Posts

OPERATION SAFED SAGAR

Image
 વેબ સિરીઝમાં ગંદી ભાષા, ગાળો અને વલ્ગર સીન જોઈને બગડેલી અને પોતાને કુલ સમજતી જેન ઝીએ કંઈક શીખવા, કંઈક જાણવા મળે એવી વેબસિરીઝ પણ જોવી જોઈએ. એક પણ ખરાબ શબ્દ વગર  બનેલી અને રાષ્ટ્ર માટે કુરબાન થનારા વીરોની બહાદુરી બતાવતી" ઓપરેશન સફેદ સાગર" સિરીઝ બનાવનાર, અભિનય કરીને પાત્રમાં જીવંતતા લાવનાર કલાકારોનું કામ ઘણું પ્રશંસનીય છે. 1999ના કારગિલ યુદ્વમાં પાકિસ્તાને કેવી કુટનીતિ કરી, ઊંચાઈનો લાભ લઈને આપણા વીરો પર ગોળીબાર કરતા, તેમને મળતી સપ્લાય તેમના સુધી પહોંચવા ના દેતા, તે સમયે ફક્ત વાયુસેના તેમને મદદરૂપ થઈ શકે તેમ હતી. 18000 ફિટની ઊંચાઈ પર આપણી જમીન પર કબ્જો જમાવનાર કાયરો સુધી પહોંચવા 20000 સુધી જઈ શકે તેવા ફાઈટર જેટ આપણી પાસે ન હતા, તે દુશ્મનો પણ જાણતા હતા, હવે એ જ ઊંચાઈ પર જનારા આપણા પાયલોટને એ મિસાઈલથી લોક કરીને પાયલોટ સહીત જેટને ક્રેશ કરી નાખતા. પાયલોટને ઉપરથી બરફની સફેદી સિવાય કંઈ જ ના દેખાય, એટલે આપણી વાયુ સેના અને આર્મી માટે માર્ગ સાવ ધુંઘણો. તેમ છતાં આર્મીના જવાનો પોતાનો ખાવાનો સમાન અને હથિયારો લઈને રાતના સમયે રાગાડોળાતા ઉપર ચડતા, પુરી શક્તિ વજન ઉપાડીને ઉપર ચડવામાં લગાવ્યા...

Kargil Vijay Divas 🇮🇳🇮🇳

Image
 કુરબાની આપી તમારા શ્વાસોની,  અમારા આજના મુક્ત શ્વાસો માટે.  રહ્યા ઉધાર અમારા શ્વાસો,  આપણા અખંડ ભારતના નિર્માણ માટે.  પ્રણામ છે તમારી જનેતાને,  જન્મ આપ્યો તમને દેશ -સેવા માટે.  વંદન છે તમારા પરિવારને,  જેના બળે દાખવ્યું શૌર્ય દેશ માટે.  સલામ છે તમારા જુસ્સાને,  કાયરોને ભગાડી અપાવ્યો વિજયદિવસ દેશ માટે.  26 જુલાઈ 1999 નો દિવસ દરેક ભારતવાસી માટે ગર્વનો દિવસ હતો. પાકિસ્તાની કાયરોના નાપાક ઈરાદાઓને આપણા બહાદુર જવાનોએ ધૂળ ચાટતા કરી દીધા અને આપણી પવિત્ર ભૂમિ પરથી તેમના દુષિત પગલાઓને પીછેહઠ થવા મજબુર થવું પડ્યું. તે વિજયદિવસની આજે 27મી વર્ષગાંઠ છે. આ વિજયદિવસ અપાવનાર દરેક બહાદુર પ્રયત્નને હૃદય પૂર્વક સલામ. આ દિવસની ઉજવણી દરેક ભારતવાસીએ કરવી જોઈએ. આપણે બીજી બધી ઉજવણીઓ હોંશપૂર્વક કરીએ છીએ. જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ અને બીજું ઘણું બધું, તે કરવાની ના નથી, કરવું જ જોઈએ. પણ, આ દેશ માટે, આપણા માટે કુરબાન થઈને આપણને જીવન બક્ષનારાને આપણે કેમ ભૂલી જઈએ? જરા વિચારો દુશ્મનના ઈરાદાઓ ત્યારે સફળ થયા હોત, તો, આજે આપણી શું હાલત હોત!! કેટલી દુઃખદાયક વાત કહેવા...

