારોનો હોય છે. કોઈ આરામદાયક વર્તુળમાંથી પોતાની જાતને બહાર કાઢવા માંગતા જ નથી ને સતત પોતે ઉભી કરેલી ...

Independent nature :don't depend on other's words and actions

Image
કોઈ મારું સારુ કરે તો જ હું કરૂ, કોઈ મારું છીનવે તો હું પણ છીનવું, કોઈ મને છેતરે તો હું પણ છેતરું, કોઈ મને દગો દે તો હું પણ આપું, શા માટે માનવીનું વર્તન છે આધારિત? જો મારે સારુ કરવુ છે તો હું કરીશ જ, મારું કોઈ છીનવે, છેતરે કે દગો દે, તો વળતો જવાબ તેની ભાષામાં ના આપું, મારો સ્વભાવ કોઈ પર આધારિત નહીં પણ, મૂળ અને મુક્ત બનાવી શકું. બાકી, સાચા-ખોટા કે સારા-ખરાબનો ન્યાય તો દુનિયાના રાજાના દરબારમાં થાય છે. બસ, આપણી સાથે જયારે ખરાબ થાય ત્યારે વળતો પ્રહાર ખરાબ કર્યા વગર યોગ્ય રીતે ટકી શકવાની ક્ષમતા એટલે જ મૂકત અને મૂળ સ્વભાવની જાળવણી.            જયારે કોઈ વ્યક્તિને કોઈ અન્ય વ્યક્તિની વાણી, વર્તનથી દુઃખ થાય, તો તે  વળતો પ્રહાર કરવાનું વર્ષો પછી પણ ચુકતો નથી, એ પણ સમય આવ્યે વ્યાજ સાથે વળતો જવાબ આપે છે. જ્યાં સુધી વળતો વ્યવહાર ના થાય ત્યાં સુધી મનમાં કોઈ કિંમતી ઘરેણાંની જેમ સાચવી રાખીને અંદર ને અંદર એક જ્વાળાની જેમ બળતો રહે છે. એ સામી વ્યક્તિને જ્યાં સુધી જવાબ આપી ના દે ત્યાં સુધી તેની અંદરની બળતરા સમતી નથી. પણ, એમ કરવાથી તકલીફ તે પોતાની જાતને જ આપે છે....

KNOW AND ENJOY LIFE

Image
  છે બધુ જીવનમાં , છતાં , મન અનુભવે ખાલીપો.   શોધ્યું કારણ સમગ્ર જગમાં , છતાં , મનને ના મળ્યો રાજીપો. જ્યારે , થાકીને વિતાવી ક્ષણો જાત સંગમાં , ત્યારે , મળ્યો ભીતરમાં જ અમૂલ્ય રત્નનો ખજાનો.   હાલના સમયે   ડિપ્રેશન નામની બીમારીએ માણસને અંદરથી ખોખલો બનાવી દીધો છે. આજના માનવી પાસે તમામ પ્રકારની સુખ-સુવિધાઓ છે , છતાં , તે અભાવોમાં જ જીવે છે. તેનું મૂળ કારણ બદયાયેલી જીવનશૈલી છે. પહેલાના સમયમાં ઉગતા સૂર્યની પહેલા દિનચર્યાની શરૂઆત કરી દેતા ને આથમતા સૂર્યની સાથે સઘળું કાર્ય આટોપી પૂરો પરિવાર સાથે સમય વિતાવતો. શ્રમદાયક જીવન ને દેશી ભાણાની મોજ હતી , કેટલાય ભૌતિક અભાવોમાં આયખું વિતાવી નાખતા. છ્તાં , મનમાં રાજીપો જ રમતો. સમયની માંગ પ્રમાણે જીવનમાં પરિવર્તન લાવવું જોઈએ . તમામ પ્રકારની ભૌતિક સમૃધ્ધિ અને ટેક્નોલોજીનો ઉપયોગ જીવનની સુખાકારી માટે કરવો જોઈએ. પણ , કહેવાય છે ને કે “અતિની ગતિ ના હોય.” સોશ્યલ મીડિયાનો બિનજરૂરી ઉપયોગ કરીને ભ્રામક દુનિયાને સાચી માની અંદરથી પીડાઈએ. કચરો પવિત્ર શરીરમાં ઠાલવીએ , લોકોને દેખાડી દેવાના ચક્કરમાં જ પરિવાર અને જાત સાથે જીવવાનું...