Human nature always understands value only after having a bad experience.

Image
 જીવનમાં જયારે વસ્તુ, વ્યક્તિ કે ઘટનાનો ખરાબ અનુભવ થાય પછી જ સારી વસ્તુ, વ્યક્તિ કે સુખદ ઘટનાનું મૂલ્ય સમજાતું હોય છે. જીવનમાં જે સરળતાથી મળી જતું હોય, તેનું મૂલ્ય માનવ સ્વભાવને ત્યારે જ સમજાઈ, જયારે તે હયાત ના હોય અથવા તેના બદલે સરખી જ પરિસ્થિતિ માટે કોઈ ખરાબ અનુભવ મળ્યો હોય, પછી ભલે તે વસ્તુ હોય, વ્યક્તિ હોય કે ઘટના હોય.  રોજબરોજના જીવનમાં આપણને એટલી અઢળક સુવિધાઓ મળી છે, એ સુવિધાઓ ભોગવતા હોય, ત્યારે તેનો વેડફાટ બેફિકર કરીએ છીએ, જયારે તે જ વસ્તુ થોડા સમય માટે ના મળે, તો સતત તેની ઉણપ જ વર્તાયા કરે. જેમ કે ઘરમાં પાણી આવતું હોય, તો તેનો બગાડ કરવામાં આપણે પાછું વળીને જોતા નથી, પણ, જયારે કોઈ કારણસર પાણી ના મળે અથવા પાણી મળવાનો સ્ત્રોત થોડા દિવસ પૂરતો કોઈ બીજો હોય, તો આપણે ઘાંઘા બની જઈએ છીએ. એવી જ રીતે ઇલેક્ટ્રિસીટી હોય, ત્યારે બિનજરૂરી બગાડ કરીએ અને જયારે થોડા કલાકો ના હોય અથવા ઇન્વર્ટર પર રહેવાનું થાય, ત્યારે આપણને તેની કિંમત સમજાઈ.   જીવનમાં આપણને એવું બીજું ઘણું બધું મળ્યું હોય છે, જેની આપણને કદર નથી, જયારે ઘણા લોકો તે જ મેળવવા ઝંખતા હોય છે. ઘણી મહેનત કરવા છતાં તેઓ ત્...

Crying is not weakness, bt its inner strength

Image
નબળા ત્યારે કહેવાઈએ  જયારે કોઈને તકલીફ આપીએ, સંજોગો સામે હારી જઈએ. હૃદયનો ભાર રડીને હળવો કરી લેવાથી,  નબળા નથી બની જતા. હસવું અને રડવું જેવી માનવ સહજ ક્રિયામાં  કોઈની કાબેલિયત સિદ્ધ નથી થઈ જતી. જયારે કોઈ દીકરો રડે, ત્યારે મોટા ભાગના લોકો એમ કહેતા હોય છે કે, "તું છોકરી છો, તેં રડે છો?" હસવું-રડવું એ સહજ ક્રિયામાં પણ ભેદભાવ. મજબૂતાઈ રડવાથી નબળી નથી થઈ જવાની. અચરજ તો ત્યારે થાય જયારે એક સ્ત્રી પોતાના પુત્ર સંતાનને એમ કહે કે, "છોકરીની જેમ રડતો નહી." મોટી થતી દીકરીને થતી શારીરિક પીડા મોટા થતા દિકરાને નથી આવતી, માતા બને ત્યારે થતી પીડા તો એ જાણતી જ હોય છે. છતાં, સ્ત્રી થઈને સ્ત્રીના પાત્રની મજબૂતાઈને નબળી એક સ્ત્રી જ બનાવે છે. માનવસહજ ક્રિયામાં રડવું આવે, તો રડી લેવાનું. તેનાથી સક્ષમતા ઓછી નથી થતી, પણ, વધે છે. કેમકે, લાગણીશીલ છે, તે રડે છે. જ્યાં લાગણી હોય, તે સંબંધોને પણ મજબૂતાઈથી પકડી રાખે છે.  મજબૂતાઈ એ છે જ્યાં આજુબાજુ વિપરીત સંજોગો હોય છતાં, ધૈર્ય ધરી મક્કમતાથી યોગ્ય નિર્ણય લઈ પોતાના જીવનની સાથે અન્યોના જીવનનું કલ્યાણ કરે. તે દીકરી પણ કરે અને દીકરો પણ કરી શકે. બ...

Strengthen your thoughts and perspectives rather than your life circumstances.

Image
  હજાર કારણો હાજર છે દુઃખી રહેવાના, તૈયાર જ હોય છે ફરિયાદો ને બળાપા, અંધ બની જાય છે દ્રષ્ટિ, આનંદિત રાખતા કારણ પ્રત્યે, આંસુઓની વચ્ચે ચહેરા પર, મહામુલુ સ્મિત વરસાવી શકનાર, નબળા સંજોગોને મજબૂત મનથી હરાવી, નિજાનંદમાં રહેતા જીવ ઈશ્વરે સર્જેલા કિંમતી સર્જનને સાર્થક કરે છે. જીવનમાં દુઃખી, ઉદાસ, હતાશ રહેવાના હજારો કારણો મળી રહેશે. પણ, સુખી, આનંદિત અને સંતોષી રહેવાનું કોઈ એક કારણ જીવનમાં હોય, તો હજાર કારણોને ભૂલીને તે એક કારણને પ્રાથમિકતા આપો. કેમકે, ઈશ્વરે આપેલું સુંદર જીવન જીવવા માટે છે, મરતા-મરતા જીવવા માટે નહીં. આપણા વિચારો અને આપણી આવડત પર જ જીવનમાં બનતી ઘટનાઓની પ્રતિક્રિયા સકારાત્મક બનાવી શકીએ. જેમકે, કોઈ અપમાનિત કરે, ત્યારે તેના શબ્દો ને વર્તન કરતા આપણું મન મજબૂત હોવું જોઈએ. નમ્રતાથી જવાબ આપી ઘટનાને ભૂલી જવી, આપણે ખડે પગે રહ્યા હોય છતાં, કોઈ આપણી જરૂરના સમયે મદદે ના આવે, તો સમજવુ કે, કોઈને મદદ કરી શકીએ એટલા ઈશ્વરે આપણને કાબેલ બનાવ્યા છે ને, મારી પડખે તો, જગતના સર્જનહાર છે, બધુ તેમને સમર્પિત છે. આવી જીવનની બીજી ઘણી બાબતો હોય શકે, આપણા વિચારો અને દ્રષ્ટિકોણ જ જીવન જીવતા અ...

Giving Time our kids is an investment. It gives return now as well as future.

Image
ભગવાનની  કૃપાથી આંગણે ખીલ્યું કુમણું પુષ્પ, ઉગ્યું ત્યારે જોઈને થઈ ખૂબ ખુશી, પણ, ઉગેલું પુષ્પ કાંઈ એમનેમ નથી ઉછરતું, પાણીની સાથે પ્રેમ આપીએ, ખાતરની સાથે સંભાળ રાખીએ, પોષણની સાથે સ્નેહ આપીએ, સૂર્ય પ્રકાશની સાથે સ્પર્શ આપીએ, નીંદણની સાથે તેને ભરપૂર વ્હાલથી નીરખીએ, ને સાથે-સાથે આપણે શ્રદ્ધા દાખવીએ, તો પુષ્પ ખીલવાની સાથે મહેકી ઉઠશે. આખા દિવસના ચોવીસ કલાકમાંથી પોતાના સંતાન માટે ફક્ત અડધી કલાક ગુણવત્તાસભર કાઢી ના શકતા માતા-પિતાને સંતાન પાસેથી નાનપણથી જ બહુ બધી અપેક્ષાઓ બંધાયેલી રહે છે. બાળકોને કહેવા કરતા આપણું કરેલું વધારે સમજાય છે. અત્યારના બીઝી માતા-પિતાને બાળક કેવી રીતે વ્યસ્ત રહે એમાં જ રસ છે. પણ, તંદુરસ્ત ચર્ચા કરવામાં નથી. બાળકો સાથે વાત કરીએ, તો, તેઓનો આત્મવિશ્વાસ વધે છે. તેની અંદર કેવા પ્રકારની રુચિ છે, તે જાણી શકાય છે. બાળકને વ્યસ્ત રાખવા કરતા તેની સર્જન શક્તિ ખીલવીએ. આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ, પણ થોડી વાતચીત, થોડી રમત, થોડી મસ્તી તો કરી જ શકીએ છીએ. બાળકને તમારી પાસેથી આનાથી વધારે અપેક્ષાઓ પણ નથી. પણ, મોટા ભાગના માતા-પિતા કામકાજ ઉપરાંત મોબાઈલમાં નુકશાનકારક બિન જરૂરી સ...