Walking on the path of duty intuitively without the burden of duty

Image
  ઝરણું વહેવા માટે ને, પુ ષ્પ મહેકવા માટે સર્જાયા છે. પંખીઓ કલરવ-ઉડવા ને, પહાડો પોતાની અડગતા માટે સર્જાયા છે. આકાશ છત્રછાયા ને, ધરતી આશરો આપવા માટે સર્જાયા છે. કોઈને પોતાના કર્તાપણાનો બોજ નથી, માત્ર મનુષ્યને જ કર્તાપણાની ફરિયાદ છે. સૃષ્ટિના તમામ જીવો અને પ્રકૃતિને પોત-પોતાનો સાહજિક ગુણ હોય છે. આ ગુણ જ તેની ઓળખાણ છે. ઝરણું ક્યારેય બંધિયાર કે સ્થિર ના રહી શકે. સતત વહેતા રહેવું એ ઝરણાની પ્રકૃતિ છે. પુષ્પ પગ નીચે કચડાઈ જાય છતાં, પોતાની સુગંધ પ્રસરાવે છે. પુષ્પ પોતાની સુગંધના બદલામાં કોઈ પણ જાતની અપેક્ષા નથી રાખતું.પંખીઓ પિંજરામાં પુરાવા નહીં પણ, આકાશમાં મુક્તપણે ઉડવા માટે સર્જાયા છે. મધુર કલરવ કરવા માટે તેને કોઈ પણ જાતનું વળતર નથી મળતું. ધરતીના મુગટ સમાન પર્વતોની સ્થિરતા અને અડગતા એ તેમની ઓળખાણ છે. વાતાવરણની અસ્થિરતા વચ્ચે પણ અડગ રહેવા માટે તે કોઈ પણ પ્રકારની પ્રશંસાની અપેક્ષા નથી રાખતા. વિશાળ અસીમ આકાશને વિશાળતા અને જીવ સૃષ્ટિને છત્રછાયા આપવાનો સાહજિક ગુણ મળ્યો છે. છત્રછાયા આપવા માટે તે કોઈ પણ જાતની કિંમત નથી વસુલતું. અખંડ આશરો આપતી ધરતી કોઈ પણ જાતનું ભાડુ નથી વસુલતી. હા, જયારે પ...

Purpose of life and efforts to achieve it

Image
  સપનાઓ હોય છે ઘણા બધા, પ ણ, બંધ આંખોથી સપનાનો ભાર જ વધે છે. જાગતી આંખની આશને, મક્કમ મનના પ્રયાસો હૈયે હામ આપે છે. જાગ્યા ત્યાંથી સવાર માંડીને, જીવ રેડી દો જીવનને સાર્થક કરવામાં. રોજ ઉગતી નવી સવારે, શોધો અર્થ સાર્થકતાનો. ચાલો, દોડો, પડો ને ઉઠો, વેરાયેલા સપનાને વીણો ને ફરી દોડો. જગતને બદલે જાતને બતાવો, દરેક કદમે નવું શીખી અંદરથી વૃદ્ધિ પામો. અંદરથી વધતું જાતને કંઈક આપે છે, વિદાય વેળાએ તે જ આપે છે હાશકારો.          સપનું એટલે શું? અત્યારે જે જીવન ચાલી રહ્યું છે, તે આગળ વધે ત્યારે કંઈક મેળવવાની, કંઈક આપવાની, કંઈક બનવાની કે કંઈક સિદ્ધ કરવાની ઈચ્છા. દરેક મનુષ્યને પોતાનું એક સપનું હોય છે. સપનાવિહોણો મનુષ્ય હોતો જ નથી. દરેકને પોતાના માટે કે બીજા માટે કંઈક ને કંઈક સિદ્ધ કરવાની ઈચ્છા હોય જ છે. પણ, મોટા ભાગના મનુષ્યો સપનાના જગતને હકીકતના જગતમાં પરિણામી નથી શકતા. સપનાને પામવા પ્રયત્નનો પ્રવાસ ના કરીએ તો સપનાઓ ઘણા વજનદાર બની જાય છે. આ વજનનો ભાર મનને અતૃપ્ત કરી દે છે.           સેવેલા સપનાને સિદ્ધ કરવા નવા ઉગતા સૂર્યોદયે જીવનનો ધ્યે...