Every pain has cure

Image
  જીવનમાં જયારે કુદરતી રીતે પીડા મળે, ત્યારે તેનો મલમ સમય હોય છે. જયારે સામેથી નોતરેલી પીડા મળે, ત્યારે તેનો મલમ પસ્તાવો અને જાતસુધાર હોય છે. જયારે અન્ય દ્વારા પીડા મળે, ત્યારે તેનો મલમ સમજદારી હોય છે. જીવનમાં દુઃખનું હોવું સ્વાભાવિક છે, પણ, તે દુઃખનું કેવી રીતે સંચાલન કરવું, તે માણસની પ્રકૃતિ પર નિર્ભર છે. દુઃખને શ્વાસો પર હાવિ થવા દેવું કે દુઃખ સામે લડવું,  તે પણ માણસની પ્રકૃતિ પર નિર્ભર છે. જયારે કુદરતી રીતે પીડા મળે, એટલે કે, આપણા હાથમાં કશું ના હોય અને અચાનક જ એવી ઘટનાઓ બને કે જેમાં આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ જાય ને દિવસ-રાત કાઢવા અઘરા થઈ પડે, ત્યારે એ દુઃખને વહી જવા દેવું, વ્યક્ત થઈ જવા દેવું. ધીરજ રાખી ઈશ્વર પર શ્રદ્ધા રાખવી કે જે આ સૃષ્ટિનું સંચાલન કરે છે, તેમાં તેને મારા જીવનની યોજના આ પ્રમાણે બનાવી હશે. ઈશ્વરને સમર્પિત જીવન પીડા ઓછી કરે છે. આ પીડાનો મલમ સમય છે. જેમ સમય પસાર થઈ જાય છે, તેમ પીડાનો સ્વીકાર થઈ જાય છે, સત્યનો, પરમતત્વની મરજીનો સ્વીકાર થઈ જાય છે.  જીવનમાં ક્યારેક જાણતા કે અજાણતા આપણાથી થયેલી ભૂલની સજા મળે, ત્યારે થતી પીડાનો મલમ જાતનો સુધાર કરીને...

There is no power in any situation that can defeat you to live beautiful life. 🙂🙂

Image
  જીવનમાં બધુ જ બધાને ક્યારેય નથી મળતું. બીજાની સરખામણી કરશું, તો સતત અધૂરપ જ અનુભવાશે. ક્યારેક ઈચ્છા કે અરમાનો પણ અધૂરા રહી જતા હોય છે, ક્યારેક ખૂબ મહેનત કરી હોય છતાં, ધાર્યું પરિણામ નથી મળતું હોતું. ક્યારેક જેના પર સર્વસ્વ અર્પયું હોય, તે સમજી ના શકે અથવા અવગણના કરે. ત્યારે માણસને એક પ્રકારનો માનસિક થાક અનુભવાતો હોય છે. આવી રીતે જયારે થાકી જવાય, ત્યારે હારી જવાને બદલે થોડો સમય વિરામ લેવો. નથી મળ્યું તેની ફરિયાદ છોડી, જે છે તેને સ્વીકારી લઈશુ, કોઈ પણ જાતની અપેક્ષાઓ બાંધ્યા વગર પોતાના અસ્તિત્વને ઉજવશું, તો એક નવી ઉર્જા મળશે. આ નવી ઉર્જા મેળવવાની આવડત જીંદગી સામે જીતવાનું શીખવે છે. કોઈ પાસે રૂપ હોય, તો કોઈ પાસે સંપત્તિ હોય, કોઈ પાસે આવડત હોય, તો કોઈ પાસે હોદ્દો હોય, કોઈ પાસે હૃદયની લાગણીઓને સમજનાર વ્યક્તિ હોય, તો કોઈ લોકોના ટોળા વચ્ચે રહીને પણ અંદરથી એકલતા અનુભવતા હોય, અને આ સિવાય બીજું ઘણુ બધું હોય શકે. ટૂંકમાં, બધું બધાને ક્યારેય નથી મળતું. જે મળ્યું છે, તેમાં અનુકૂલન સાધવાની કળા આવડી જાય, એટલે માણસ સુખી. બાકી દુઃખી રહેવાના કારણોની ક્યાં ઓછપ છે?  માણસ પાસે જે હોય તે તેન...

The pain we experience does not reach others, such feelings and actions become immortal.

Image
  મોટા ભાગના લોકોની માન્યતા એવી હોય છે, "જે કષ્ટ, પીડા, દુઃખ અમેં વેઠ્યા, તે બીજા પણ વેઠે, તો તેમને ખ્યાલ આવશે, કે અમેં કેટલો સંઘર્ષ કર્યો." જયારે અમુક લોકોના કાર્ય એવા હોય છે, "જે કષ્ટ, પીડા, દુઃખ અમે સહન કર્યા, તે બીજાએ ના કરવા પડે." તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહીને પોતે ભલે તાપ વેઠ્યો, પણ, બીજા માટે છાંયડાની ટાઢક પાથરતા જાય છે. બીજાને પીડા ના થાય અથવા પીડા પર મલમ લગાવી રાહત આપવાના કાર્ય કરતા અમુક લોકોના જીવને ભલે પીડા વેઠી, પણ, બીજાના જીવનને સુધારી, તેમની યાદોની, કર્મની મીઠી સુવાસમાં સદા  જીવતા હોય છે.  મેં સહન કર્યુ,  એટલે બીજાને પણ તે કષ્ટ પડવા જ જોઈએ. તેવું ભાવ જગત જીવનને, અંતે આત્માને દુર્ગતિ તરફ લઈ જાય છે.  મેં સહન કર્યુ,  હવે એવું બીજા સાથે ના થાય,  તેવી લાગણીઓ અને કાર્યો, ભલે જીવનમાં કષ્ટ ભોગવ્યા હોય,  પણ, અંતે જીવન અને આત્મા સદ્દગતિ પામે છે. ધ્રુવ દાદાની નવલકથા "કર્ણલોક"માં દુર્ગા નામના પાત્રનું ખૂબ સરસ આલેખન કર્યુ છે. અનાથઆશ્રમમાં ઉછરેલી બાળાને મોટી થાય, ત્યાં સુધી કોઈ દત્તક લઈ જતું નથી. કેમકે, તે કચરાના ઢગલા પરથી કુતરાઓ ઢસડીને લઈ જતા...

Do not fulfill responsibilities at the cost of self respect.

Image
જીવનમાં બને ત્યાં સુધી જતું કરવું, સંઘર્ષ કરવો. પણ, આત્મસન્માનના ભોગે નહીં. આત્મસન્માનથી વિશેષ મૂલ્યવાન કશું જ નથી. કોઈનું હિત થાય, તેના મુશ્કેલીના સમયમાં હું પણું દાખવ્યા વગર સંપૂર્ણ સાથ આપીએ, ત્યાં સુધી કે, અમુક બાબતોનો તેને ખ્યાલ પણ ના આવવા દઈએ ને જાતને અગવડતા આપીને તેમને સગવડતા આપીએ. આ બધું તમને મળશે એવી ભાવનાથી જો કાર્ય કરતા હોય, તો ના કરવું. કેમકે, તે તો સ્વાર્થની ભાવનાથી થયું કહેવાય. કરેલા કાર્યની નોંધ ના લેવાય, તો કાંઈ નહીં. કેમકે, ઈશ્વરે તમને શક્તિ અને સમજ આપ્યા છે, એટલા માટે તમે કરી શક્યા. જો, શક્તિ અને સમજ હોવા છતાં, તમે અન્યનું કાંઈ ના કરી શકો, તો, તમે ઈશ્વરના જ ઋણી બની રેહશો. પણ, જેમનું હિતકારી ઈચ્છવા અને કરવા છતાં, જો, તમારી ઉપસ્થિતિની અવગણના કરવામાં આવે, તો ત્યાંથી અટકી જવા માટે ઈશ્વર પણ આપણને દોષિત ના ઠેરવી શકે. જો તમે અટકશો, તો જ તેમને તમારી ઉપસ્થિતિનો તો ખ્યાલ આવશે, સાથે-સાથે તેમની જવાબદારીઓ શું છે, તે સમજી શકશે. સતત સગવડતાઓ અંદરથી ખોખલા બનાવે છે. તમારા અન્ય માટેના કાર્ય માટે અટકી જવાથી, કદાચ તેમના માટે ખરા અર્થમાં હિતકારી પણ હોય શકે. પોતે પોતાનું કાર્ય જાતે કરતા ...

આપણી ભાષા આપણી ઓળખ છે.

Image
 પ્રભાવિત થાય છે પરભાષાથી ને, નાનપ અનુભવે છે  ગર્ભનાળની જ ભાષાથી. શીખો દુનિયાની દરેક ભાષા ને બોલી પણ, વિષયનું મુળ જ્ઞાન મેળવો લોહીમાં વહેતી ભાષાથી. આપો સન્માન સઘળી ભાષાને પણ, ગર્વથી બોલો ગરવી ગુજરાતીને. હું ગુજરાતી છું, એટલે મને ગુજરાતીપણા પર નાનપ નહીં, પણ ગર્વ છે. બીજી ભાષાઓ અને ખાસ કરીને જેને સન્માન આપીએ અને ઉચ્ચ ગણાતી ભાષા એટલે અંગ્રેજી પ્રત્યે માન છે, પણ, તેને જ સર્વસ્વ માની લેવું અને આપણું મૂળ છે તેને અવગણવું તે ખોટુ છે. અત્યારે ઘણા સમયથી એક જ સિસ્ટમને આપણે ફોલો કરી રહ્યા છીએ. બાળકોને નાનપણથી આપણા મૂળ એટલે સંસ્કારો, પરંપરા અને આપણી ભાષાથી દૂર કરી રહ્યા છીએ. તેવું કરવામાં આપણે ઉચ્ચ કક્ષાની ભાવના અનુભવીએ છીએ. ઘણા માતા-પિતાને આવડતું ના હોય, પણ, પોતાના સંતાનના સુરક્ષિત ભવિષ્ય માટે ક્ષમતા બહારનો ખર્ચો કરી અથવા દેખાદેખી કરીને બાળકને એક રેસનો ઘોડો બનાવી દે છે. તેમાં સૌથી વધારે બાળકનું જ નુકશાન છે. જે બાળકના ઘરનું વાતાવરણ બીજું હોય અને તે ભણતું બીજી ભાષામાં હોય તેને આપણે જાણ બહાર બે ઘોડા પર સવારી કરાવતા હોઈએ છીએ. તે કાં તો પડે છે, કાં તો પોતાનું જ નુકશાન કરે છે. જે માતા-પિતા પોતા...

Truth and Transparency are most essential tools to achieve success in personal, professional and spritual life.

Image
સ્વાર્થ ને દેખાડો હોય, ત્યાં સત્ય ને પારદર્શિતાની અપેક્ષા ખોટી છે. લાગણીઓ સાથે રમત જેનો સ્વભાવ, ત્યાં વિશ્વાસની અપેક્ષા ખોટી છે. અસત્ય ને છળ જ જેની પાત્રતા,   ત્યાં આત્મીયતાની અપેક્ષા ખોટી છે. જેઓ હું પદ ધરાવતા હોય, જ્યાં બીજાને પ્રભાવિત કરી દેવાની ભાવના હોય, તેઓ થોડા સમયના ફાયદા માટે ખોટુ બોલતા કે ખોટું કરતા અચકાતા નથી. તેઓ સાચું શું છે તે નથી જોતા, બીજા લોકો પ્રભાવિત કઈ રીતે થાય છે અને તેની વાહવાહી કઈ રીતે થાય છે તે જ જુએ છે. આવા સ્વાર્થી જીવોને જેવા છીએ તેવા રજૂ થવામાં તકલીફ પડે છે ને દંભનો પડદો રાખીને ફરતા આવા લોકો દેખાડાને જ સર્વસ્વ માને છે. તેઓ સારા બનવામાં નહીં સારા બનવાના દેખાડો કરવામાં માહેર હોય છે. તેમને સત્ય જોડે તો જોજનો દુરનો સબંધ હોય છે. કોઈ એક વ્યક્તિ અંધ બનીને બીજા પર વિશ્વાસ કરતી હોય, તો બીજા વ્યક્તિની ફરજ છે કે એ વિશ્વાસને જીવના ભોગે પણ અકબંધ રાખે. પણ, જેમને લાગણીઓ સાથે રમવું હોય તેઓને મન વિશ્વાસની કોઈ જ કિંમત નથી. કોઈની પીઠ પાછળ છરા ભોંકવા જેવું ખરાબ કામ જ તેનો સ્વભાવ હોય તેને મન છળકપટ સામાન્ય વાત હોય છે. કોઈ વ્યક્તિ અંધ વિશ્વાસ કરતી હોય તો એના હૃદયની લાગણીઓ ...

Those who are responsible and wise are God's beloved children.

Image
  લોકો સમય, સ્થિતિ ને સંજોગ જોઈને વર્તતા હોય છે. જ્યાં પ્રતિકાર થવાનો ના હોય, ત્યાં લોકો કાર્યના કદરની વાત તો દૂર રહી, પણ, સતત અસંતોષના ભાવથી ફરિયાદો, અપમાન કે ભેદભાવ કરતા અચકાતા નથી. જ્યાં જાણે છે કે મારું કશું ચાલવાનું નથી, ત્યાં તેમની કદર થતી ના હોવા છતાં, પ્રાણ પાથરવા તૈયાર થઈ જતા હોય છે. જે પોતે અંદર અસંતોષથી ભરેલા છે, તેને કોઈ જ ખુશ કરી શકતું નથી. ઉલટું, તેની વારંવારની ફરિયાદો ને ઉદ્ધાતાઈ ભરેલા વર્તનથી બીજાને દુઃખ પહોંચાડ્યા કરે છે. તેને પ્રાણ પાથરી દીધા હોય, તો પણ ઓછું જ લાગે! આ પ્રકારના લોકોમાં તમારા કાર્યની કદર તો દૂરની વાત રહી, પણ, તમારા દ્વારા જે કાંઈ પણ કરવામાં આવે તે ઓછું જ લાગે. કેમકે, તે પોતે જ સંતોષી નથી. તેનો અસંતોષ તેમને જંપવા ના દે અને એનું વર્તન બીજાનું દિલ દુભાવતું રહે. તેઓ પોતાનો રોષ ત્યાં જ ઠાલવતા હોય છે, જ્યાં કોઈ પ્રતિકારની સંભાવના નથી. જ્યાં તે જાણે છે કે, "મને મારા શબ્દો વ્યાજ સહિત પાછા મળવાના છે." ત્યાં તેઓ સંભાળીને ચાલે છે. જ્યાં તેમનો પ્રતિકાર થવાનો છે ત્યાં તેમના શબ્દો ત્રાજવામાં તોલાઈ જતા હોય છે. પોતે અસંતોષી છે, ઘણી બધી ફરિયાદો છે, છતાં, ચૂ...